Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું EMERGENCY બાદ KANGANA RANAUT બોલીવુડને કહેશે અલવિદા?

ઘણા સમયથી સમાચાર હતા કે કંગના રનૌત EMERGENCY દ બોલિવૂડને અલવિદા કહી દેશે કંગનાના બોલીવુડ છોડવા ઉપર હવે કંગનાએ જાતે જ સ્પષ્ટતા આપી છે આ બાબત અંગે હવે કંગનાએ પોતાનું મૌન તોડ્યું છે બોલીવુડની લોકપ્રીય અભિનેત્રી અને મંડીની સાંસદ...
01:09 PM Aug 15, 2024 IST | Harsh Bhatt

બોલીવુડની લોકપ્રીય અભિનેત્રી અને મંડીની સાંસદ KANGANA RANAUT એ 15 AUGUST પહેલા પોતાની આગમી ફિલ્મ EMERGENCY નું ટ્રેલર RELEASE કર્યું હતું.ટ્રેલર સામે આવ્યા બાદ તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું હતું અને સૌ લોકો કંગનાની એક્ટિંગની તારીફ પણ ખૂબ જ કરી રહ્યા છે. પરંતુ અહી ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી સમાચાર હતા કે કંગના રનૌત EMERGENCY દ બોલિવૂડને અલવિદા કહી દેશે.આ સામે આવ્યા બાદ તેના ચાહકો ખૂબ જ નારાજ હતા. ઉલ્લેખનીય છે કે, કંગનાએ વર્ષ 2024માં રાજકારણમાં પ્રવેશ્યા બાદ ભાજપમાં જોડાઈ અને મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને સાંસદ બની હતી. હવે તેના આ જીવનના નવા સફરની શરૂઆત થયા બાદ સતત એ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે કંગના હવે બોલીવુડને અલવિદા કહી દેશે કે શું? આ બાબત અંગે હવે કંગનાએ પોતાનું મૌન તોડ્યું છે.ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

KANGANA RANAUT એ આપી સ્પષ્ટતા

KANGANA RANAUT ના બોલીવુડ છોડવા ઉપર હવે કંગનાએ જાતે જ સ્પષ્ટતા આપી છે. કંગના રનૌતએ પોતાની ફિલ્મ EMERGENCY ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં આ અંગે જવાબ આપ્યો હતો. કંગનાએ કહ્યું હતું કે -'અભિનયનું ભવિષ્ય તેના દર્શકોની પસંદગી પર નિર્ભર છે.શું હું અભિનય ચાલુ રાખીશ, આ એક એવો પ્રશ્ન છે જે લોકો નક્કી કરે.ઉદાહરણ તરીકે,મેં ક્યારેય કહ્યું નથી કે હું નેતા બનવા માંગુ છું. માત્ર લોકોએ જ નક્કી કરવું જોઈએ કે મારે રાજકારણમાં આવવું જોઈએ કે નહીં.જો ‘EMERGENCY’ સફળ થાય અને લોકો મને વધુ જોવા માંગે અને જો મને લાગે કે હું સફળ થઈ શકું તો હું અભિનય ચાલુ રાખીશ.' આમ કંગનાએ ફિલ્મોમાં પોતાના ભવિષ્ય વિશેને નિર્ણય તેના ચાહકો ઉપર છોડ્યા હોવાનું કબૂલ્યું હતું.

સંપૂર્ણપણે ફિલ્મો છોડીને રાજનીતિમાં પ્રવેશ કરવાની કોઈ યોજના નથી - KANGANA RANAUT

કંગનાએ આ બાબત અંગે વધુ વાત કરતાં કહ્યું હતું કે - 'જો તેણીને રાજકારણમાં વધુ સફળતા મળશે અને ત્યાં તેની જરૂરિયાત અનુભવાશે, તો તે ત્યાં પોતાનો સમય ફાળવશે અને અભિનયની દુનિયાથી દૂર રહેશે.આપણે જ્યાં સન્માન અને જરૂર છે ત્યાં જ રહેવું જોઈએ' આમ કંગનાએ કહ્યું હતું કે - સંપૂર્ણપણે ફિલ્મો છોડીને રાજનીતિમાં પ્રવેશ કરવાની કોઈ યોજના નથી.

આ પણ વાંચો : Gulzar- कोई होता जिसको अपना हम अपना कह लेते यारों

Tags :
BollywoodEmergencyfilmsGujarat FirstKANGANA RANUATPoliticsretire
Next Article