Kamal Haasan: શા માટે અભિનેતાએ કહેવું પડ્યું કે, હું રામ નહિ પરંતુ દશરથના માર્ગે ચાલું છું...
- હું રામ નહિ પરંતુ દશરથના માર્ગે ચાલું છું...Kamal Haasan
- Kamal Haasan એ વાણી અને સારિકા સાથે કરેલા છે લગ્ન
- Kamal Haasan પોતાની મચ અવેટેડ ફિલ્મ Thug Lifeના પ્રમોશનમાં છે વ્યસત
Kamal Haasan: પોતાની આગામી ફિલ્મ Thug Lifeનું પ્રમોશન કમલ હાસન જોર શોરથી કરી રહ્યા છે. તેમણે એક પ્રમોશનલ ઈવેન્ટમાં લગ્ન વ્યવસ્થા વિશે પુછવામાં આવ્યું. ત્યારે Kamal Haasan એ પોતે કરેલા 2 લગ્નો વિશે જણાવ્યું અને કહ્યું કે, હું રામ નહિ પરંતુ દશરથના માર્ગે ચાલું છું. Kamal Haasan એ તેમની જિંદગીમાં વાણી અને સારિકા સાથે લગ્ન કર્યા હતા. તેમણે શ્રુતિ(Shruti Haasan) અને અક્ષરા( Akshara Haasan) નામે બે દીકરીઓ છે.
એક દાયકા પહેલાની ઘટના
અભિનેતા Kamal Haasan, ત્રિશા કૃષ્ણન અને સિલમ્બરસન ટીઆર ઉર્ફે સિમ્બુ તેમની આગામી ફિલ્મ ઠગ લાઈફ(Thug Life)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન, જ્યારે કલાકારોને લગ્ન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે કમલે 2 વાર કરેલા લગ્નની વાત કરી. ત્રિશાએ જવાબ આપ્યો, હું લગ્નમાં માનતી નથી. જો લગ્ન થાય તો ઠીક છે, જો ન થાય તો પણ ઠીક છે. જ્યારે કમલને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એક દાયકા પહેલા સાંસદ જોન બ્રિટાસ સાથે બનેલી એક ઘટના યાદ કરી. કમલ હાસને તમિલમાં કહ્યું, 'આ 10-15 વર્ષ પહેલા થયું હતું. સાંસદ બ્રિટ્ટાસ મારા ખૂબ સારા મિત્ર છે. કોલેજના વિદ્યાર્થીઓના જૂથ સામે તેણે મને પૂછ્યું - તમે એક સારા બ્રાહ્મણ પરિવારમાંથી છો, તમે બે વાર લગ્ન કેવી રીતે કર્યા? મેં કહ્યું- સારા પરિવારમાંથી હોવાનો લગ્ન સાથે શું સંબંધ છે? તેણે કહ્યું- ના, પણ તમે ભગવાન રામની પૂજા કરો છો, તેથી તમે તેમની જેમ જીવો છો. મેં કહ્યું- સૌ પ્રથમ તો હું કોઈ ભગવાનની પૂજા કરતો નથી. હું રામના માર્ગે ચાલતો નથી. કદાચ હું તેના પિતા દશરથના માર્ગે ચાલું છું....
આ પણ વાંચોઃ Veer Pahadia ની કરોડોની કાર પર આવી ગયું ડોગીનું દિલ, વીડિયો થયો વાયરલ
Kamal Haasan ના બે લગ્ન
કમલ હાસને 1978માં ડાન્સર વાણી સાથે લગ્ન કર્યા, ત્યારબાદ તેમણે 1975માં આવેલી ફિલ્મ મેલનાટ્ટુ મારુમગલમાં તેની સાથે કામ કર્યું. એક દાયકા પછી તેમના છૂટાછેડા થયા. ત્યારબાદ તેમણે સારિકાને ડેટ કરી અને 1986માં તેમની પહેલી પુત્રી શ્રુતિ હાસનનો જન્મ થયો. તેમણે 1988માં લગ્ન કર્યા અને તેમની બીજી પુત્રી અક્ષરા હાસનનો જન્મ 1991માં થયો. 2004માં તેમના છુટાછેડા થયા હતા. આ પછી કમલે 2005 થી 2016 સુધી અભિનેત્રી ગૌતમીને ડેટ કરી હતી.
આ પણ વાંચોઃ Phule film controversy માં કુદી પડ્યા Anurag Kashyap, કહી દીધી 'ન કહેવા' જેવી વાત