SOUTH INDIAN ACTORS ની આ લડાઈમા કોણે મારી બાજી
જે રીતનો ધમાકેદાર 2023 નો ડીસેમ્બરનો મહિનો ફિલમ જગત માટે રહ્યો હતો, તે જ ધમાકા સાથે વર્ષ 2024 ની શુરૂઆત હવે ફિલ્મો માટે થઈ છે. જાનુયારી મહિનો આવતાની સાથે જ ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ હતી. જેમાં અલગ અલગ ભાષામાં બનેલ ફિલ્મો Merry Christmas, Captain Miller, HanuMan, Guntur Kaaram નો સમાવેશ થાય છે.
બોક્સ ઓફિસ ઉપર આ ચાર ફિલ્મો વચ્ચે હાલ જોરદાર ટક્કર ચાલી રહી છે. અહી નોંધનીય વાત એ છે કે આ ત્રણેય ફિલ્મોમાં દક્ષિણ ભારતના મુખ્ય કલાકાર તરીકે છે. આ જંગ વિજય સેતુપતિ, ધનુષ અને મહેશ બાબુ વચ્ચે છે. આ બધી જ ફિલ્મોના વિષય એકબીજા કરતાં તદ્દન અલગ છે, પરંતુ એકસાથે ફિલ્મ સિનેમાઘરોમાં આવ્યા હોવાના કારણે તેમના વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. તો ચાલો જોઈએ કઈ ફિલ્મે કેટલી કમાણી કરીને બાજી મારી છે.
'Guntur Kaaram' અને 'Captain Miller'એ આટલી કમાણી કરી
Sacnilk.comના રિપોર્ટ અનુસાર, મહેશ બાબુની ફિલ્મ 'Guntur Kaaram'એ રિલીઝના ચોથા દિવસે 14.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ પ્રારંભિક અંદાજો છે અને તેમાં ફેરફાર થઈ શકે છે. આ સાથે આ ફિલ્મની કુલ કમાણી 83.40 કરોડ રૂપિયા થઈ જશે.
ધનુષની ફિલ્મ 'Captain Miller'એ પણ ચોથા દિવસે 6.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે આ ફિલ્મનું કુલ કલેક્શન 30.45 કરોડ રૂપિયા થઈ જશે.
આવા રહ્યા Merry Christmas ના હાલ
શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત વિજય સેતુપતિ અને કેટરીના કૈફની ફિલ્મ 'Merry Christmas' એ ચોથા દિવસે 1.65 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હવે આ ફિલ્મની કુલ કમાણી 11.38 કરોડ રૂપિયા થશે. આ ચાર ફિલ્મોમાં મહેશ બાબુની ફિલ્મ 'Guntur Kaaram' સૌથી આગળ ચાલી રહી છે.
HanuMan એ જીત્યા બધાના દિલ
પ્રાપ્ત માહિતી અનુસાર, ફિલ્મે રિલીઝના ચાર દિવસમાં 55.4 કરોડની કમાણી કરી હતી. થિયેટરોમાં તેના ચોથા દિવસે, 14.75 કરોડની કમાણી કરવામાં સફળ રહી. વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર કમાણીની વાત કરીએ તો ફિલ્મ ભારતમાં 47.15 કરોડ અને વિદેશી બજારમાં ₹25 કરોડની કમાણી સાથે ₹72.15 કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે.
આ પણ વાંચો -- ખાસ હશે આ વર્ષનો FILMFARE AWARDS, આ દિગ્ગજ બનશે શો હોસ્ટ