Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SALMAN KHAN ના ઘર ઉપર બેખોફ રીતે ફાયરિંગ કરાવનાર ANMOL BISHNOI આખરે છે કોણ?

WHO IS ANMOL BISHNOI  : SALMAN KHAN ના ઘર ઉપર કરવામાં આવેલી ફાયરિંગની ઘટનાએ આખા દેશને હચમચાવી મૂક્યું હતું. આ ફાયરિંગની ઘટના સામે આવ્યા બાદ હવે તેના અંગે મોટી અપડેટ સામે આવી રહી છે. આ ઘટના અંગે મુંબઈ પોલીસ દ્વારા...
salman khan ના ઘર ઉપર બેખોફ રીતે ફાયરિંગ કરાવનાર anmol bishnoi આખરે છે કોણ

WHO IS ANMOL BISHNOI  : SALMAN KHAN ના ઘર ઉપર કરવામાં આવેલી ફાયરિંગની ઘટનાએ આખા દેશને હચમચાવી મૂક્યું હતું. આ ફાયરિંગની ઘટના સામે આવ્યા બાદ હવે તેના અંગે મોટી અપડેટ સામે આવી રહી છે. આ ઘટના અંગે મુંબઈ પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા. આ ચાર્જશીટમાં કોઈનું નામ જો વારંવાર ઉછળ્યુ હોય તો તે ANMOL BISHNOI નું હતું. વાસ્તવમાં ANMOL BISHNOI એ LAWRENCE BISHNOI ના ભાઈ છે. ચાલો જાણીએ કોણ છે આ ANMOL BISHNOI

Advertisement

ANMOL BISHNOI ના નામે બિનજામીનપાત્ર વોરંટ જારી

ANMOL

ANMOL

Advertisement

Advertisement

ANMOL BISHNOI ગેંગસ્ટરની દુનિયાનું કુખ્યાત નામ છે. અનમોલનો સલમાન ખાનના ઘર ઉપર કરવામાં આવેલી ફાયરિંગની ઘટનામાં ખૂબ જ મોટો હાથ હોવાનું સામે આવ્યું છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, મુંબઈની એક વિશેષ અદાલતે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના નામે બિનજામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું છે. સલમાન ખાનના કેસમાં તલવાર ફક્ત અનમોલ પર જ નહીં પરંતુ રોહિત ગોદારા પર પણ છે. રોહિત ગોદારા પણ લોરેન્સની ગેંગનો સભ્ય છે.

સિદ્ધુ મુસેવાલાના કેસમાં પણ મુખ્ય આરોપી છે અનમોલ

અનમોલ બિશનોઈએ ક્રાઇમની દુનિયામાં કોઈ નવું નામ નાથી. ANMOL એ તેના ભાઈ LAWRENCE ની જેમ જ ઘણો કુખ્યાત છે. અનમોલ સિદ્ધુ મુસેવાલાના કેસમાં પણ આરોપી છે. અનમોલ અવારનવાર પોતાનું લોકેશન બદલે છે અને ગયા વર્ષે તે કેન્યામાં જોવા મળ્યો હતો. આ સિવાય ઈન્ટરપોલ દ્વારા અનમોલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી. જો કે હવે સલમાન ખાન કેસમાં અનમોલનું નામ પણ સામેલ છે અને શક્ય છે કે ટૂંક સમયમાં જ અનમોલની ધરપકડ કરવામાં આવી શકે છે. હવે સલમાન ખાનના આ કેસમાં આગળ શું થાય છે તેનો જવાબ તો સમય જ આપશે.

આ પણ વાંચો : બૉલિવૂડની દિગ્ગજ અભિનેત્રી પરથી 2 હજાર કરોડનો Drugs કેસ રદ કરાયો

Tags :
Advertisement

.