Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral Video: લોહીથી લથબથ Priyanka Chopra નો Video થયો વાયરલ

Viral Video : બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હાલમાં તેની અપકમિંગ ફિલ્મ 'ધ બ્લફ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે તે શૂટિંગ દરમિયાન સ્ટંટ કરતી વખતે ઘાયલ...
viral video  લોહીથી લથબથ priyanka chopra નો video થયો વાયરલ
Advertisement

Viral Video : બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હાલમાં તેની અપકમિંગ ફિલ્મ 'ધ બ્લફ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે તે શૂટિંગ દરમિયાન સ્ટંટ કરતી વખતે ઘાયલ થઈ હતી. કારણ કે આ ઈજાનું નિશાન તેની ગરદન પર હતું, ફેન્સ તે જોઈને થોડા ચિંતિત થઈ ગયા કે ઈજા તેની ગરદન પર છે અને તે ગંભીર હોઈ શકે છે. પરંતુ પ્રિયંકા ચોપરાએ પણ પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે લોહીથી લથબથ જોવા મળી રહી છે.

Advertisement

પ્રિયંકાએ પોસ્ટ કર્યો વીડિયો

વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રિયંકા ચોપરા(Priyanka Chopra))ની છાતી, હોઠ અને નાક પર લોહી છે. તેના નાકમાંથી લોહી નીકળે છે અને તેની હાલત પણ ખૂબ જ ખરાબ લાગી રહી છે. હવે તે સ્પષ્ટ નથી કે તે ઓરિજિનલ બ્લડ છે કે માત્ર મેકઅપ છે. પ્રિયંકા ચોપરા આ વીડિયોમાં કહી રહી છે કે હા જ્યારે તમે એક્શન ફિલ્મો કરો છો ત્યારે બધું જ ગ્લેમરસ હોય છે. વીડિયોમાં એક્ટ્રેસના શરીર પર લોહી જોવા મળી રહ્યું છે અને કહી રહી છે કે ઓફિસમાં મારો એક વધુ દિવસ છે. પ્રિયંકાએ વીડિયોમાં હેશટેગ ધ બ્લફ લખ્યું છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

શૂટિંગ દરમિયાન થઈ આ ઈજા

તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દેખીતી રીતે જ તેને ફિલ્મના શૂટિંગ દરમિયાન આ ઈજા થઈ છે અથવા તો તે માત્ર મેક-અપ છે. ઈજા વાસ્તવિક હતી કે મેક-અપ, તે ખબર નથી. કેટલાક લોકોએ કમેન્ટ સેક્શનમાં એક્ટ્રેસને ટ્રોલ કરવાનો પ્રયાસ પણ કર્યો છે. ખબર છે કે લગ્ન પછી પ્રિયંકા ચોપરા ભાગ્યે જ હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. હવે તે અમેરિકામાં રહે છે અને તેનું ધ્યાન હોલીવુડના પ્રોજેક્ટ્સ પર રહે છે.

આ પણ  વાંચો  - Fahim ajani: 70-80 ના દશકનો બાળ કલાકાર બન્યો જ્યારે “નારદ મુનિ”

આ પણ  વાંચો  - Rimi Sen સાથે તેના જ મિત્રએ કરી હતી 4 કરોડ કરતા પણ વધુની છેતરપિંડી, હવે મામલો પહોંચ્યો CID સુધી

આ પણ  વાંચો  - Shraddha Kapoor: કોણ છે રાહુલ મોદી,કોને ડેટ કરી રહી છે શ્રદ્ધા કપૂર

Tags :
Advertisement

Trending News

.

×