Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Twinkle Khanna પુત્રીને આઝાદીના 78 વર્ષો પછી પણ કેમ જૂની સમાજ શિક્ષા આપી રહી?

78 વર્ષ બાદ પણ ભારત દેશમાં મહિલાઓ અસુરક્ષિત છે સંજોગોવશાત તમે ઘરે પરત સહીસલામત ના પહોંચી શકો ઘણા સેલેબ્સ આ જઘન્ય અપરાધ પર નારાજગી વ્યક્ત કરી Twinkle Khanna says: Kolkata Rape-Murder Case ને સમગ્ર દેશમાં ન્યાય અને સુરક્ષાના મામલે...
twinkle khanna પુત્રીને આઝાદીના 78 વર્ષો પછી પણ કેમ જૂની સમાજ શિક્ષા આપી રહી
  • 78 વર્ષ બાદ પણ ભારત દેશમાં મહિલાઓ અસુરક્ષિત છે

  • સંજોગોવશાત તમે ઘરે પરત સહીસલામત ના પહોંચી શકો

  • ઘણા સેલેબ્સ આ જઘન્ય અપરાધ પર નારાજગી વ્યક્ત કરી

Twinkle Khanna says: Kolkata Rape-Murder Case ને સમગ્ર દેશમાં ન્યાય અને સુરક્ષાના મામલે વિરોધના વાદળો ફાટી નીકળ્યા છે. ભારત દેશના દરેક નાગરિકો વિવિધ માધ્યમોના સહારે મૃતક ડૉક્ટર અને તેના પરિવારને ન્યાય આપવા માટે આગળ આવી રહ્યા છે. તે ઉપરાંત 17 ઓગસ્ટના રોજ ભારતીય મેડિકલ સંગઠને બંધનું એલાન જાહેર કર્યું છે. તો બીજી તરફ એક પછી એક બોલીવૂડ કલાકારો પણ Kolkata Rape-Murder Case મામલે અવાજ ઉઠાવી રહ્યા છે.

Advertisement

78 વર્ષ બાદ પણ ભારત દેશમાં મહિલાઓ અસુરક્ષિત છે

ત્યારે આ બધાની વચ્ચે Twinkle Khanna ની એક પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટમાં Twinkle Khanna એ ભારત દેશમાં મહિલાઓની સુરક્ષ પર ચિંતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત Twinkle Khanna એ જણાવ્યુ છે કે, આઝાદીના 78 વર્ષ બાદ પણ ભારત દેશમાં મહિલાઓની અસુરક્ષતામાં કોઈ સુધારો આવ્યો નથી. આજે પણ મહિલાઓ નરાધમોનો શિકાર થઈ રહી છે. પરંતુ Twinkle Khanna એ આ વાત પોસ્ટના માધ્યમથી પોતાની દીકરીને દેશની કરુણતા જણાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, Twinkle Khanna ની એક પુત્રી નિતારા છે. તેણીએ પોસ્ટમાં લખ્યું છે કે, આજે પણ હું મારી પુત્રીને એ જ વાતો અને શિક્ષા સમાજને લઈ આપુ છું, જે આજથી 50 વર્ષ પહેલા મને આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Kolkata Case મામલે અનુપમ ખેરે બાળકોથી લઈ વૃદ્ધોને કરી આ અપલી

Advertisement

સંજોગોવશાત તમે ઘરે પરત સહીસલામત ના પહોંચી શકો

Twinkle Khanna એ વધુમાં જણાવ્યું છે કે, આ દેશમાં અને ગ્રહ પર મારા 50 વર્ષ થઈ ગયા છે. તેમ છતાં આજે પણ હું મારી પુત્રીને એ જ સમાજ શિક્ષા આપી રહી છું. જે મને મારા બારપણમાં આપવામાં આવી હતી. બગીચા કે પછી જાહેર સ્થળ પણ એકલા જઈ શકાય નહીં. કોઈ પણ પુરુષ સાથે એકલી જઈ શકાય નહીં. પછી ભલે ને તે મારા સગા-સંબંધી કેમ ના હોય. વહેલી સવારે કે પછી મધ્ય બપોરે અને ખાસ કરીને રાત્રીના સમયે મહિલાઓએ ઘરથી બહાર ન જવું જોઈએ. આ પ્રતિબંધ પર કોઈ પણ પ્રકારના પ્રશ્નો ન કરવા જોઈએ. કારણ કે... સંજોગોવશાત તમે ઘરે પરત સહીસલામત ના પહોંચી શકો.

Advertisement

ઘણા સેલેબ્સ આ જઘન્ય અપરાધ પર નારાજગી વ્યક્ત કરી

કોલકાતાની આર જી મેડિકલ કોલેજમાં મહિલા તાલીમાર્થી ડૉક્ટર બળાત્કાર અને ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો. ત્યારથી સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ છે. આ ઘટના 9 મી ઓગસ્ટે બની હતી. જેના પર અત્યાર સુધી કરીના કપૂર, કંગના રનૌત, આયુષ્માન ખુરાના, સ્વરા ભાસ્કર, પરિણીતી ચોપરા, આલિયા ભટ્ટ સહિત ઘણા સેલેબ્સ આ જઘન્ય અપરાધ પર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: Stree 2 માં જોવા મળ્યો Robot 2.0 નો પક્ષી રાજન, જુઓ વીડિયો

Tags :
Advertisement

.