Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમીન સાથે જોડાયેલ સુપરસ્ટાર રજનીકાંત

અહેવાલ--કનુ જાની, અમદાવાદ રજનીકાંતની ફિલ્મ જેલરે 600 કરોડ રૂપિયાની કમાણી કરતા જ એ સીધા બસ ડેપો ગયા જ્યાંથી તેમણે બસ કંડક્ટર તરીકે કામ કરવાનુ શરૂ કરેલું. જેલરની 600 કરોડ રૂપિયાની કમાણી સુપરસ્ટાર રજનીકાંત તેમની નવી ફિલ્મ 'જેલર'ની સફળતાની ઉજવણી કરી...
જમીન સાથે જોડાયેલ સુપરસ્ટાર રજનીકાંત
અહેવાલ--કનુ જાની, અમદાવાદ
રજનીકાંતની ફિલ્મ જેલરે 600 કરોડ રૂપિયાની કમાણી કરતા જ એ સીધા બસ ડેપો ગયા જ્યાંથી તેમણે બસ કંડક્ટર તરીકે કામ કરવાનુ શરૂ કરેલું.
જેલરની 600 કરોડ રૂપિયાની કમાણી
સુપરસ્ટાર રજનીકાંત તેમની નવી ફિલ્મ 'જેલર'ની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે. રજનીકાંતની ફિલ્મે વિશ્વભરમાં 600 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
તે એક સમયે બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા
હવે રજનીકાંત આ દિવસોમાં ચાહકોને મળવા માટે આખા દેશનો પ્રવાસ કરી રહ્યા છે. હાલમાં જ તેઓ ઉત્તર પ્રદેશ અને અયોધ્યા પણ પહોંચ્યા હતા. મંગળવારે (29 ઓગસ્ટ), જ્યારે તે બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (BMTC) ના બસ સ્ટેન્ડ પર પહોંચ્યા ત્યારે તે યાદોમાં ખોવાઈ ગયા, જ્યાં તે એક સમયે બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા.
રજનીકાંતનું પહેલાનું નામ શિવાજીરાવ ગાયકવાડ હતું
72 વર્ષના રજનીકાંતનો કરિશ્મા બરકરાર છે. જ્યારે તે જયનગર બસ સ્ટેન્ડ પર પહોંચ્યા ત્યારે તેના ચાહકો ખૂબ ખુશ થઈ ગયા. તેમણે BMTCના ડ્રાઈવરો, કંડક્ટરો અને અન્ય કર્મચારીઓ સાથે ઉષ્માભર્યો સમય વિતાવ્યો. રજનીકાંતનું પહેલાનું નામ શિવાજીરાવ ગાયકવાડ હતું.જ્યારે મહાન તમિલ દિગ્દર્શક સ્વર્ગસ્થ કે. બાલાચંદરે તેમની નોંધ લીધી અને દક્ષિણ ભારતને જ નહી પણ વિશ્વના સીનેમા જગતના એક સુપર સ્ટારની કારકિર્દી શરૂ થઈ.શિવાજીરાવ હવે  રજનીકાંત બન્યા. વર્ષ 1975માં રિલીઝ થયેલી ફિલ્મ 'અપૂર્વ રાગંગલ'માં તેમને ડેબ્યૂ કરવાની તક મળી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં કમલ હાસને પણ કામ કર્યું હતું.
રાઘવેન્દ્ર સ્વામી મઠ પણ ગયા
જ્યારે રજનીકાંત બસ ડેપો પહોંચ્યા ત્યારે BMTC ટ્રાફિક ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સેન્ટર (TTMC)ના કર્મચારીઓએ તેમનું સ્વાગત કર્યું અને તેમને ચારે બાજુથી ઘેરી લીધા. રજનીકાંતે તેમની સાથે થોડો સમય વાત કરી અને તેના ફોટોગ્રાફ્સ પણ ક્લિક કર્યા. કેટલાક ચાહકો તેના પગ સ્પર્શ કરવા પણ લાગ્યા. આ પછી અભિનેતા અહીં રાઘવેન્દ્ર સ્વામી મઠ પણ ગયા. માધવ સંપ્રદાયના 16મી-17મી સદીના સંત-કવિના જીવન પર આધારિત ફિલ્મ 'શ્રી રાઘવેન્દ્ર'માં રજનીકાંતે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
રજનીકાંતનું બાળપણ બેંગલુરુમાં વીત્યું
રિપોર્ટ્સ અનુસાર, રજનીકાંતનું બાળપણ બેંગલુરુમાં વીત્યું હતું. 22 વર્ષની ઉંમર સુધી શહેરમાં અહીં રહેતા હતા.  ફિલ્મોમાં કામ કરવા માટે તેણે ચેન્નાઈને પોતાનું નવું ડેસ્ટિનેશન બનાવ્યું. ચેન્નાઈ જતા પહેલા તેમણે બેંગ્લોર ટ્રાન્સપોર્ટ સર્વિસ (BTS)માં કંડક્ટર તરીકે કામ કર્યું હતું.
2 વર્ષ પછી જેલરમાં અભિનય કર્યો 
વર્ષ 2023 રજનીકાંત માટે ઘણું સારું રહ્યું છે. 2 વર્ષ પછી મોટા પડદા પર પરત ફરનાર નેલ્સન દિલીપ કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જેલર'માં અભિનય કર્યો. ફિલ્મ 10 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. રજનીકાંતનું જમા પાસું એ છે કે સુપરસ્ટાર હોવા છતાં,ચાહકો માટે ભગવાન જેવા હોવા છતાં એ હંમેશ જમીન સાથે જ જોડાયેલ રહે છે.સાદગી અને ગ્લેમર વર્લ્ડના સુપરસ્ટાર હોવા છતાં જેવા છે એવા જાહેરમાં દેખાવામાં જ માને છે.
Advertisement
Tags :
Advertisement

.