એવોર્ડ વિજેતા 'Bharat Maro desh che' ની સ્ક્રીનિંગ ઇવેન્ટ, સ્ટાર કાસ્ટે Gujarat First સાથે શેયર કર્યા અનુભવ
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Gujarati film industry) હવે નવા વિષય અને નવા વિઝન સાથે ફિલ્મો બનાવી રહી છે. જે જનતાને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ત્યારે આવી જ એક ફિલ્મ 'ભારત મારો દેશ છે' (Bharat Maro desh che) હાલ ખૂબ જ ચર્ચામાં છે. અમદાવાદના એક્રોપોલિસ PVR મોલ ખાતે આ ફિલ્મ માટે ખાસ સ્ક્રીનિંગ ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્શકો, સ્ટાર કાસ્ટ અને અગ્રણીઓએ હાજરી આપી હતી. આ ફિલ્મ આજની સત્ય ઘટના આધાર કાર્ડ અને પાનકાર્ડ જેવા વિષય પર આધારિત છે. આ ફિલ્મને રાજ્ય સરકાર તરફથી 6 એવોર્ડ પણ મળ્યા છે.
Ahmedabad : 'ભારત મારો દેશ છે' ફિલ્મની ખાસ સ્ક્રીનિંગમાં દાનિશા ઘુમરા સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત | Gujarat First@GhumraDenisha #ahmedabad #BharatMaroDeshChe #DanishaGhumra #DhollywoodNews #GujaratiFilm #AwardWinningfilm #EntertainmentNews #GujaratFirst pic.twitter.com/T04Zpi1d0W
— Gujarat First (@GujaratFirst) March 22, 2024
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી ફિલ્મો આવી રહી છે જે દર્શકોને થિયેટર સુધી ખેંચવામાં સફળ રહી છે. ત્યારે એવી જ વધુ એક ફિલ્મ 'ભારત મારો દેશ છે' (Bharat Maro desh che) આવી છે. જે લોકોને ખૂબ જ પસંદ આવી છે. તાજેતરમાં અમદાવાદના એક્રોપોલિસ PVR મોલ (Acropolis PVR Mall) ખાતે ભાવિન ત્રિવેદી દ્વારા ડાયરેક્ટ કરેલ આ ફિલ્મ માટે ખાસ સ્ક્રીનિંગ ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્શકોએ હાજરી આપી હતી. આ ફિલ્મની વિશેષતા આઇડેન્ટી ફોકસ વિષય અને અદભૂત વાર્તા છે. જણાવી દઈએ કે, ગુજરાતી મૂવી 'ભારત મારો દેશ છે' જેને રાજ્ય સરકાર તરફથી 6 એવોર્ડ પણ મળી ચૂક્યા છે.
Ahmedabad : 'ભારત મારો દેશ છે' ફિલ્મને રાજ્ય સરકાર તરફ થી 6 એવોર્ડ મળ્યા છે । Gujarat First#ahmedabad #BharatMaroDeshChe #DhollywoodNews #GujaratiFilm #AwardWinningfilm #EntertainmentNews #GujaratFirst pic.twitter.com/4DXWMyE3pd
— Gujarat First (@GujaratFirst) March 22, 2024
અમદાવાદમાં (Ahmedabad) યોજાયેલ આ ગુજરાતી ફિલ્મની સ્ક્રીનિંગ ઇવેન્ટમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે ધારાસભ્ય અમિતભાઇ ઠાકર (MLA Amitbhai Thakar) અને દર્શકો હાજર રહ્યા હતા. સ્ક્રીનિંગ ઇવેન્ટ દરમિયાન પબ્લિક અને સ્ટાર કાસ્ટ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સુકતા દર્શાવી હતી. કોરોના સમયની આસપાસ 2021 માં બનેલી આ ગુજરાતી ફિલ્મ (gujarati Movie) ને લઈ ફિલ્મની સ્ટાર કાસ્ટ અને પ્રોડ્યુસરે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે પોતાના અદભૂત સફરની વાત શેયર કરી હતી. સ્ટાર કાસ્ટે ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે, આ ફિલ્મ રિયલ લોકેશન એવી ખાસ વડાલી મદારી વસાહતની જગ્યામાં શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં અદભુત લોકેશન અને સ્ટાર કાસ્ટે પાત્રોને દિલથી નિભાવ્યા છે. આ સાથે ફિલ્મની સ્ટાર કાસ્ટે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું ઉજ્જવળ ભવિષ્યની આશા પણ દર્શાવી હતી.
Ahmedabad : 'ભારત મારો દેશ છે' ફિલ્મની ખાસ સ્ક્રીનિંગમાં પ્રોડ્યૂસર ક્રિષ્ના શાહ સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત | Gujarat First#ahmedabad #BharatMaroDeshChe #DhollywoodNews #GujaratiFilm #AwardWinningfilm #EntertainmentNews #GujaratFirst pic.twitter.com/Ck364d5lhf
— Gujarat First (@GujaratFirst) March 22, 2024
અમદાવાદના એક્રોપોલિસ PVR મોલ ખાતે યોજાયેલ ગુજરાત ફિલ્મ 'ભારત મારો દેશ છે' ના સ્ક્રીનિંગ ઇવેન્ટમાં હિતુ કનોડિયા (Hitu Kanodia), પ્રશાંત બારોટ (Prashant Barot), દાનિશા ઘુમરા, પ્રોડ્યૂસર ક્રિષ્ના શાહ (Krishna Shah), પૂર્વી ત્રિવેદી, ધ્વનિ ગૌતમ સહિતના સ્ટાર્સ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌ કોઈએ કહ્યું હતું કે, દરેક ભારતીય અને ખાસ ગુજરાતીઓએ આ ફિલ્મને અચૂક જોવી જોઈએ.
Ahmedabad : 'ભારત મારો દેશ છે' ફિલ્મની ખાસ સ્ક્રીનિંગમાં હિતુ કનોડિયા સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત । Gujarat First
ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે નવા જ વિષય અને વિઝન પર ફિલ્મો બનાવી રહી છે. જે જનતાને ખૂબ જ પસંદ પણ આવી રહી છે. તો આવી જ એક એવોર્ડ વિનિંગ ફિલ્મ 'ભારત મારો દેશ છે'… pic.twitter.com/zio2QaQ5k9
— Gujarat First (@GujaratFirst) March 22, 2024
'ભારત મારો દેશ છે' એ કોરોના (Corona) સમયમાં બનેલી ફિલ્મ છે. તે સમયે ખાસ કોરોનાને કારણે આ ફિલ્મ એટલે પ્રચલિત કે કોઈને જોવામાં ધ્યાન બહાર રહી હતી એટલે જ આ ફિલ્મની ફરી એકવાર સ્ક્રીનિંગ રખાઈ હતી અને સૌ કોઈને જોવી ગમે તેવી અદભૂત આ ફિલ્મ છે તો સૌ 'ભારત મારો દેશ છે' એ ફિલ્મ અચૂક જોવે તેવી અપીલ સાથે હિતુ કનોડિયા અને આ ફિલ્મના કલાકારે આ ફિલ્મ દરમિયાન તેમના અદભૂત અનુભવો શેર કર્યા હતા.
અહેવાલ - પ્રશાંત બારોટ
આ પણ વાંચો - FILM : ગુજરાતી ફિલ્મ “ભારત મારો દેશ છે” ને ગુજરાત રાજ્ય પુરસ્કાર 2021માં મળ્યા 6 એવોર્ડ
આ પણ વાંચો - “બાઝીગર” અને “ખિલાડી” વર્ષો બાદ ફરી મચાવશે સિનેમાઘરોમાં ધૂમ, જાણો શું છે સમગ્ર બાબત
આ પણ વાંચો - Elvish Yadav News Update: એલ્વિશ યાદવને મળ્યા જામીન, 5 દિવસ પછી લકસર જેલમાંથી બહાર આવશે