Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ram Navami 2025: અમિતાભ બચ્ચન સહિત બીટાઉનના સેલેબ્સે ફેન્સને પાઠવી શુભેચ્છા

આજે દેશભરમાં રામ નવમીનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ ઉજવણીમાં બીટાઉન પણ બાકાત નથી. Amitabh Bachchan સહિત અનેક સેલેબ્સે પોતાના ફેન્સને રામ નવમીની શુભેચ્છાઓ પાઠવી છે. વાંચો વિગતવાર.
ram navami 2025  અમિતાભ બચ્ચન સહિત બીટાઉનના સેલેબ્સે ફેન્સને પાઠવી શુભેચ્છા
Advertisement
  • રામ નવમીના શુભ પર્વની અનંત શુભકામનાઓ- અમિતાભ બચ્ચન
  • રામ રસાયન તુમ્હરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા- અજય દેવગન
  • અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી, પરિણીતી ચોપરા, રવિના ટંડને પણ આપી શુભેચ્છાઓ

Bollywood Celebrities સોશિયલ મીડિયા દ્વારા સતત તેમના ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. સેલેબ્સ દરેક તહેવાર પર ફેન્સને શુભેચ્છાઓ પણ પાઠવા હોય છે. આજે રામ નવમીના પવિત્ર પર્વે અમિતાભ બચ્ચન સહિતના સેલેબ્સે પોતાના ફેન્સને સ્પેશિયલ પોસ્ટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે.

Amitabh Bachchan

મીલેનિયમ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને રામ નવમીના પાવન પર્વે ઈન્સ્ટાગ્રામ પર ભગવાન રામની ઘણી તસવીરો શેર કરી. તેમણે કેપ્શન લખ્યું કે, આપને અને આપના પરિવારને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની જન્મજયંતિ, રામ નવમીના શુભ પર્વની અનંત શુભકામનાઓ.

Advertisement

Advertisement

Ajay Devgan

બોલીવૂડ અભિનેતા અજય દેવગણે તો ચોપાઈ લખીને રામ નવમીની શુભકામનાઓ પાઠવી છે. તેણે શ્રી રામની તસવીર શેર કરી જેના પર લખ્યું છે કે, રામ રસાયના તુમ્હરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા.

આ પણ વાંચોઃ  બલ્લે...બલ્લે.. હોલીવૂડ સ્ટાર Will Smith અને Diljit Dosanjhનો વીડિયો વાયરલ, બંનેએ કર્યા જોરદાર ભાંગડા

Akshay Kumar

બોલિવૂડના ખિલાડી કુમારે એટલે કે અક્ષય કુમારે શ્રી રામનો રાજાના સ્વરૂપમાં એક ફોટો શેર કર્યો છે. જેના પર શ્રી રામ લખેલું છે.

Parineeti Chopra

અભિનેત્રી પરિણીતી ચોપરાએ પણ પ્રભુ શ્રી રામની તસવીર શેર કરીને તેના ફેન્સને રામ નવમીની શુભેચ્છા પાઠવી છે.

Tamannaah Bhatia

સાઉથમાંથી પેન ઈન્ડિયા સ્ટાર બનેલ અભિનેત્રી તમન્ના ભાટિયાએ નવરાત્રિના દિવસોમાં માતા કી ચોકીનું આયોજન કર્યુ હતું. હવે આજે તેણીએ ભગવાન રામની પૂજા કરતી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

Raveena Tandon

બોલીવૂડની જાણીતી અભિનેત્રી રવિના ટંડને પણ રામ નવમી પર રામ લલ્લાની એક સુંદર તસવીર શેર કરી અને લખ્યું કે, તમને બધાને રામ નવમીની શુભકામનાઓ...

Shilpa Shetty

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર ભગવાન રામનો ફોટો શેર કર્યો અને ફેન્સને રામ નવમીની શુભેચ્છા પાઠવી.

આ પણ વાંચોઃ Rajinikanthની મચ અવેટેડ ફિલ્મ કુલીની રિલીઝ ડેટ જાહેર....જાણો શું છે Aamir Khan સાથે કનેકશન ?

Tags :
Advertisement
×

Live Tv

Trending News

.

×