ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Khushbu Patani : નેટિઝન્સ કરી રહ્યા છે Disha Patani ની બહેનના વખાણ, જાણો...કેવી રીતે ત્યજાયેલ બાળકીની કરી મદદ ?

બોલીવૂડની અભિનેત્રી દિશા પટણી (Disha Patani) ની બહેનના સોશિયલ મીડિયા પર નેટિઝન્સ વખાણ કરી રહ્યા છે. દિશાની બહેન ખુશ્બુ પટણી(Khushbu Patani)એ એક ત્યજાયેલ બાળકીની સારસંભાળ કરી અને માતાને સોંપી હતી. વાંચો વિગતવાર.
03:06 PM Apr 21, 2025 IST | Hardik Prajapati
બોલીવૂડની અભિનેત્રી દિશા પટણી (Disha Patani) ની બહેનના સોશિયલ મીડિયા પર નેટિઝન્સ વખાણ કરી રહ્યા છે. દિશાની બહેન ખુશ્બુ પટણી(Khushbu Patani)એ એક ત્યજાયેલ બાળકીની સારસંભાળ કરી અને માતાને સોંપી હતી. વાંચો વિગતવાર.
featuredImage featuredImage
Khushbu Patani Gujarat First

Bihar : બોલીવૂડ અભિનેત્રી Disha Patani ની બહેન Khushbu Patani એ માનવતા મહેકાવી છે. ખુશ્બુ પટણીએ એક ત્યજાયેલ બાળકીની સારસંભાળ લીધી અને તેની માતાને ક્ષેમકુશળ પરત કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે ત્યજાયેલ બાળકી માત્ર 8 મહિનાની છે. ખુશ્બુ પટણી (Khushbu Patani) એ માનવતાના મૂલ્યો ઉજાગર કરીને આ ત્યજાયેલ બાળકીની પ્રેમથી સારસંભાળ લીધી અને બાળકીની માતાને ક્ષમકુશળ સોંપી છે.

શું છે સમગ્ર ઘટના ?

બિહારમાં એક મહિલા તેની 8 મહિનાની બાળકી સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. ટ્રેન બદલવા માતા બાળકી સાથે સ્ટેશન પર ઉતરી. આ દરમિયાન બાળકી માટે દૂધની વ્યવસ્થા કરવા જતાં તેણીએ આ બાળકીનો હવાલો સ્ટેશન પર ઊભેલા એક વ્યક્તિને સોંપ્યો હતો. જો કે થોડીવાર થયા છતાં માતા પરત ન ફરતા આ વ્યક્તિએ બાળકીને રેલવે સ્ટેશન નજીક આવેલ પોલીસ લાઈનમાં ત્યજી દીધી હતી. આ બાળકીના રડવાનો અવાજ Disha Patani ની માતા સાંભળી ગઈ. તેણીએ પોતાની પુત્રી અને દિશા પટણીની બહેન ખુશ્બુ પટણી (Khushbu Patani) ને આ બાબત જણાવી. ખુશ્બુ પટણી સત્વરે બાળકી પાસે પહોંચી ગઈ. તેણીએ બાળકીની માતા ન આવી ત્યાં સુધી બાળકીની સારસંભાળ લીધી હતી. બાળકીને રમકડા અને નવા કપડા પણ અપાવ્યા હતા. ખુશ્બુ પટણીએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને સાંજ સુધીમાં માતા મળી જતા બાળકીને ક્ષેમકુશળ સુપરત કરી હતી.

આ પણ વાંચોઃ  Bollywood News: 18મી વેડિંગ એનિવર્સરી પર ઐશ્વર્યા રાય બચ્ચને પોસ્ટ કરેલ વ્હાઈટ ઈમોજી શું સૂચવે છે ?

કોણ છે ખુશ્બુ પટણી?

બોલીવૂડની અભિનેત્રી Disha Patani ની બહેન Khushbu Patani એક શક્તિશાળી મહિલા છે. તેણી આર્મીમાં સેવા બજાવી ચૂકી છે. તેણીએ વીઆરએસ લઈને અત્યારે રીટાયર્ડ લાઈફ જીવી રહી છે. ખુશ્બુ પટણી પોતાના માતા પિતા સાથે આ ઘટના જે પોલીસ લાઈનની પાસે બની તેની પાસે જ રહે છે. તેથી જ ખુશ્બુની માતા રડતી બાળકીનો અવાજ સાંભળી શકી અને ખુશ્બુને જાણ કરી શકી. ખુશ્બુને ખબર પડતાં જ તેણી દિવાલ કુદીને બાળકી પાસે પહોંચી ગઈ હતી. ખુશ્બુ દ્વારા તેના પિતા જે પોલીસ ઓફિસર છે તેમને જાણ કરાઈ હતી. ત્યારબાદ ચાઇલ્ડ લાઈનની દેખરેખ હેઠળ જિલ્લા હોસ્પિટલના બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. નેટિઝન્સ ખુશ્બુ પટણીના આ પરાક્રમ અને માનવતાના કાર્ય બદલ મોફાટ વખાણ કરી રહ્યા છે. નેટિઝન્સ તેને બ્રાવો ગર્લ ગણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ  Ananya Pandey: KesariChapter2 ની અભિનેત્રીના બાળપણનો કવિતા ગાતો વીડિયો થયો વાયરલ

Tags :
Abandoned baby rescueBiharBrave actBravo GirlDISHA PATANIGujarat FirstGUJARAT FIRST NEWShumanitarian actInspiring real-life storiesKhushbu PataniKindness act in BiharNetizens praise Khushbu Patani