Lucky ALi And IAS Officer: ગાયક લકી અલીએ IAS Rohini Sindhuri અને પોલીસ પર ગેરકાયદેસર જમીન જપ્ત કરવાનો કર્યો આરોપ
Lucky ALi And IAS Officer: ગાયક Lucky ALi એ IAS અધિકારી Rohini Sindhuri, તેમના પતિ અને તેમના દેવર પર જમીન ગેરકાયદેસર રીતે જપ્ત કરવાની કર્નાટકના લોકયુક્તમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની માહિતી સિંગર Lucky ALi એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેર કરી છે. દરેકના નામજોગ જમીન જપ્ત કરી હોવાની માહિતી આપવામાં આવી છે.
ગાયક Lucky ALi એ કાનૂન વિરોધી હલચલનો ખુલાસો કર્યો
પોલીસ કર્મચારીઓ IAS Rohini Sindhuri ની મદદ કરી રહ્યા
IAS Rohini Sindhuri મદદ કરી રહી ભૂ-માફિયાઓને
ગાયક Lucky ALi એ જે દસ્તાવેજનો ફોટો શેર કર્યો છે, તેમાં લખવામાં આવ્યું છે કે, IAS Rohini Sindhuri , તેમના પતિ સુધીર રેડ્ડી અને તેમના દેવર મધુસૂદન રેડ્ડી પર આરોપ લગાવવામાં આવ્યાછે. અધિકારીઓ દ્વારા સરકારી સંસાધનનો ગેરનીતિથી ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી રીતે તેમની જમીન પર ગેરકાયદેસર રીતે હક મેળવવામાં આવ્યો છે. જોકે આ પહેલીવાર નથી, જ્યારે ગાયક Lucky ALi એ કાનૂન વિરોધી હલચલનો ખુલાસો કર્યો હોય.
પોલીસ કર્મચારીઓ IAS Rohini Sindhuri ની મદદ કરી રહ્યા
— Lucky Ali (@luckyali) June 20, 2024
તો સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે અંગે ફરિયાદન નોંધવામાં આવી છે. જોકે સિંગર Lucky ALi અને IAS Rohini Sindhuri વચ્ચે લાંબાગાળાથી જમીન મામલે કેસ ચાલી રહ્યો છે. થોડા મહિના પહેલા પણ સિંગર Lucky ALi એ આરોપો લગાવ્યા હતાં. જેમાં જણાાવવામાં આવ્યું હતું કે, સ્થાનિક અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ IAS Rohini Sindhuri ની મદદ કરી રહ્યા છે. ત્યારે આ મામલામાં મોટા અધિકારીઓ કાર્યવાહી કરે, તેવી માગ કરી હતી.
IAS Rohini Sindhuri મદદ કરી રહી ભૂ-માફિયાઓને
તે ઉપરાંત ભૂ-માફિયાઓએ ગેરનીતિથી ખેતરો પર હક મેળવવામાં આવે છે. આ સંપૂર્ણ જમીન યેલહંકના કંચનહલ્લીમાં રહેલી છે. તેમણે ડિસેમ્બર 2022 માં કર્ણાટકની પોલીસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ સંપૂર્ણ મામલે માહિતી આપી હતી. તેમાં લખ્યું હતું કે, તેમના ખેતર પર એક IAS Rohini Sindhuri ની મદદથી બેંગલોરના ભૂ-માફિયા સુધીર રેડ્ડી અને મધુ રેડ્ડી ગેરકાયદેસર રીતે જમીન પડાવી રહ્યા છે.
આ પણ વાંચો: બાહુબલીની દેવસેના એટલે કે Anushka Shetty ને છે આ દુર્લભ બીમારી…