Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચકચારી કેસના આરોપી અભિનેતાને 6 સપ્તાહ માટે જામીન મળ્યા

Darshan Thoogudeepa granted Bail : સામે પક્ષના વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો
ચકચારી કેસના આરોપી અભિનેતાને 6 સપ્તાહ માટે જામીન મળ્યા
  • Darshan Thoogudeepa ને જામીન મળ્યા
  • સામે પક્ષના વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો
  • તેમને આજીવન કારાવાસની સજા ભોગવવી પડશે

Darshan Thoogudeepa granted Bail : Actor Darshan Thoogudeepa એ Karnataka High Court દ્વારા રાહત આપવામાં આવી છે. તેના અંતર્ગત Darshan Thoogudeepa ને Karnataka High Court એ જામીન આપ્યા છે. જોકે શારીરિક સમસ્યાને કારણે Darshan Thoogudeepa ને રાહત આપવામાં આવી છે. Darshan Thoogudeepa અને તેના મિત્રો ઉપર કુલ 15 લોકો ઉપર એક ફેનની હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો આ હત્યા જૂન મહિનામાં કરવામાં આવી હતી. જ્યારે આ મામલે પોલીસ કડક કવાયત હાથ ધરી, ત્યારે આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

Darshan Thoogudeepa ને જામીન મળ્યા

Darshan Thoogudeepa ને પણ આ હત્યાના આરોપમાં ધરપકડ કરીને જેલમાં મોકલ્યો હતો. ત્યારે તાજેતરમાં આ કેસમાં સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે Darshan Thoogudeepa ને 6 સપ્તાહ માટે જામીન આપવામાં આવ્યા છે. જોકે બંને પક્ષના વકીલોની દલીલ સાંભળીને Karnataka High Court દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ મામલે 29 ઓગસ્ટના રોજ Karnataka High Court માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે Darshan Thoogudeepa ના વકીલે જણાવ્યું હતું કે, Darshan Thoogudeepa ના પગની બીમારીમાં વધારો થવા લાગ્યો છે.

આ પણ વાંચો: Bollywood : કેટલાંક ગીતનો કેફ એકવાર ચડી જાય પછી ઊતરવો અઘરું બની જાય

Advertisement

સામે પક્ષના વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

Darshan Thoogudeepa એ જણાવ્યું હતું કે, મૈસૂરમાં આવેલી એક હોસ્પિટલમાં તેના પગની બીમારીના નિદાન માટે સારવાર ચાલી રહી હતી. તેથી તેને ફરીવાર તે હોસ્પિટલમાં સારવાર માટે જમાનત આપવામાં આવે. જોકે આ મામલે સામે પક્ષના વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, Darshan Thoogudeepa ની સારવાર બેંગલોરમાં પણ થઈ શકે છે. તે ઉપરાંત સરકારી મેડિકલ બોર્ડ દ્વારા Darshan Thoogudeepa ની બીમારીની તપાસ પણ કરવી જોઈએ.

Advertisement

તેમને આજીવન કારાવાસની સજા ભોગવવી પડશે

પરંતુ Darshan Thoogudeepa ના વકીલ અને સરકારી વકીલની તમામ દલીલો સાંભળીને આ નિર્ણય ફટકારવામાં આવ્યો હતો. તેના અંતર્ગત ગઈકાલે Actor Darshan Thoogudeepa ને મેડિકલ તપાસ માટે 6 સપ્તાહ માટે જમાનત આપવામાં આવી છે. જોકે આ અંગે આગામી દિવોસો પણ સુનાવણી યોજાવાની છે. જો આ આરોપમાં Actor Darshan Thoogudeepa દોષી સાબિત થશે, તો તેમને આજીવન કારાવાસની સજા ભોગવવી પડશે.

આ પણ વાંચો: 'જો 2 કરોડ નહીં ચૂકવાય, તો જાનથી મારી નાખીશું', સલમાનને ફરી મળી ધમકી

Tags :
Advertisement

.