Hina khan: હિના ખાનની હિંમત તૂટી, વીડિયો જોઈને થશો ભાવુક
- હિના ખાન કેન્સર જેવી જીવલેણ બીમારી સામે ઝઝૂમી
- જો આપણે તેના પર મન મૂકીએ તો કંઈપણ અશક્ય નથી: હિના ખાન
- આ સફરના સૌથી મુશ્કેલ તબક્કાને સુંદર બનાવવાનો પ્રયાસ
Hina khan: ટીવી અભિનેત્રી હિના ખાન (Hinakhan)હાલમાં કેન્સર (Breast cancer)જેવી જીવલેણ બીમારી સામે ઝઝૂમી રહી છે. જ્યારથી હિનાએ જાહેરાત કરી હતી કે તેને બ્રેસ્ટ કેન્સર છે ત્યારથી ફેન્સનું દિલ તૂટી ગયું છે. અભિનેત્રી માટે આ સૌથી મુશ્કેલ સમય છે એમ કહેવું ખોટું નહીં હોય. જોકે, અભિનેત્રી જે હિંમતથી આ યુદ્ધ લડી રહી છે તે વખાણવાલાયક છે. હિના સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે તેના સ્વાસ્થ્ય સંબંધિત દરેક અપડેટ શેર કરતી રહે છે. તે જ સમયે, ફેન્સ પણ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન હિના ખાને એક વીડિયો (video viral)શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી પોતાનું માથાનું મુંડન કરાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં અભિનેત્રીની હિંમત જોઈને તમે ખરેખર ગર્વ અનુભવશો.
આ પણ વાંચો -Pushpa 2: The Rule ના સેટ પરથી Climax નો વીડિયો થયો લીક, જુઓ વીડિયો
મુંડન કરાવતી વખતે વિડીયો શેર કર્યો
તમને જણાવી દઈએ કે હિના ખાને થોડા દિવસો પહેલા એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે તેના લાંબા વાળ ટૂંકા કરતી જોવા મળી હતી.હકીકતમાં અભિનેત્રીએ કીમોથેરાપી બાદ તેના વાળ ટૂંકાવી દીધા હતા. તેના લાંબા વાળ કપાતા જોઈને તેની માતા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. હવે હિનાએ એક મોટું પગલું ભરીને તેના બધા વાળ કાઢી નાખ્યા છે. હિના ખાનનું માથું મુંડાવવાનો આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સામે આવ્યો છે.
કેન્સરનો દર્દ ચહેરા પર દેખાયો
વાયરલ વીડિયોમાં હિના ખાન ટ્રીમર વડે માથાના હેર ઉતારતી જોવા મળે છે. તેના ચહેરા પર કેન્સરની પીડા સ્પષ્ટ દેખાઈ રહી છે. વિડિયોમાં તેણે ચાહકોને બતાવ્યું છે કે કેવી રીતે તેના વાળને નીકાળી રહી છે અને હાથની મુઠ્ઠીમાં કેવી રીતે વાળ આવી જાય છે. આ જ કારણ છે કે તેણે માથાના હેર નીકાળવાનો નિર્ણય લીધો છે. વીડિયો શેર કરવાની સાથે હિનાએ એક કેપ્શન આપ્યું છે જેમાં તેણે લખ્યું છે કે, 'Pixie સે ગુડબાય, હવે તેને બંધ કરવાનો સમય આવી ગયો છે!'
આ પણ વાંચો -Tanushree Dutta-કિસિંગ સીનને `ભાઈ બહેન`ની કેમેસ્ટ્રી ગણાવી
હિના ખાને આગળ લખ્યું હતું કે, 'આ સફરના સૌથી મુશ્કેલ તબક્કાને સુંદરતાના દૃષ્ટિકોણથી સામાન્ય બનાવવાનો આ બીજો પ્રયાસ છે. યાદ રાખો..આપણી શક્તિ આપણી ધીરજ અને શાંતિ છે. જો આપણે તેના પર મન મૂકીએ તો કંઈપણ અશક્ય નથી...માઈન્ડ ઓવપ મેટર...દુઆ.' વિડિયો સાથે હિના કહી રહી છે કે 'તમે આ યુદ્ધ ત્યારે જ જીતી શકશો જ્યારે તમે તમારી જાતને અપનાવશો. હું મારા આ યુદ્ધના ઘાને ભેટી રહ્યી છું.
આ પણ વાંચો -Kiara Advani-શિક્ષિકામાંથી હિરોઈન બનનાર કિયારાનો આજે જન્મદિન
તમે તમારું માથું મુંડન કરવાનું કેમ નક્કી કર્યું?
હિના ખાને વધુમાં કહ્યું હતું કે 'હું તે પ્રક્રિયામાંથી પસાર થવા માંગતી નથી જ્યારે હું મારા વાળને સ્ટ્રોક કરું છું ત્યારે મારા હાથમાં મુઠ્ઠીભર વાળ આવે છે. તે ખૂબ જ તણાવપૂર્ણ છે. એ તબક્કામાં જતાં પહેલાં મારા હાથમાં જે છે તે હું કરવા માંગુ છું. આ સફરમાં મને શારીરિક પીડા થશે પરંતુ હું માનસિક રીતે મજબૂત છું અને રહેવા માંગુ છું. તો બીજી તરફ હિનાનો વીડિયો જોયા બાદ ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.