Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

HARDIK PANDYA: કૃણાલ પંડયા રડ્યો ત્યારે પીગળ્યું નતાશાનું દિલ, કહી આ વાત

HARDIK PANDYA: અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા (HARDIK PANDYA)ખરેખર અલગ થઈ ગયા છે કે પછી તેમના છૂટાછેડાના સમાચાર માત્ર અફવા છે આ સવાલ દરેક ફેન્સના મનમાં થઈ રહ્યો છે. તેમના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ફરી રહ્યા...
12:19 PM Jul 07, 2024 IST | Hiren Dave

HARDIK PANDYA: અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા (HARDIK PANDYA)ખરેખર અલગ થઈ ગયા છે કે પછી તેમના છૂટાછેડાના સમાચાર માત્ર અફવા છે આ સવાલ દરેક ફેન્સના મનમાં થઈ રહ્યો છે. તેમના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. હાર્દિક અને નતાશા(NATASA STANKOVIC)નું બોન્ડિંગ ખૂબ જ ખાસ અને પ્રેમાળ હતું છતાં પણ તેમના વચ્ચે અણબનાવના અહેવાલ એ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.

કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક અને નતાશા વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે અને તેઓ સાથે નથી રહેતા. જો કે આ તમામ સમાચારો પર હાર્દિક અને નતાશા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ દરમિયાન નતાશા સ્ટેનકોવિકે કંઈક એવું કર્યું છે જેણે તેના ચાહકોના હૃદયમાં આશાનું કિરણ જગાવી દીધું છે. ચાહકો ખુશ છે કે કદાચ નતાશા અને હાર્દિક વચ્ચે બધુ બરાબર છે.

નતાશાની પ્રતિક્રિયાથી ફેન્સ ખુશ થયા

તમને જણાવી દઈએ કે કૃણાલ પંડ્યાએ તેના ભાઈ હાર્દિક પંડ્યા માટે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. કૃણાલે તેના નાના ભાઈ સાથેના તેના સંબંધો અને ક્રિકેટર દ્વારા સામનો કરવામાં આવેલા સંઘર્ષ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. આ સિવાય તેણે તેના નાના ભાઈ પ્રત્યેના પ્રેમ વિશે લખ્યું હતું. કૃણાલની ​​આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેણે ચાહકોનું ધ્યાન પણ ખેંચ્યું હતું. કૃણાલની ​​આ પોસ્ટ પર ચાહકોએ પણ પ્રતિક્રિયા આપી હતી. નવાઈની વાત એ છે કે નતાશાએ પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.

છૂટાછેડાને લઈને શા માટે પ્રશ્નો ઉભા થાય છે?

તમને જણાવી દઈએ કે કૃણાલ પંડ્યાની પોસ્ટને લાઈક કરનારા ફેન્સમાં નતાશા સ્ટેનકોવિકનું નામ પણ સામેલ છે. અભિનેત્રીએ ક્રિકેટરની પોસ્ટને લાઈક કરી છે જેને જોઈને ચાહકોના મનમાં એક આશા જાગી છે. ચાહકો પણ હવે આશા રાખી રહ્યા છે કે નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા સાથે આવે. હાર્દિક પંડ્યા ટી-20 વર્લ્ડ કપ જીતીને ભારત પરત ફર્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પરંતુ તેની પત્ની નતાશા તરફથી કોઈ પોસ્ટ બહાર આવી નથી.

 

ચાહકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે

તમને જણાવી દઈએ કે મેચ દરમિયાન પણ નતાશા સ્ટેનકોવિક એક વખત પણ તેના પતિ હાર્દિક પંડ્યાને સપોર્ટ કરવા માટે આવી ન હતી. તેમજ તેમના માટે કોઈ અભિનંદન સંદેશ પણ લખવામાં આવ્યો ન હતો. આ જ કારણ છે કે ચાહકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે નતાશા અને હાર્દિકના સંબંધોમાં કંઇક સારું નથી ચાલી રહ્યું. હાલમાં જ હાર્દિકે પણ પોતાના પુત્ર અગસ્ત્ય સાથે કેટલીક તસવીરો શેર કરીને જીતનો આનંદ માણ્યો હતો. આ તસવીરોમાં નતાશા સંપૂર્ણપણે ગાયબ દેખાઈ રહી છે.

આ પણ  વાંચો  - Hardik Pandya પરત આવતા જ પત્ની Natasa Stankovic એ શું કહ્યું…?

આ પણ  વાંચો  - IND vs ZIM : ભારતીય ટીમની કારમી હાર, ઝિમ્બાબ્વે સામે ફેલ થઇ યંગ ઈન્ડિયા

આ પણ  વાંચો  - ભારતીય ટીમ ઉપર થયો પૈસાનો વરસાદ, હવે આ રાજ્યએ કરી 11 કરોડના ઈનામની જાહેરાત

Tags :
BCCICaptain Rohit SharmaCricketentertainmentGujarat FirstHardik PandyaHardik Pandya Natasa Stankovic-Hardik Panday Separation Rumoursinstagram postKRUNAL PANDYANATASA STANKOVICT20-World-Cup-2024Team Indiatearjerker
Next Article