હાર્દિક પંડ્યાએ તેના પુત્રને લઈને ભાવૂક વીડિયો કર્યો પોસ્ટ, અને કહી આ વાત....
તેના પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે
Hardik Pandya એ પોતાના પુત્ર માટે પોતાની લાગણી વ્યક્ત કરી છે
તેમના બાળકો પર વધુ કડક વલણ ન અપનાવે
Agastya's Birthday: તાજેતરમાં Nataša Stanković અને Hardik Pandya એ 18 જુલાઈના રોજ છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતાં. દંપતીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને છૂડાછેડાની માહિતી આપી હતી. તો Hardik Pandya અને Nataša Stankovićએ પોતાના 4 વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ લગાવ્યું છે. ત્યારબાદ Nataša Stanković તેના પુત્ર સાથે અગસ્ત્ય સાથે તેના વતન સાર્બિયા જતી રહી છે.
તેના પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે
ત્યારે આ દિવસોમાં Nataša Stanković તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયામાં છે. હવે અલગ થયા બાદ Hardik Pandya અને Nataša Stankovićએ તેમના પુત્ર અગસ્ત્યનો જન્મદિવસ ઉજવ્યો. બંનેએ નાના અગસ્ત્ય માટે અલગ-અલગ પોસ્ટ શેર કરી અને તેમના પુત્રને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. Nataša Stanković અને Hardik Pandyaની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. Nataša Stankovićએ અગસ્ત્ય સાથે અનેક ફોટો શેર કરીને તેના પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
View this post on Instagram
આ પણ વાંચો: શું Vijay Sethupathi એ ફિલ્મ Maharaja માટે એક રૂપિયાની ફી નથી લીધી?
Hardik Pandya એ પોતાના પુત્ર માટે પોતાની લાગણી વ્યક્ત કરી છે
જ્યારે Hardik Pandya એ પુત્રને શુભેચ્છા પાઠવતો એક વીડિયો પણ શેર કર્યો હતો. Nataša Stanković એ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના પુત્ર સાથે ઘણી તસવીરો પણ શેર કરી હતી, આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું- 'હેપ્પી બર્થડે મારા બુબા. હું હંમેશા તમારી સાથે છું. બીજી તરફ, Hardik Pandya એ પણ તેના પુત્રના જન્મદિવસ પર એક ખૂબ જ ક્યૂટ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં Hardik Pandya તેના પુત્ર સાથે મસ્તી કરતો જોઈ શકાય છે. વિડિયો શેર કરતી વખતે Hardik Pandyaે પોતાના પુત્ર માટે પોતાની લાગણી વ્યક્ત કરી છે.
તેમના બાળકો પર વધુ કડક વલણ ન અપનાવે
Hardik Pandya એ કેપ્શનમાં લખ્યું- 'તમે મને દરરોજ આગળ વધવાની પ્રેરણા આપો છો. Crime માં મારા સાથીદારને જન્મદિવસની શુભેચ્છાઓ. તો તાજેતરમાં જ Nataša Stanković એ પેરેન્ટિંગ પર એક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેણે પેરેન્ટ્સને કહ્યું હતું કે તેઓ તેમના બાળકો પર વધુ કડક વલણ ન અપનાવે. તમારા બાળકો પર કઠોર ન બનો કારણ કે દુનિયાએ એક પડકારોથી બનેલી જગ્યા છે.
આ પણ વાંચો: મહિલાએ જાળમાં ફસાવી નિર્દેશક સાથે અંગત પળનો વીડિયો કર્યો વાયરલ, જુઓ વીડિયો