Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મંડી ક્વીન કંગનાએ બંગાળના મુખ્યમંત્રી પાસે મદદની ગુહાર લગાવી

નિર્દેશકની પત્નીના વ્હારે આવી મંડી ક્વીન કંગના કંગના રનૌતે બંગાળની મુખ્યમંત્રીને નિવેદન પાઠવ્યું સનોજ મિશ્રાને છેલ્લા 2.5 વર્ષથી ધમકીઓ મળતી Sanoj Mishra Missing: The Diary Of West Bengal ની ફિલ્મ રિલીઝ થતા પહેલા વિવાદના વાદળો વચ્ચે ફસાઈ રહી છે....
04:40 PM Aug 22, 2024 IST | Aviraj Bagda
Kangana Ranaut seeks help from Mamta Banerjee as 'The Diary of West Bengal' director Sanoj Mishra goes missin

Sanoj Mishra Missing: The Diary Of West Bengal ની ફિલ્મ રિલીઝ થતા પહેલા વિવાદના વાદળો વચ્ચે ફસાઈ રહી છે. કારણ કે.... તાજેતરમાં સમાચાર સામે આવ્યા છે કે, The Diary Of West Bengal ના નિર્દેશક સનોજ મિશ્રા લાપતા છે. જોકે સનોજ મિશ્રાની પત્નીના જણાવ્યા અનુસાર તેઓ એક સપ્તાહ કરતા વધારે સમયથી ધરે પરત ફર્યા નથી. તેમણે આ મામલે લખનૌ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. જોકે તેમની સનોજ મિશ્રા મૂળરૂપે લખનૌમાં તેમની પત્ની સાથે રહેતા હતાં. પરંતુ The Diary Of West Bengal ના નિર્દેશન માટે તેઓ Kolkata ગયા હતાં.

નિર્દેશકની પત્નીના વ્હારે આવી મંડી ક્વીન કંગના

ત્યારે થોડા દિવસો પહેલા કોલકતા પોલીસે The Diary Of West Bengal ના મામલે Sanoj Mishra ને પૂછપરછ માટે બોલાવ્યા હતાં. જોકે તે પછી જ તેમનો બંને ફોન બંધ આવે છે. તે ઉપરાંત આ મામલે Kolkata Police ને પણ કોઈપણ પ્રકારની માહિતી નથી. ત્યારે આ મામલે ઉત્તર પ્રદેશ સૌ પ્રથમ Sanoj Mishra ની પત્નીએ અભિનેતા અને ભાજપ નેતા રવિ કિશન અને મનોજ તિવારી પાસે મદદ માગી હતી. પરંતુ તેમણે મદદ માટે આગળ આવ્ય ન હતાં. ત્યારે તેમની પત્નીએ મંડીની સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પાસે મદદની આશા વ્યક્ત કરી હતી. તે બાદ કંગના રનૌતે મહિલાને મદદ આપવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો: આશા પારેખને મહારાષ્ટ્ર સરકારે કર્યા રાજ કપૂર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત

Sanoj Mishra Missing

કંગના રનૌતે બંગાળની મુખ્યમંત્રીને નિવેદન પાઠવ્યું

તેથી કંગના રનૌતે તેના સત્તાવાર Instagram Account પર Sanoj Mishra નો ફોટો મૂકીને લખ્યું હતું કે, આ Sanoj Mishra છે. તેમની ફિલ્મ The Diary Of West Bengal માટે તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેના અંતર્ગત 14 ઓગસ્ટના રોજ તેમને Kolkata બોલાવવામાં આવ્યા હતાં. જોકે તેઓ તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસની સુનાવણી માટે તેમને બોલાવવામાં આવ્યા હતાં. જોકે તે બાદ તેઓ લાપતા થઈ ગયા છે. જે બાદ તેમની પત્ની સતત મને ફોન કરી રહી છે. તેમની પત્ની ખુબ જ પરેશાન છે, અને તે હાલમાં બંગાળ જવા માટે નિકળી ગઈ છે. ત્યારે હું બંગાળા મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે મદદ માગું છું કે, Sanoj Mishra ને વહેતી તકે શોધી આપે.

સનોજ મિશ્રાને છેલ્લા 2.5 વર્ષથી ધમકીઓ મળતી

The Diary Of West Bengal નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. જે બાદ The Diary Of West Bengal અને તેના નિર્દેશક Sanoj Mishra ને લઈ વિવાદ શરું થઈ ગયો હતો. જે બાદ તેઓ Kolkata ગાય હતાં અને તે સમયથી તેઓ લાપતા છે. જોકે સનોજ મિશ્રાએ The Diary Of West Bengal પહેલા કાશી ટૂ કશ્મીર ગજનવી, રામ કી જન્મભૂમિ, શશાંક અને ગાંધીગીરી જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. તેમની પત્નીના જણાવ્યા અનુસાર, Sanoj Mishra ને છેલ્લા 2.5 વર્ષથી વિવિધ પ્રકારની ધમકીઓ મળતી.

આ પણ વાંચો: Hema Malini: ફેન્સની હરકતોથી ડ્રીમ ગર્લ થઈ ગુસ્સે,જુઓ video

Tags :
bengal violenceDirector Sanoj Mishra MissingEntertainment NewsFilm Director Sanoj MishraGujarat FirstKangana RanautKOLKATA RAPE CASEMamata BanerjeeSanoj MishraSanoj Mishra MissingSushant Singh RajputThe Dairy of West BengalThe Diary of West BengalWest Bengal Chief Minister
Next Article