Bollywood ક્યારે પણ પુષ્પા જેવી ફિલ્મ નહીં બનાવી શકે: Anurag Kashyap
- Hindi cinema કોઈપણ પ્રકારનું જોખમ લેવા માગતું નથી
- દરેક વ્યક્તિ યુનિવર્સ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા
- 1760 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે
Director Anurag Kashyap : ફિલ્મ નિર્માતા અને અભિનેતા Anurag Kashyap એ ફરી એકવાર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નિશાન સાધ્યું છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ફિલ્મ નિર્માતા Anurag Kashyap એ કહ્યું હતું કે બોલિવૂડના લોકો પાસે પુષ્પા જેવી ફિલ્મ બનાવવાનું મગજ નથી. જોકે Allu Arjun વર્ષ 2024 ની સૌથી સફળ અને ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.
Hindi cinema કોઈપણ પ્રકારનું જોખમ લેવા માગતું નથી
ફિલ્મ નિર્માતા, અભિનેતા અને Director Anurag Kashyap એ તાજેતરમાં હોલીવુડ રિપોર્ટર ઈન્ડિયાની ખાસ મુલાકાત લીધી હતી. ત્યારે Director Anurag Kashyap એ વાતચીત દરમિયાન અનેક મોટા ખુલાસાઓ અને ભારતીય સિનેમાના વિવિધ પાસાઓ વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ભારતીયન સિનેમામાં Hindi cinema કોઈપણ પ્રકારનું જોખમ લેવા માગતું નથી.
આ પણ વાંચો: સૌથી હિંસક ફિલ્મ 'માર્કો'એ દર્શકોના દિલ જીત્યા, ફેન્સની હિન્દીમાં શો વધારવાની માંગ
"Bollywood Actors Can't Do a Film Like #Pushpa2TheRule "
They Just Want Six-Pack Abs, Hot Babes, Beaches And Item Numbers"
~ actress #KangnaRanaut#AlluArjun pic.twitter.com/0h0egyJesM
— Filmy Bowl (@FilmyBowl) December 31, 2024
દરેક વ્યક્તિ યુનિવર્સ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા
Director Anurag Kashyap એ વધુમાં જણાવ્યું કે, હિન્દી સિનેમા કંઈ સમજતું જ નથી, તેઓ ક્યારે પણ પુષ્પા જેવી ફિલ્મ બનાવી શકશે જ નહીં. કારણ કે.... તેમની પાસે આ પ્રકારની ફિલ્મ બનાવવા માટેનું મગજ જ નથી. અને ભારતીય સિનેમામાં માત્ર સુકુમાર જેવી Director જ આ પ્રકારની ફિલ્મ બનાવી શકે છે. અને દક્ષિણમાં ફિલ્મ નિર્માતાઓ પર રોકાણ કરવામાં આવે છે અને તેમને ફિલ્મો બનાવવા માટે સશક્ત બનાવવામાં આવે છે. અહીં દરેક વ્યક્તિ યુનિવર્સ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. Hindi cinemaને ફિલ્મમાં યુનિવર્સનો વિષય જ ખબર નથી.
1760 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે
Allu Arjun સ્ટારર Pushpa 2: The Rule નું Director Sukumar દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ગયા વર્ષે 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે દુનિયાભરમાં 1760 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. ફિલ્મમાં રશ્મિકા મંદન્ના ફીમેલ લીડ તરીકે જોવા મળી છે. આમાં ફહદ ફાસીલ પણ મહત્વની ભૂમિકામાં છે.ખાસ વાત એ છે કે Pushpa 2 તેલુગુ ફિલ્મ હોવા છતાં હિન્દી ભાષામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે.
આ પણ વાંચો: Allu Arjun ની પુષ્પા 2 એ Dangal નો રેકોર્ડ તોડવા માટે છે તૈયાર...