Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BB OTT3: અરમાન પોતાની મેડને ડ્રગ્સ આપીને પત્ની સામે જ કરતો હતો ગંદુ કામ...

મુંબઇ :  બિગ બોસ OTT 3 ના કંટેસ્ટેંટ અરમાન મલિક પર થયેલી બળાત્કારની ફરિયાદનો મામલો સતત વિવાદિત બનતો જઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી કાયદાકીય કાર્યવાહીના કેટલાક ડોક્યુમેંટ્સ વાયરલ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ બિગ...
bb ott3  અરમાન પોતાની મેડને ડ્રગ્સ આપીને પત્ની સામે જ કરતો હતો ગંદુ કામ

મુંબઇ : બિગ બોસ OTT 3 ના કંટેસ્ટેંટ અરમાન મલિક પર થયેલી બળાત્કારની ફરિયાદનો મામલો સતત વિવાદિત બનતો જઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી કાયદાકીય કાર્યવાહીના કેટલાક ડોક્યુમેંટ્સ વાયરલ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ બિગ બોસ કંટેસ્ટેંટ અરમાન પર થયેલા રેપ કેસની ફરિયાદની કોપી છે. હવે આ કોપી બિગ બોસ કંટેસ્ટેંટ લવકેશ કટારિયાના ટ્વીટર હેન્ડલ દ્વારા પણ શેર કરવામાં આવી છે. જેમાં યુવતી તરફથી ફરિયાદ કરવામાં આવી છે કે, સંદીએ ડ્રગ્સના ઇન્જેક્શન આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ તમામ કારનામા તે પોતાની વાઇફ પાયલની હાજરીમાં અથવા તેની જાણકારીમાં જ કરતો હતો.

Advertisement

આ પણ વાંચો - કઈ છે OTT પ્લેટફોર્મ ઉપર સૌથી વધુ જોવાયેલ ફિલ્મ? સ્ટારકિડ્સને પછાળી આ પંજાબી સિંગર નીકળ્યો આગળ

હું સંદીપના ઘરે 24 કલાક માટે કામ કરતી હતી

બિગ બોસ કંટેસ્ટેંટ અરમાન મલિક પર તેમના ઘરે કામ કરનારી કિશોરીએ બળાત્કારનો આક્ષેપ કર્યો છે. લવકેશ કટારિયાના હેન્ડલથી શેર થયેલા ડોક્યુમેન્ટ્સમાં પીડિત યુવતીએ લખ્યું છે કે, મારા ત્રણ ભાઇઓએ મને છોડી દીધી હતી. હું મારા માતા અને મારા નાના ભાઇ સાથે રહેતી હતી. હું જીવન પસાર કરવા માટે ઝાડુ પોછુ, ભોજન અને બાળકોની સારસંભાળ કરવાનું કામ કરવા લાગી હતી. મારી માતાએ મને સંદીપના ઘરે 24 કલાક માટે કામે લગાડી હતી. હું તેમના ઘરે કચરા-પોતા, ડસ્ટિંગ, ખાવાનું બનાવવું અને તેના બાળક ચીકુનું ધ્યાન રાખતી હતી. ચીકુ તે સમયે ઘણો નાનો હતો. સંદીપની બીજી પત્ની પણ હતી જે ત્યાં જ રહેતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અરમાન મલિકનું સાચુ નામ સંદીપ જ છે. વ્લોગર બન્યા બાદ તેણે પોતાનું નામ બદલી દીધું હતું.

Advertisement

આ પણ વાંચો - Mukesh-કોઈ કામ કર ગયે હમ તો એ જાને દુનિયા

માર મારતો હતો સંદીપ

પીડિત યુવતીએ આગળ લખ્યું કે, ક્યારેક સંદીપ ભાઇ ગુસ્સામાં આવીને મને લાફા મારતા હતા. ડિસેમ્બરમાં સંદીપનો પરિવાર અમદાવાદ ગયો તો તેણે મને ઇન્જેક્શન લગાવીને મારા પર દુષ્કર્મ કર્યું હતું. મે આ વાત ગભરાતા ગભરાતા મારા માતાને કહી હતી. તે મને ડ્રગ્સનું ઇન્જેક્શન લગાવીને દુષ્કર્મ ગુજાર્યું હતું. હું ખુબ જ પરેશાન હતી. પાયલને બધુ જ ખબર હતી પરંતુ તે મને રજા પણ આપતી નહોતી. તે મને ઢોર માર મારતો હતો. હું ખુબ જ પરેશાન થઇ ચુકી હતી. મારે વધારે કાંઇ પણ કહેવું નથી.

Advertisement

આ પણ વાંચો - Actress MMS Viral Video: આ 10 અભિનેત્રીઓના અંગત પળોના વીડિયો થયા છે વાયરલ!

પાયલ ચુપ જ રહેતી હતી

ગલાટ્ટા ઇન્ડિયામાં ઇન્ટરવ્યું દરમિયાન પાયલને આ રેપ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, તે આ અંગે કાંઇ પણ કહેવા માંગતી નથી. રિપોર્ટ છે કે પાયલે પણ અરમાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. તે સમયે તે અરમાનના બીજા લગ્નના કારણે ખુબ જ નારાજ હતી. અરમાને આ આરોપોથી કંટાળીને આત્મહત્યાનું ખોટું નાટક પણ કર્યું હતું.

આ પણ વાંચો - 'Accident Or Conspiracy Godhra'-એક અવલોકન

અરમાને કહ્યું બહાર ફરી રહ્યો છું

હાલમાં જ અદનાન શેખના ઘરે પહોંચીને અરમાન પર લાગેલા આરોપોની ચર્ચા શરૂ કરી. એક ઝગડા દરમિયાન અદાને હિંટ આપી કે અરમાન પર શું આરોપ લાગ્યા છે. તે અંગે અરમાને જવાબ આપ્યો કે, જે કોઇ પણ કામ કરે છે તેના પર આરોપ લાગે છે. તેમને તેનાથી કોઇ ફરક નથી પડતો તે આરામથી બહાર ફરી રહ્યો છે.

આ પણ વાંચો - Amitabh Bachchan-ચાહકોએ પૂછ્યું : 'મેડમ ગુસ્સામાં કેમ રહે છે'?

Tags :
Advertisement

.