Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ayodhya Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠા થતા જ કંગનાએ લગાવ્યા જય શ્રી રામના નારા

Ayodhya Ram Mandir : આજની તારીખ ઈતિહાસના પાના પર કાયમ સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ છે. 500 વર્ષ પછી આખરે એ શુભ મુહૂર્ત આવી ગયું છે. લાંબા સંઘર્ષ બાદ રામલલ્લા પોતાના જન્મસ્થળ અયોધ્યામાં સ્થાયી થયા છે. અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક વડાપ્રધાન...
ayodhya ram mandir   પ્રાણ પ્રતિષ્ઠા થતા જ કંગનાએ લગાવ્યા જય શ્રી રામના નારા

Ayodhya Ram Mandir : આજની તારીખ ઈતિહાસના પાના પર કાયમ સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ છે. 500 વર્ષ પછી આખરે એ શુભ મુહૂર્ત આવી ગયું છે. લાંબા સંઘર્ષ બાદ રામલલ્લા પોતાના જન્મસ્થળ અયોધ્યામાં સ્થાયી થયા છે. અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયો હતો. દરેક વ્યક્તિ આ ક્ષણને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મ જગતની અનેક હસ્તીઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમની સાક્ષી બની હતી. અભિનેત્રી કંગના રનૌત રવિવારે જ અયોધ્યા પહોંચી હતી. હવે તેણે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો પોતાનો એક વીડિયો શેર કર્યો છે. તેની ખુશી આમાં જોઈ શકાય છે. અભિનેત્રી 'જય શ્રી રામ'ના નારા લગાવતી જોવા મળી રહી છે.

Advertisement

કંગનાએ લગાવ્યા જય શ્રી રામના નારા 

બોલિવૂડના ઘણા સેલિબ્રિટી જેમ કે અમિતાભ બચ્ચન, કંગના રનૌત, રણબીર કપૂર, રજનીકાંત, આલિયા ભટ્ટે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આવી સ્થિતિમાં કંગના રનૌતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે જોરથી જય શ્રી રામના નારા લગાવતી જોવા મળી રહી છે. કંગના રનૌતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેત્રી અયોધ્યાના રામ મંદિર (Ayodhya Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠાનો આનંદ માણી રહી છે. આ વીડિયો કંગનાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કંગના રનૌત મંદિર પરિસરમાં જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભગવાન શ્રી રામની મૂર્તિનો અભિષેક થતાં જ હેલિકોપ્ટર દ્વારા આકાશમાંથી ફૂલોની વર્ષા કરવામાં આવે છે અને શંખના નાદ સાથે સમગ્ર વાતાવરણ બદલાઈ જાય છે. આ બધું જોઈને કંગના ખુશીથી કૂદી પડે છે અને જોર જોરથી જય શ્રી રામના નારા લગાવવા લાગે છે.

Advertisement

કંગનાએ પોતાના લુકથી દિલ જીતી લીધું હતું

Advertisement

આ સમયગાળા દરમિયાન જો કંગનાના લુકની વાત કરીએ તો તેણે પોતાને સંપૂર્ણપણે પરંપરાગત રીતે તૈયાર કરી હતી. તેણે સફેદ રંગની સાડી પહેરી હતી, જેની સાથે કંગનાએ કેસરી રંગનું બ્લાઉઝ પહેર્યું હતું. આ સાથે કંગનાએ હેવી જ્વેલરી પહેરી હતી. આ લુકમાં કંગના ખૂબ જ સુંદર લાગી રહી છે. જણાવી દઈએ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બોલિવૂડમાંથી રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કેટરીના કૈફ, મનોજ જોશી, માધુરી દીક્ષિત, ચિરંજીવી, રામ ચરણ, આયુષ્માન ખુરાના, જેકી શ્રોફ, ગાયક કૈલાશ ખેર અને નિર્દેશક રોહિત શેટ્ટી હાજર રહ્યા હતા. આ સિવાય રામાયણના રામ એટલે કે અરુણ ગોવિલ, લક્ષ્મણ એટલે કે સુનીલ લહેરી અને સીતા એટલે કે દીપિકા ચિખલિયા તેમના પતિ સાથે પહોંચ્યા હતા.

રામ ભક્તોનું સદીઓનું સપનું પૂરું થયું

ઉલ્લેખનીય છે કે, દેશમાં રામ ભક્તો જેની સદીઓથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી પૂર્ણ થઈ અને રામ લલ્લાએ મંદિરના ગર્ભ ગૃહમાં બિરાજમાન થઈ ગયા છે. શ્રીરામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જણાવી દઇએ કે, અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રધાનમંત્રી સાક્ષી બન્યા છે. આજનો દિવસ ભારત વર્ષ માટે ઐતિહાસિક છે. આ ઐતિહાસિક ક્ષણની ભારતીયો સદીઓથી રાહ જોઈ રહ્યા છે. 500 વર્ષીની કઠોળ તપસ્યા બાદ આજે પૂર્ણ થઈ ગઈ છે. અયોધ્યામાં શ્રી રામ ભવ્યાતિભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. આજે કરોડો હિંદુઓ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. કારણ કે, આજે રામ લલ્લાને તેમનું ઘર પાછું મળી ગયું છે.

આ પણ વાંચો - આજે મને એવું લાગે છે આપણે ત્રેતાયુગમાં છીએ : Yogi Adityanath

આ પણ વાંચો - Ram temple : શું તમે જાણો છો રામ મંદિરની સૌથી ખાસ વાત ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.