Phule film controversy માં કુદી પડ્યા Anurag Kashyap, કહી દીધી 'ન કહેવા' જેવી વાત
- Phule film વિવાદમાં અનુરાગ કશ્યપ કુદી પડ્યા છે
- Anurag એ બ્રાહ્મણ સમુદાય અને સેન્સર બોર્ડને આડે હાથ લીધા
- અનુરાગે વેધક સવાલ કર્યો કે, સાચુ મુર્ખ કોણ છે?
Phule film controversy: દેશના મહાન સામાજિક કાર્યકર જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે (Jyotiba Phule) પર આધારિત છે Phule film. આ ફિલ્મનું મુખ્ય પાત્ર સ્કેમ ફેમ અભિનેતા પ્રતિક ગાંધી (Pratik Gandhi) દ્વારા ભજવાવામાં આવ્યું છે. તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલે (Savitribai Phule)નું પાત્ર પત્રલેખા દ્વારા ભજવવામાં આવ્યું છે. તેમણે જાતિગત ભેદભાવ અને મહિલાઓના શિક્ષણના અધિકાર માટે આખુ જીવન સમર્પિત કર્યુ હતું. Phule 25મી એપ્રિલે સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે.
શા માટે થઈ રહી છે કોન્ટ્રોવર્સી ?
ફિલ્મ Phule અત્યારે વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મની રિલીઝમાં વિલંબ, ફિલ્મનો વિરોધ અને સેન્સર બોર્ડના વલણને લીધે આ ફિલ્મ અટવાઈ ગઈ છે. ફિલ્મ બનવાની શરુઆત થઈ ત્યારથી વિવાદોના વમળમાં ફસાયેલ છે. જો કે આ વિવાદ હવે વકરીને બહુ મોટો થવાની સંભાવના છે કારણ કે આ ફિલ્મના વિવાદમાં હવે Anurag Kashyap ની એન્ટ્રી થઈ ગઈ છે. અનુરાગ કશ્યપે પોતાની એક પોસ્ટમાં સેન્સર બોર્ડ અને બ્રાહ્મણ સમુદાયને આડે હાથ લીધા છે.
આ પણ વાંચોઃ JAAT FILM CONTROVERSY : સન્ની દેઓલ અને રણદીપ હુડ્ડા સામે ફરિયાદ
સેન્સર બોર્ડ અને બ્રાહ્મણ સમુદાયને આડે હાથ લીધા
અનુરાગ કશ્યપે Phule ફિલ્મ પર વકરેલા વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યુ છે. તેમણે સેન્સર બોર્ડ અને બ્રાહ્મણ સમુદાયને આડેહાથ લીધા છે. Anurag Kashyap એ જાતિવાદ પર વેધક સવાલો ઉઠાવ્યા છે. ફિલ્મ નિર્માતાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતી વખતે, આજે પણ દેશમાં જાતિવાદની હાજરીનો ઉલ્લેખ કર્યો છે . આ પોસ્ટમાં તેમણે મહારાષ્ટ્રીયન બ્રાહ્મણોના ગુસ્સા અને અનંત મહાદેવન દિગ્દર્શિત Phule ની રિલીઝમાં વિલંબ પર નિરાશા વ્યક્ત કરી છે.
અહીં સાચુ મુર્ખ કોણ છે?-અનુરાગ કશ્યપ
Anurag Kashyap એ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને હૈયાવરાળ ઠાલવી છે. તેમણે લખ્યું કે, મારા જીવનનું પહેલું નાટક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલે પર આધારિત હતું. ભાઈ, જો આ દેશમાં જાતિવાદ ન હોત તો તેમને લડવાની શું જરૂર હતી? હવે આ બ્રાહ્મણ લોકો શરમ અનુભવી રહ્યા છે. કોઈ કૃપા કરીને સમજાવો - અહીં સાચું મૂર્ખ કોણ છે? અનુરાગ કશ્યપે એ વાત પર પણ દુઃખ વ્યક્ત કર્યું કે 'પંજાબ 95', 'તીસ', 'ધડક 2' જેવી ઘણી ફિલ્મો સેન્સરશીપનો સામનો કરે છે અને રિલીઝ થતી નથી.
આ પણ વાંચોઃ યુટ્યુબરનો દાવો - કિંગ ખાનના રેસ્ટોરન્ટમાંથી મળી આવ્યું નકલી પનીર!