Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક્શન સ્ટાર વિદ્યુત જામવાલ અને અર્જુન રામપાલે CRAKK ફિલ્મનું અમદાવાદમાં કર્યું પ્રમોશન

Crakk: Jeetega... Toh Jiyegaa press conference : બોલીવુડના એક્શન સ્ટાર વિદ્યુત જામવાલની ફિલ્મ CRAKK  23 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરો આવવા માટે તૈયાર છે. ત્યારે અમદાવાદ ખાતે આ ફિલ્મ અંગેની પ્રેસ કોનફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોનફરન્સમાં CRAKK ફિલ્મના પ્રોડ્યૂસર અને...
06:37 PM Feb 20, 2024 IST | Harsh Bhatt

Crakk: Jeetega... Toh Jiyegaa press conference : બોલીવુડના એક્શન સ્ટાર વિદ્યુત જામવાલની ફિલ્મ CRAKK  23 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરો આવવા માટે તૈયાર છે. ત્યારે અમદાવાદ ખાતે આ ફિલ્મ અંગેની પ્રેસ કોનફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રેસ કોનફરન્સમાં CRAKK ફિલ્મના પ્રોડ્યૂસર અને મુખ્ય અભિનેતા વિદ્યુત જામવાલ અને તેમની સાથે અર્જુન રામપાલ હાજર રહ્યા હતા. CRAKK ફિલ્મમાં વિદ્યુત જામવાલ અને અર્જુન રામપાલની સાથે અન્ય કલાકારોમાં નોરા ફતેહી, એમી જેકસન જોવા મળવાના છે.

અર્જુન રામપાલ અને વિદ્યુત જામવાલ પ્રથમ વખત કોઈ ફિલ્મમાં એક સાથે પહેલી વખત કામ કરી રહ્યા

આ ઈવેન્ટમાં વિદ્યુત જામવાલ અને અર્જુન રામપાલે CRAKK ફિલ્મ અંગેની જાણી અજાણી વાતો શેર કરી હતી. ઈવેન્ટની શુરૂઆતમાં પહેલા ફિલ્મનું ટ્રેલર બતાવવામાં આવ્યું હતું. અર્જુન રામપાલ અને વિદ્યુત જામવાલ પ્રથમ વખત કોઈ ફિલ્મમાં એક સાથે પહેલી વખત કામ કરી રહ્યા છે.

ત્યારે ઈવેન્ટ દરમિયાન એકબીજા સાથે પ્રથમ વખત કામ કરવાનો અનુભવ શેર કર્યો હતો અને બને કલાકારોએ આ બાબત અંગે ખુશી વ્યક્ત કરી હતી. વધુમાં CRAKK ફિલ્મમાં દર્શાવવામાં આવેલા એક્શન સીન્સ અંગે તેમણે પોતાના અનુભવ વિષે વાત કરતાં જણાવ્યું કે, આવી એક્શન સીન્સ ફિલ્મ્સ કરવું એટલું સરળ રહેતું નથી, આ સીન્સ દરમિયાન બને કલકારોને ઘણી વખત ઇજા પણ થઈ હતી.

'રિયલ મર્દ એ હોય છે જે સ્ત્રીઓની ભાવના પણ સમજી શકે' - વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલ આ ફિલ્મના મુખ્ય કલાકાર હોવાની સાથે સાથે ફિલ્મના પ્રોડ્યૂસર પણ છે. આ પહેલા તેઓ IB 71 નામની ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી. વિદ્યુતના પ્રોડક્શન હાઉસનું નામ ACTION HERO FILMS છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, પ્રોડક્શન હાઉસનું નામ તેમણે કેવી રીતે વિચાર્યું અને તેઓ તેમના આ પ્રોડક્શન હાઉસમાં એક્શન ફિલ્મ્સ શિવાય અન્ય પ્રકારની ફિલ્મો કરશે કે નહીં, ત્યારે વિદ્યુત જામવાલે જણાવ્યું હતું કે, જ્યારે હું આ પ્રોડક્શન હાઉસના નામ અંગે વિચાર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તેનું નામ વિદ્યુત જામવાલ પ્રોડક્શન હાઉસ રાખવું એ યોગ્ય રહેશે નહીં અને હું એક એક્શન હીરો છું અને એક રિયલ મર્દ એ હોય છે જે સ્ત્રીઓની ભાવના પણ સમજી શકે માટે એક્શન માટેની પ્રભાવશાળી વાર્તાઓ કહેવી એવો વિચાર હતો માટે અંતે પ્રોડક્શન હાઉસનું નામ ACTION HERO FILMS આ રીતે રાખ્યું હતું.

જ્યારે અર્જુન રામપાલનો પુત્ર બન્યો વિદ્યુતનો ફેન 

અર્જુન રામપાલે ફિલ્મના શૂટિંગ દરમિયાન બનેલ એક કિસ્સા વિષે પણ વાત કરી હતી જ્યાં અર્જુન રામપાલના દિકરા ફિલ્મના શૂટિંગ સમયે આરીક રામપાલ તેમના પિતા સાથે ફિલ્મના સેટ ઉપર આવતા હતા. અને ફિલ્મના સેટ ઉપર આરીક વિદ્યુત જામવાલના એક્શનથી એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તેઓ વિદ્યુતના ફેન બની ગયા હતા.

CRAKK ને દિગ્દર્શન આદિત્ય દત્ત દ્વારા કરવામાં આવ્યું છે, અને વિદ્યુત જામવાલ અને અબ્બાસ સૈયદ દ્વારા તે નિર્મિત છે. આદિત્ય દત્ત, રેહાન ખાન, સરીમ મોમિન અને મોહિન્દર પ્રતાપ સિંહે આ ફિલ્મની પટકથા લખી છે, જે 23 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે.

અહેવાલ - હર્ષ ભટ્ટ 

આ પણ વાંચો -- બદ્રીનાથ કી દુલ્હનિયા અને અન્ય ઘણી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલ ઋતુરાજ સિંહનું થયું અવસાન

Tags :
2024Action Scenes ChallengesAmy JacksonArjun RampalCast DetailsCrakk - Jeethegaa Toh Jiye gaa!' ReleaseFilm ProductionGujarat FirstHARSH BHATTinjuriesJamie LiverNorah FatehiPress Conference First-time CollaborationproducersRelease Date: February 23Vidyut JammwalWriters
Next Article