Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમે જાણો છો ગુજરાતમાં કઈ જગ્યાએ ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની સ્થાપના કરાઈ છે!, જુઓ આ અહેવાલ

શ્રાવણ અને અધિક શ્રાવણ આમ 2 માસ સુધી ભક્તિ ભર્યો મહોલ ભરૂચમાં જોવા મળશે પ્રથમ વખત ભરૂચમાં ઇન્દ્ર દેવ મેઘરાજા 55 દિવસનું આતિથ્ય માણનાર છે જેના પગલે ભોઈ સમાજમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. અષાઢી અમાસે...
શું તમે જાણો છો ગુજરાતમાં કઈ જગ્યાએ ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની સ્થાપના કરાઈ છે   જુઓ આ અહેવાલ

શ્રાવણ અને અધિક શ્રાવણ આમ 2 માસ સુધી ભક્તિ ભર્યો મહોલ ભરૂચમાં જોવા મળશે પ્રથમ વખત ભરૂચમાં ઇન્દ્ર દેવ મેઘરાજા 55 દિવસનું આતિથ્ય માણનાર છે જેના પગલે ભોઈ સમાજમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. અષાઢી અમાસે દિવાસાના દિવસે મેઘરાજાની પવિત્ર નર્મદા નદીમાંથી પ્રતિમા તૈયાર કરી સ્થાપના કરવામાં આવી છે.

Advertisement

છપ્પનિયા દુકાળથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત રહી છે. છપ્પનિયા દુકાળમાં વરસાદની આશાએ ઠેર ઠેર કાર્યક્રમો યોજાય રહ્યા હતા. પરંતુ વરસાદ વરસે તેવા કોઈ અણસાર મળ્યા ન હતા અને પાણી વિના ઢોળ ઢાંખર ખેડૂતો અને લોકો ભારે પરેશાન થઈ ઉઠ્યા હતા અને તે સમયે ભોઈ સમાજ દ્વારા ઇન્દ્રદેવ મેઘરાજાની સ્થાપના કરવાનું નક્કી કર્યું અને ઇન્દ્રદેવ તરીકે વરસાદને રિઝવવાના પ્રયાસ કર્યા.

ઇન્દ્રદેવ તરીકે મેઘરાજાની સ્થાપના કરી અને તેમની પૂજા અર્ચના કરવામાં આવી અને વરસાદ વરસે તે માટે ભક્તિ ભાવપૂર્વક ઇન્દ્રદેવને રિઝવાના પ્રયાસ કર્યા અને જો ઇન્દ્રદેવની પૂજા અર્ચના બાદ પણ ઇન્દ્રદેવ મહેરબાન નહીં થાય અને વરસાદ નહીં વરસે તો પ્રતિમાને ખંડિત કરવાનો સંકલ્પ કર્યો હતો અને આખરે ઇન્દ્રદેવએ ભક્તોની પોકાર સાંભળી અને મન મૂકીને વરસતા સૌ કોઈ જૂમી ઉઠ્યા હતા.

Advertisement

ત્યારથી જ ગુજરાતમાં માત્ર ભરૂચ જિલ્લામાં ભોઈ પંચ દ્વારા અષાઢી અમાસ દિવાસાના દિવસથી મેઘરાજાની પવિત્ર નર્મદા નદીની માટીમાંથી પ્રતિમા તૈયાર કરી તેનું સ્થાપન કરવામાં આવે છે અને પ્રથમ વખત આ વખતે 2 શ્રાવણ માસ હોવાના કારણે ઇન્દ્રદેવ મેઘરાજા ભક્તો વચ્ચે 55 દિવસનું આતિથ્ય માણીયા બાદ 9 સપ્ટેમ્બર દશમના દિવસે વિસર્જન યાત્રા બાદ મેઘ ઉત્સવનું સમાપન કરવામાં આવનાર છે

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

Advertisement

આ પણ વાંચો : જાણો પુરુષોત્તમ માસમાં કોની પૂજા થાય છે, અધિક શ્રાવણ માસમાં કઇ વસ્તુનું દાન કરશો તો પુણ્ય મળશે?

Tags :
Advertisement

.