Diwali 2024 : શ્રી રામની સાથે 5 કથાઓ પણ દિવાળી સાથે સંકળાયેલી છે, જાણો સંપૂર્ણ ઈતિહાસ.
- દિવાળી એટલે અસત્ય પર સત્યની વિજયનો સંદેશ
- માતા લક્ષ્મી અને ગણેશની પણ કરવામાં આવે છે ઉપાસના
- પ્રભુ શ્રીરામના સ્વાગત માટે નગરવાસીઓએ દીપક જળાવ્યા
Diwali: હિંદુ ધર્મમાં દિવાળી (Diwali)નું ખુબ જ મહત્વ રહેલું છે. ભારતભરમાં લોકો આ દિવસોને ખુબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવતા હોય છે. 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા બાદ જયારે ભગવાન રામ લક્ષ્મણ અને સીતાને સાથે લઈ અયોધ્યામાં પાછા આવ્યા હતા. ત્યારે નગરવાસીઓએ દીપક જળાવીને તેમની આવનારી ઉજવણી કરી હતી. આ પ્રસંગે દિવાળી (Diwali) ઉજવવામાં આવે છે. આ કથા આપણને અસત્ય પર સત્યની વિજયનો સંદેશ આપે છે.
દિવાળી સાથે આ કથાઓ સંકળાયેલી છે
આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની ઉપાસના કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન શ્રી રામ લંકા પર વિજય મેળવીને અયોધ્યામાં પાછા ફર્યા, જેના આનંદમાં બધા નગરવાસીઓએ દીપક જળાવ્યા. દિવાળી (Diwali)ના દિવસે લોકો તેમના ઘરોને દીયા, રંગોળી અને અન્ય વસ્તુઓથી શણગારતા હોય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ કાર્તિક માસના કૃષ્ન પક્ષની અમાવસ્યાના દિવસે દીપાવલી મનાવવામાં આવે છે. આ દિવસે સમુદ્ર મન્થન થયું હતું, જેમાંથી માતા લક્ષ્મીનો અવતાર થયો હતો. આ જ કારણે આ દિવસે માતા લક્ષ્મીના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો: Diwali 2024 : દિવાળીનાં તહેવારમાં ક્યારે છે લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત ? વાંચો વિગત
દિવાળી ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક છે
દીપાવલી અસત્ય પર સત્યની વિજયનો પ્રતીક છે. હિંદુ ધર્મના લોકો આ દિવસે સંપત્તિ અને સમૃદ્ધિના દેવી, લક્ષ્મીની પૂજા કરે છે. દીપાવલીનો તહેવાર, શીખ અને જૈન ધર્મના લોકો પણ ખૂબ ઉત્સાહથી ઉજવતા હોય છે. હિંદુ ધર્મમાં દીપાવલી સાથે જોડાયેલી અનેક કથાઓ પ્રચલિત છે. દિવાળી ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંની એક છે. આ તહેવાર પ્રકાશ, સમૃદ્ધિ અને નવી શરૂઆતનો પ્રતીક છે. દીવાળી ઉજવવા પાછળ અનેક કથાઓ અને કિન્દંતિઓ જોડાયેલી છે.
ભગવાન રામનો અયોધ્યામાં આગમન
ભગવાન રામ વનવાસથી અયોધ્યામાં પાછા ફર્યા એ સૌથી પ્રચલિત કથા છે. 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી જયારે ભગવાન રામ લક્ષ્મણ અને સીતાને સાથે લઈ અયોધ્યામાં પાછા આવ્યા હતાં. શ્રીરામ જ્યારે વનવાસીથી પાછાં ઘરે આવ્યાં ત્યારે નગરવાસીઓએ દીપક જળાવીને તેમનું સ્વાગત કર્યું અને ઉત્સવ ઉજવ્યો હતો. આ પ્રસંગે દીવાળી ઉજવવામાં આવે છે. આ કથા આપણને દુષ્ટ પર સત્યની વિજયનો સંદેશ આપે છે.
અજ્ઞાતવાસ ભોગવી પાંડવો પાછા ફર્યા હતા
દિવાળીની એક કથા પાંડવો સાથે પણ જોડાયેલી છે. મહાભારત અનુસાર, કૌરવોએ કપટી અને ધૂતારા શકુની મામાની મદદથી પાંડવોને દ્યુત ક્રીડામાં હરાવ્યા હતાં. જેના કારણે પાંડવોને 13 વર્ષનો અજ્ઞાતવાસ સહન કરવો પડ્યો હતો. અજ્ઞાતવાસ પૂર્ણ કર્યા પછી જયારે પાંડવો પોતાના રાજ્યમાં પાછા આવ્યા, ત્યારે લોકોએ દીપક જળાવીને તેમના આગમનનું સ્વાગત કર્યું હતું. માનવામાં આવે છે કે, આ જ કારણે કાર્તિક અમાવસ્યાને દીવાળી મનાવામાં આવે છે.
આ પણ વાંચો: Ayodhya: 28 લાખ દીવાથી ઝગમગશે રામનગરી અયોધ્યા, બનશે વર્લ્ડ રેકોર્ડ!
રાજા વિક્રમાદિત્ય સાથે સંકળાયેલી કથા
એક કથા એવી પણ છે કે આ દિવસે રાજા વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. રાજા વિક્રમાદિત્યને એક મહાન અને ન્યાયપૂર્ણ રાજા માનવામાં આવે છે. રાજા વિક્રમાદિત્યને પ્રાચીન ભારતના મહાસમ્રાટ માનવામાં આવ્યા છે. તેમના પરાક્રમોની ચર્ચા ચારેય દિશામાં થાય છે. કહેવાય છે કે, કાર્તિક અમાવસ્યાના દિવસે તેમના રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. આ જ કારણસર આ દિવસે દીવાળી (Diwali) મનાવવામાં આવે છે.
માતા લક્ષ્મીના અવતાર સાથે જોડાયેલી
આપણાં હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. માન્યતા છે કે સમુદ્ર મન્થન દરમિયાન માતા લક્ષ્મીનો અવતાર થયો હતો. તેથી કાર્તિક મહિનામાં માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને દીપક જળાવામાં આવે છે. જો કે, ધનતેરસના દિવસે પણ માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ધનની પ્રાપ્તી માટે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
છઠ્ઠા શીખ ગુરુની મુક્તિ
શીખ ધર્મમાં દિવાળી (Diwali) પોતાના છઠ્ઠા ગુરુ શ્રી હરગોબિંદજીની યાદમાં ઉજવવામાં આવે છે. ગુરુ શ્રી હરગોબિંદજીને મુગલ બાદશાહ જહાંગીર દ્વારા ગ્વાલિયરના કિલ્લામાં કેદ કરી રાખવામાં આવ્યો હતો. કાર્તિક અમાવસ્યાના દિવસે તેઓ કેદમાંથી મુક્ત થયા હતા. આ આનંદમાં સીખ સમુદાય તહેવાર ઉજવે છે.
આ દિવસે જ નરકાસુર વધ થયો હતો
કહેવાય છે કે, કાર્તિક અમાવસ્યાના દિવસે શ્રીકૃષ્ણે નરકાસુર દૈત્યનું વધ કર્યું હતું. પ્રાગજ્યોતિષપુરનો રાજા નરકાસુર એટલો ક્રૂર હતો કે તેણે દેવમાતા અદિતિની આભૂષણો છીનવી લીધી. દેવમાતા અદિતિ શ્રીકૃષ્ણની પત્ની સત્યભામાની સંબંધીની હતી. શ્રીકૃષ્ણની મદદથી સત્યભામાએ નરકાસુરનું વધ કર્યું હતું. આ પણ દિવાળી મનાવવાની એક મહત્વની કારણ માનવામાં આવે છે.આવી અનેક કથાઓ દિવળી સાથે જોડાયેલી છે.
આ પણ વાંચો: 365 દિવસો સુધી બંધ રહેતું આ મંદિરના કપાટ દિવાળી ઉપર જ ખુલે છે