Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

chaitra navratri :ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે આ રાશિઓ પર રહેશે 'મા'ની વિશેષ કૃપા

chaitra navratri: ચૈત્ર નવરાત્રી (chaitra navratri)માતા દુર્ગાની પૂજા આરાધનાનો પર્વ છે. એનો શુભારંભ આજથી એટલે 9 એપ્રિલ મંગળવારથી થઇ રહ્યો છે. નવ દિવસ ચાલવા વાળો આ ઉત્સવમાં 9 દિવસ માતાના 9 સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે. જ્યોતિષી દ્રષ્ટિએ પણ...
chaitra navratri  ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે આ રાશિઓ પર રહેશે  મા ની વિશેષ કૃપા

chaitra navratri: ચૈત્ર નવરાત્રી (chaitra navratri)માતા દુર્ગાની પૂજા આરાધનાનો પર્વ છે. એનો શુભારંભ આજથી એટલે 9 એપ્રિલ મંગળવારથી થઇ રહ્યો છે. નવ દિવસ ચાલવા વાળો આ ઉત્સવમાં 9 દિવસ માતાના 9 સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે. જ્યોતિષી દ્રષ્ટિએ પણ નવરાત્રીનું વિશેષ મહત્વ છે. દરેક દિવસે જાતકો પર માતા દુર્ગાની વિશેષ કૃપા રહે છે. પહેલો દિવસ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે વિશેષ શુભ હોય છે. આ રાશિઓના જાતકો માતા શૈલપુત્રીની કૃપાથી ધન, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરે છે. તો ચાલો જાણીએ ગુરુગ્રામના જ્યોતિષ નરેન્દ્ર જુનેજા પાસે કે આ દિવસે કઈ રાશિઓ પર પ્રભાવ જોવા મળશે અને એમના જીવનમાં શું સકારાત્મક ફેરફાર આવશે.

Advertisement

માતા શૈલપુત્રી

માતા શૈલપુત્રીનો જન્મ પર્વતરાજ હિમાલયના ઘરે થયો હતો. એ જ કારણે એમનું નામ શૈલપુત્રી પડ્યું. શૈલપુત્રીએ ભગવાન શિવને મેળવવા માટે ઘણી તપસ્યા કરી હતી. કઠોર તપસ્યા પછી ભગવાન શિવએ પ્રગટ થઇ એમને વરદાન આપ્યું હતું. માતાના આ સ્વરૂપને કરુણા, ધૈર્ય અને સ્નેહનું પ્રતીક માનવામાં આવે છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી આપણી પરેશાનીઓ દૂર થાય છે. એની સાથે જ જે કન્યાઓની પૂજા કરે છે એમને ઈચ્છા અનુસાર પતિ મળે છે. એમનું વૈવાહિક જીવન પણ સફળ રહે છે.

Advertisement

વૃષભ

હિન્દુ નવા વર્ષ 'વિક્રમ સંવત 2081'ના રોજ સૂર્યગ્રહણનો સંયોગ કરિયરમાં પ્રગતિની તકો ઉભી કરશે. તમને સારી નોકરી મળી શકે છે. આવક વધી શકે છે. આ દુર્લભ સંયોજન વ્યવસાયિક લોકોને સારો નફો પણ થશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. વાહન, દુકાન કે મકાન ખરીદવાની તક મળશે.

Advertisement

મિથુન

આ વર્ષે મિથુન રાશિના લોકોની આવકમાં પણ વધારો થઈ શકે છે. જૂના રોકાણથી લાભ થઈ શકે છે. ખર્ચ વધતાં બેંક બેલેન્સ પણ જળવાઈ રહેશે. મિથુન રાશિના લોકોના ઘર અને પરિવારમાં સમૃદ્ધિ રહેશે. બાળકોને અભ્યાસમાં રસ રહેશે. મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધો સુધરશે.

ધનુ

નવા વર્ષમાં તમારી આર્થિક પ્રગતિ થશે. તમને આર્થિક લાભની ઘણી તકો મળશે. આવકના સ્ત્રોતમાંથી પર્યાપ્ત ધન પ્રાપ્ત થશે. તેમજ લાંબા સમયથી ચાલી રહેલી કોઈપણ મોટી સમસ્યાનું નિરાકરણ આવશે. તણાવ અને ચિંતાઓથી મુક્ત રહેશો. જેમ-જેમ આત્મવિશ્વાસ વધશે તેમ તેમ અટકેલા કામને વેગ મળવા લાગશે.

આ  પણ  વાંચો - Chaitri Navratri : ચૈત્ર નવરાત્રિ પર્વે શક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ભદ્રકાળીમાં માઈભક્તોનું ઘોડાપૂર, વાંચો અહેવાલ

આ  પણ  વાંચો - Chaitra Navratri : આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આ  પણ  વાંચો - TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે

Tags :
Advertisement

.