Ahmedabad : પાલડીના ફ્લેટમાંથી ખનાજો મળ્યો અને તપાસનો રેલો મુંબઇ પહોંચ્યો
- પાલડીમાં ATS અને DRIની તપાસ પૂર્ણ
- સતત 22 કલાક સુધી ચાલ્યુ સર્ચ ઓપરેશન
- સર્ચ ઓપરેશનમાં મોટી સંખ્યામાં સોનું અને રોકડ મળી
અમદાવાદના પાલડીમાં ATS અને DRIની તપાસ પૂર્ણ થઇ છે. જેમાં સતત 22 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યુ છે. તેમાં પાલડીના એક ફ્લેટમાં ATS અને DRIએ સર્ચ ઓપરેશન કર્યું છે. જેમાં સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં સોનું અને રોકડ મળી આવી છે. ત્યારે સર્ચ દરમિયાન કુલ 107.663 કિલો સોનું મળી આવ્યું છે. તથા 87.900 કિલો સોનાના બિસ્કિટ, 19.663 કિલો જ્વેલરી મળી આવી છે.
1 કરોડ 37 લાખ 95 હજાર 500 રૂપિયાની રોકડ મળી આવી
1 કરોડ 37 લાખ 95 હજાર 500 રૂપિયાની રોકડ મળી આવી છે. જેમાં સર્ચ દરમિયાન 3 કરોડની કિંમતની ઘડીયાળ પણ મળી આવી છે. તથા અમદાવાદની તપાસનો રેલો મુંબઇ સુધી પહોંચ્યો છે. DRI મુંબઇ ખાતેની ઓફિસમાં પણ તપાસ કરશે. તથા DRIએ સોનું, રોકડ અને કેટલાક દસ્તાવેજો સીઝ કરી કબજે કર્યા છે. મેઘ શાહ નામની વ્યક્તિ પાસેથી આવી બેનામી સંપત્તિ મળી આવી છે. જેમાં પોલીસ તપાસમાં બેનામી સંપત્તિ અને વ્યવહાર મળી આવ્યા બાદ તપાસ તેજ થઇ છે. ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી સોનું અને રોકડ મેળવી હોવાનો ખુલાસો થયો છે. તથા આ રૂપિયા અને સોનું સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો.
નોટો ગણવાનું મશીન અને વજન કાંટો મંગાવ્યો
લાંબા સમય બાદ મેઘ શાહ એજન્સીઓના રડારમાં આવ્યો છે. મેઘ શાહ બજાર બાજીગર ગેમ્સ પ્રા.લિનો ડાયરેક્ટર હોવાની માહિતી સામે આવી છે. શેર ઓપરેટરનાં સબંધીનાં બંધ ફ્લેટમાં સ્ટેટ એજન્સીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. આ સર્ચ ઓપરેશનમાં ATS ની સાથે DRI ની ટીમ પણ જોડાઈ હતી. DRI ના ડેપ્યુટી ડાયરેક્ટર ફ્લેટ પર પહોંચ્યા હતા. બંધ ફ્લેટમાં 100 કિલોથી વધુ સોનું હોવાની બાતમી એજન્સીઓને મળી હતી. શેર બજારનાં ઓપરેટર મેઘ શાહનાં સબંધીનાં ફ્લેટમાં સોના અને રોકડનો ખજાનો હતો. 100 થી 400 કિલો જેટલું સોનું ફ્લેટમાં છુપાવ્યું હોવાની બાતમી મળી હતી. તેમજ એજન્સીઓ દ્વારા નોટો ગણવાનું મશીન અને વજન કાંટો મંગાવવામાં આવ્યો હતો.
તપાસમાં શું મળ્યું -
- 100 ગ્રામના 879 સોનાના બિસ્કીટ
- કુલ 87 કિલો 900 ગ્રામ સોનું મળ્યું
- 19 કિલો 663 ગ્રામ જ્વેલરી મળી
- 1.38 કરોડ રૂપિયાની રોકડ
- 3 કરોડની કિંમતની ઘડીયાળ
આ પણ વાંચો: Sunita Williams ને પૃથ્વી પર પરત લાવવાનો માર્ગ મોકળો, જાણો ક્યારે આવશે