ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Sabarkantha : વડાલી સગર સમાજ એક પરિવારના પાંચ સભ્યોએ ઝેરીદવા ગટગટાવી

વહેલી સવારે વડાલીમાં રહેતા સગર સમાજના શ્રમિક પરિવારના પાંચ જણાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી
09:59 AM Apr 13, 2025 IST | SANJAY
વહેલી સવારે વડાલીમાં રહેતા સગર સમાજના શ્રમિક પરિવારના પાંચ જણાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી
featuredImage featuredImage
sabarkantha, Family, Wadali, Sagar Samaj, Gujarat First

ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના પવિત્ર દિવસે શનિવારે વહેલી સવારે વડાલીમાં રહેતા સગર સમાજના શ્રમિક પરિવારના પાંચ જણાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ આસપાસમાં રહેતા લોકોને ખબર પડતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સ્થાનિક કક્ષાએ સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે પાંચેયને ઈડરની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા. જયાં પતિ-પત્નિ, બે પુત્રો તથા એક પુત્રીનો સમાવેશ થાય છે.

વહેલી સવારે એકી સાથે ઝેરી દવા ગટગટાવી લીધી

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વડાલીના સગરવાસમાં રહેતા સગર વિનુભાઈ મોહનભાઇ તથા તેમની પત્નિ અને ત્રણ બાળકો વડાલીમાં રહીને ખેત મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહયા છે ત્યારે સામાજીક, આર્થિક અથવા તો પારિવારીક સમસ્યાથી ત્રસ્ત આવી ગયા બાદ પાંચેય જણાએ શનિવારે વહેલી સવારે એકી સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તમામની હાલત લથડી ગઈ હતી દરમ્યાન આ અંગે આસપાસમાં રહેતા લોકોને ખબર પડતાં તેઓ વિનુભાઈ સગરના ઘરે દોડી આવ્યા હતા.

પરિવારના સદસ્યો બેભાન હોવાને કારણે ઝેરી દવા પીવાનું કારણ જાણી શકયા ન હતા

ત્યારબાદ ઉપસ્થિત લોકોએ તેમની હાલત જોઈને તરતજ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી પ્રાથમિક તબક્કે વડાલીમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે તેમને ઈડરની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા. જયાં ફરજ પરના તબીબે ઝેરી અસરને ધ્યાનમાં રાખી સારવાર આપવાનું શરૂ કર્યું હતું. દરમ્યાન આ અંગે વડાલી પોલીસને જાણ થતાં પીએસઆઈ જોષી નિવેદન લેવા માટે આવી પહોંચ્યા હતા. પરંતુ પરિવારના સદસ્યો બેભાન હોવાને કારણે ઝેરી દવા પીવાનું કારણ જાણી શકયા ન હતા.

પોલીસ તેમના નિવેદન લેવાની કાર્યવાહી કરશે

તેમના કહેવા મુજબ સારવાર મળ્યા પછી ભાનમાં આવશે ત્યારે પોલીસ તેમના નિવેદન લેવાની કાર્યવાહી કરશે. તો બીજી તરફ સમગ્ર ઘટના અંગે વડાલીમાં વિવિધની ચર્ચા ચાલી રહી છે. જેમાં કેટલાકનું માનવું છે કે પરિસ્થિતથી તંગ આવી ગયેલા પરિવાર પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાને કારણે તેમણે દવા પી લેવાનું પગલું ભર્યું હોય તેવી શકયતાને નકારી શકાતી નથી. તો બીજી તરફ કેટલાક સ્થાનિકો એવું માની રહ્યા છે કે આ ઘટના પાછળ જમીન અથવા તો આર્થિક મુશ્કેલીને લીધી પાંચ જણાએ આવું પગલું ભર્યું હોય તો નવાઈ નહી.

દવા પીનાર સભ્યોના નામ

- સગર વિનુભાઈ મોહનભાઇ (ઉ.વ.૩૮)
- સગર કોકિલાબેન વિનુભાઈ, પત્નિ (ઉ.વ.૩૭)
- સગર નિલેશભાઈ વિનુભાઈ, પુત્ર (ઉ.વ.૧૪)
- સગર નરેન્દ્રફુમાર વિનુભાઈ, પુત્ર (ઉ.વ.૧૪)
- સગર ક્રિષ્નાબેન વિનુભાઈ, પુત્રી (ઉ.વ.૧૭)

અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો: PSI Exam 2025 : રાજ્યમાં આજે PSI ભરતી માટે 1 લાખ 3 હજાર 952 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે

 

 

Tags :
familyGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsSabarkanthaSagar SamajTop Gujarati NewsWadali