Rajkot : રાજકુમાર જાટના મોત મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા
- ગણેશ ગોંડલના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ
- 'I SUPPORT GANESH GONDAL'ના નામે પોસ્ટ થઇ
- ગઈકાલે જાટ સમાજના વેપારીઓએ પણ આપ્યો હતો ટેકો
Rajkot : રાજકુમાર જાટના મોતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગણેશ ગોંડલના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઇ રહી છે. તેમાં 'I SUPPORT GANESH GONDAL'ના નામે પોસ્ટ વાયરલ થઇ રહી છે. ગઈકાલે જાટ સમાજના વેપારીઓએ પણ ટેકો આપ્યો હતો. તેમજ રાજકુમાર જાટના મોતને લઈ રાજસ્થાનમાં વિરોધ ચાલે છે. તેમાં રાજસ્થાનના સાંસદ, MLA યોગ્ય માગ કરી ચુક્યાં છે.
Rajkot, Rajkumar Jat, Gondal, GANESH GONDAL, Gujarat
I SUPPORT GANESH GONDAL ના પોસ્ટર શેર કરવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં I SUPPORT GANESH GONDAL ના પોસ્ટર શેર કરવામાં આવ્યા છે. એક તરફ રાજસ્થાનમાં રાજકુમાર જાટ મામલે આંદોલન ઉગ્ર બની રહ્યું છે. પાર્લામેન્ટમાં પણ સાંસદ બેનિવાલે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસથી સંતુષ્ટ ન હોવાનું જણાવ્યું છે. જેમાં સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરી છે.
રાજકોટ રૂરલ પોલીસ દ્વારા સીસીટીવીના કેટલાક અંશો જ શેર કરવામાં આવ્યા
રાજકુમાર જાટનો પરિવાર સતત જયરાજસિંહના બંગલાના પુરા સીસીટીવી જાહેર કરવાની માંગ કરી રહ્યો છે. તથા રાજકોટ રૂરલ પોલીસ દ્વારા સીસીટીવીના કેટલાક અંશો જ શેર કરવામાં આવ્યા છે. રતનલાલ જાટનો આક્ષેપ છે કે, જયરાજસિંહના બંગલામાં માર મરાયા બાદ તેમનો દીકરો ઘર છોડીને ચાલ્યો ગયો હતો.
રોડ અકસ્માતમાં રાજકુમાર જાટનું મૃત્યુ થયું હોવાનું તપાસમાં ખુલ્યું
રોડ અકસ્માતમાં રાજકુમાર જાટનું મૃત્યુ થયું હોવાનું તપાસમાં ખુલ્યું છે. જો કે જયરાજસિંહના બંગલામાં માર મારવામાં આવ્યો હતો કે કેમ તે બાબતની સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી.
જાણો શું હતો મામલો
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.' આ દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.
આ પણ વાંચો: IPS રવિન્દ્ર પટેલની સાસરીમાં તપાસનો રેલો, SEBI દ્વારા પરિવારજનોની પૂછપરછ શરૂ