Mineral Mafia : ખેડા જિલ્લામાં ખનીજ માફિયા બન્યા બેફામ, વાત્રક નદી પર બનાવી દીધો ગેરકાયદેસર બ્રિજ
- રઢુ ગામે ખનીજ માફિયાઓનું મોટું કારસ્તાન
- બ્રિજ બનાવીને રોકી દીધું વાત્રક નદીનું વહેણ
- ગેરકાયદે બ્રિજ બનાવી કર્યું ગેરકાયદે માટીનું ખનન
Mineral Mafia : ખેડા જિલ્લામાં ખનીજ માફિયા બેફામ બન્યા છે. જેમાં રઢુ ગામે ખનીજ માફિયાઓનું મોટું કારસ્તાન સામે આવ્યું છે. તેમાં વાત્રક નદી પર ગેરકાયદે બ્રિજ બનાવી દીધો છે. બ્રિજ બનાવીને વાત્રક નદીનું વહેણ રોકી દીધું છે. જેમાં ગેરકાયદેસર બ્રિજ બનાવી ગેરકાયદેસર માટીનું ખનન થઇ રહ્યું છે. ત્યારે લોકો કહી રહ્યાં છે કે ખેડાના ખનીજ માફિયાઓ પર કોના છે ચાર હાથ? કોના પીઠબળ હેઠળ ચાલી રહ્યું છે બેફામ ખનન? આટલો મોટો બ્રિજ બની ગયો અને નજર પણ ન પડી? અધિકારીઓની નજર બહાર આટલો મોટો બ્રિજ બને ખરો?
રાતોરાત બ્રિજને કલેક્ટરના સૂચનથી તોડી પડાયો
ખેડા જિલ્લાના રઢુ ગામે બેફામ બનેલા ભૂમાફિયાઓ દ્વારા નદીમાં બ્રિજ બનાવામાં આવ્યો છે. જેમાં વાત્રક નદીનું વહેણ રોકી ગેરકાયદેસર બ્રિજ બનાવી નદીનું વહેણ રોકવામાં આવ્યું છે. નદીમાં ગેરકાયદેસર બ્રિજ બનાવી નદીનું વહેણ રોકી ખનન કરવામાં આવતું હતું. જેમાં હજારો મેટ્રિક ટન માટી ખનન કરી લીધા બાદ તંત્રને બ્રીજની જાણ થઈ કરાઇ છે. ખાણ ખનીજ વિભાગને જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેમાં બ્રિજની જાણ માતર મામલતદારને થતા રાતોરાત બ્રિજને કલેક્ટરના સૂચનથી તોડી પડાયો છે.
ખાણ ખનીજ વિભાગ ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરશે
અગાઉ રઢુ સરપંચે તાલુકા સ્વાગત કાર્યક્રમમા રજુઆત કરતા SDMએ સ્થળ વિઝિટ કરવા સૂચના આપી હતી. મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા જોઈન્ટ વિઝીટ કરતા ગેરકાયદેસર બ્રિજ મળી આવ્યો હતો. ગેરકાયદેસર બ્રિજ મામલે મામલતદારે SDMને રજૂઆત કરી અને SDMએ કલેકટરને રજુઆત કરી હતી. આખરે કલેકટર દ્વારા તાત્કાલિક ગેરકાયદેસર બ્રિજ તોડી પાડવા આદેશ કરાયો હતો. રઢુ ગામના સરપંચ, ગામના આગેવાનો, ખેડૂતો, ખાણ ખનીજ વિભાગ ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમ, મામલતદાર, ખેડા ટાઉન રઢુ આઉટ પોસ્ટ પોલીસ સાથે રાખી કાર્યવાહી કરાઈ હતી. બ્રિજ સંપૂર્ણ તોડી ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળની વધુ તપાસ કાર્યવાહી હાથ ધરાશે. ખાણ ખનીજ વિભાગ ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: Stock Market : અમેરિકા પછી, ભારતીય શેરબજારમાં ગભરાટ, 23000 ની નીચે Nifty... RIL સહિત આ શેર પછડાયા!