Gujarat : છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધામાં બાળકીની બલી ચઢાવી!
- AIના યુગમાં હજુ પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાની રાહ પર
- છોટાઉદેપુરના બોડેલીના પાણેજ ગામમાં બની ઘટના
- લાલુ હિંમત તડવી નામના ભૂવાએ બાળકીનો જીવ લીધો!
છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધામાં બાળકીની બલી ચઢાવી છે. જેમાં AIના યુગમાં હજુ પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાની રાહ પર છે. છોટાઉદેપુરના બોડેલીના પાણેજ ગામમાં આ ઘટના બની છે. તેમાં લાલુ હિંમત તડવી નામના ભૂવાએ બાળકીનો જીવ લીધો છે. જેમાં સામેના ઘરમાં રહેતી 5 વર્ષની બાળકીની જ હત્યા કરી હતી. જેમાં બાળકીને ઘરમાં લઇ જઇ વિધિ કરી કુહાડીથી ગળું કાપી દીધું હતુ.
અંધશ્રદ્ધાના કારણે હત્યા
બાળકી પછી તેના નાના ભાઇની પણ બલી ચઢાવવાની તૈયારી હતી. ગ્રામજનો જોઇ જતા બાળકીનો નાનો ભાઇ બચી ગયો છે. તેમજ બાળકને બચાવી ગ્રામજનોએ પોલીસને જાણ કરી છે. મામલતદાર અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. જેમાં પોલીસે આરોપી લાલુ તડવીની ધરપકડ કરી છે. છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામોમાં અંધશ્રદ્ધાને કારણે નિર્દોષ લોકોનો જીવ લેવામાં આવ્યો છે. વાવાઝોડા, લાંબી બીમારીઓ, કે અચાનક દુર્ઘટનાઓ માટે તાંત્રિકો અને ભુવાઓ પર વિશ્વાસ રાખીને નિર્દોષ લોકોને દોષી ઠેરવવાની પરંપરા હજુ પણ જોવા મળે છે. આંધળી માન્યતાઓના કારણે સગાં-સંબંધીઓએ જ પોતાના જ નજીકના લોકો પર શંકા કરીને મારકૂટ કે હત્યા કરવા સુધીના કૃત્ય કર્યા છે.
શિક્ષણ અને જાગૃતિ છતાં અંધશ્રદ્ધા શા માટે?
ભલે આજના સમયમાં શિક્ષણ અને ટેક્નોલોજીનો વિકાસ થયો છે, પણ છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં લોકો હજુ પણ તાંત્રિક વિધિઓ, ભુવાઓ, અને જાદૂટોણાના નામે ગેરમાન્યતાઓમાં ફસાયેલા છે. ગામડાઓમાં કેટલીક મહિલાઓને ‘ડાકણ’ તરીકે જાહેર કરીને તેમની પર અત્યાચાર કરવામાં આવે છે. બલિદાન, દુશ્મનોને નુકસાન પહોંચાડવા કાળી વિદ્યાનો ઉપયોગ કરાતો હોવાના દાવાઓ આજ પણ કેટલાક વિસ્તારોમાં ધ્રુજારી પેદા કરે છે. જેમાં પ્રશ્ન થાય છે કે આધુનિક યુગમાં કયારે દૂર થશે અંધશ્રદ્ધા? આધુનિક યુગમાં કયારે અટકશે માનવબલિ? કેમ આવા પિશાચોમાં નથી કાયદાનો ડર? અંધશ્રદ્ધાના આવા રાક્ષસોનો અંત કયારે આવશે? કયાં સુધી માસુમો આવા હેવાનોનો ભોગ બનતા રહેશે?
આ પણ વાંચો : Rajkot : ગોંડલમાં પરપ્રાંતીય યુવકના મોતના કેસ મામલે રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા