Fake Currency Expose Gujarat : અત્યારે જ જોઈલો તમારા ખિસ્સાની નોટ નકલી તો નથી ને...
- ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરમાં સૌથી મોટો ખુલાસો
- નકલી ચલણી નોટ બનાવનારાઓને ઉઘાડા પાડતો રિપોર્ટ
- ફેક કરન્સી માફિયાઓને આંગળીના ટેરવે ઉઘાડા પાડો
Fake Currency Expose Gujarat : પહેલી નજરે આપ ફેક કરન્સીને નહીં જ ઓળખી શકો. કેવી રીતે ઓળખશો આપની કરન્સી અસલી છે કે નકલી? જેમાં ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરમાં સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. નકલી ચલણી નોટ બનાવનારાઓને ઉઘાડા પાડતો રિપોર્ટ સામે આવ્યો છે. ફેક કરન્સી માફિયાઓને આંગળીના ટેરવે ઉઘાડા પાડ્યા છે. જેમાં UV લાઈટની મદદથી જાણો અસલી-નકલીનો ભેદ.
ગુજરાત ફર્સ્ટના EXCLUSIVE ડેમોમાં અસલી-નકલી ભેદ
ઉલ્લેખનીય છે કે જાગૃત નાગરિક વિરેન્દ્રસિંહે જણાવ્યું છે કે UVથી અસલી નોટમાં લાલ કિલ્લો અલગ અલગ દેખાશે. જ્યારે નકલી નોટમાં લાલ કિલ્લામાં કોઈ ફર્ક નથી દેખાતો. અસલ ચલણી નોટ એમ્બોઝ પ્રિન્ટ આવે છે. નકલી નોટમાં એમ્બોઝ પ્રિન્ટ નથી હોતું. અલીબાબા એપ પર કોરા કાગળનું વેચાણ થાય છે.
નકલી ચલણી નોટોને લઈને સૌથી મોટો પર્દાફાશ
નકલી ચલણી નોટોને લઈને સૌથી મોટો પર્દાફાશ થયો છે. જેમાં RBIના કેટલાંક ફીચર્સ સાથેના કોરા પેપરનું ધૂમ વેચાણ થઇ રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. RBIના સિક્યુરિટી થ્રેડ અને વૉટરમાર્ક ધરાવતા નકલી પેપર મળી રહ્યાં છે. જેમાં RBIના અસલી કોરા પેપર જેવા જ નકલી કોરા પેપરનું વેચાણ થઇ રહ્યું છે. દેશના અર્થતંત્રને ખોખલું કરે તેવું મટીરિયલ બેરોકટોક મળે છે. જેમાં 20થી 22 જેટલી કંપનીઓ કોરા પેપર ઓનલાઇન વેચે છે.
તમામ કંપનીઓ ચીનથી ઓપરેટ કરતી હોવાનું અનુમાન
તમામ કંપનીઓ ચીનથી ઓપરેટ કરતી હોવાનું અનુમાન છે. જેમાં રાજકોટના વ્હીસલ બ્લોઅરે અવાજ ઉઠાવ્યો છે. તેમાં આવા પેપર પર પ્રિન્ટ થતી નોટ અદ્દલ અસલી જેવી જ છે. અસલીમાં ભળી ગયેલી આવી નકલી નોટ ઓળખવી મુશ્કેલ છે. જેમાં CBI, ED, RBI સુધી રાજકોટના વ્હીસલ બ્લોઅરે રજૂઆત કરી છે. જેમાં વળતી તપાસ કરાવવામાં એજન્સી કચાશ રાખે છે તથા બજારમાં મોટી માત્રામાં નકલી નોટ ફરતી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. એક નજરે જોતા તમે પણ નકલી નોટ ને જોઈ કહી ના શકો કે આ નકલી નોટ છે. નકલી નોટ અને ઓરિજનલ નોટ જોતા એક સરખી લાગે છે. કારણકે અમુક વસ્તુઓ જોતા નકલી નોટમાં ફરક કરવો ઘણો મુશ્કેલ છે.
આ પણ વાંચો: Rajkot : રાજકુમાર જાટના મોત મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા