Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Cyber Crime: હોસ્પિટલના CCTV વાયરલ મુદ્દે વધુ ખુલાસા, ક્રાઈમ બ્રાન્ચના DCP લવિના સિન્હાનું નિવેદન

Cyber Crime News: રાજકોટની પાયલ હોસ્પિટલના કેટલાક વીડિયો વાયરલ થયાં હતાં. જે કેસમાં પોલીસ દ્વારા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
cyber crime  હોસ્પિટલના cctv વાયરલ મુદ્દે વધુ ખુલાસા  ક્રાઈમ બ્રાન્ચના dcp લવિના સિન્હાનું નિવેદન
Advertisement
  1. વાયરલ CCTV મુદ્દે પોલીસની પૂછપરછમાં થયા વધુ ખુલાસા
  2. પ્રજવલ તેલીએ 8 થી 10 લાખની કમાણી કરીઃ DCP લવિના સિન્હા
  3. રૂપિયા 800 થી 2000 હજારમાં વીડિયો વેચતા હતાઃ DCP લવિના સિન્હા

Cyber Crime News: રાજકોટની પાયલ હોસ્પિટલના કેટલાક વીડિયો વાયરલ થયાં હતાં. જે કેસમાં પોલીસ દ્વારા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ છેલ્લા એક વર્ષથી આ રેકેટ ચલાવી રહ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ આ લોકો આ વીડિયોને સોશિયલ મીડિયામાં વેચતા પણ હતાં! જો કે, આ મામલે ગુજરાત પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવી જેની નોંધ વિધાનસભાના સદનમાં પણ લેવામાં આવી હતી.

Advertisement

 આ પણ વાંચો: Gujarat સહિત દેશને હચમચાવનાર CCTV કાંડમાં મોટો ઘટસ્ફોટ, કઈ રીતે ચાલતું હતું આ નેટવર્ક?

Advertisement

આરોપીઓ બે પ્રકારની ટેલીગ્રામ ચેનલ ચલાવતા હતાંઃ DCP લવિના સિન્હા

મળતી વિગતો પ્રમાણે હોસ્પિટલના CCTV વાયરલ મુદ્દે વધુ ખુલાસાઓ થયાં છે. આ પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછમાં કરવામાં આવી તેમાં વધુ મોટા ખુલાસાઓ થયાં છે. અત્યારે ક્રાઈમ બ્રાન્ચના DCP લવિના સિન્હાનું નિવેદન સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચના DCP લવિના સિન્હા (Crime Branch DCP Lavina Sinha)એ કહ્યું કે, આરોપીઓ બે પ્રકારની ટેલીગ્રામ ચેનલ ચલાવતા હતાં’ આ વીડિયો આરોપીઓ રૂપિયા 800 થી લઈને 2000 સુધીમાં વેચતા હતાં. આ સાથે પ્રજવલ તેલીએ 8 થી 10 લાખની કમાણી કરી હોવાનું પણ સામે આવ્યું છે. પ્રજવલ તેલી સાથે તેનો મિત્ર પણ સામેલ હતો તેનુ નામ પણ સામે આવ્યું છે અને તેની તપાસ અત્યારે ચાલુ છે.

આ પણ વાંચો: પાયલ મેટરનિટી હોસ્પિટલનાં CCTV વાઇરલ થવા મામલે મોટો ખુલાસો, 3 આરોપીની અટકાયત

રાજકોટની હોસ્પિટલ સિવાયના અન્ય વીડિયો પણ મળ્યાં

વધુમાં ક્રાઈમ બ્રાન્ચના DCP લવિના સિન્હા (Crime Branch DCP Lavina Sinha)એ મીડિયાને જણાવ્યું હતું કે, આ કેસમાં પોલીસને બે ટેલેગ્રામના આઈડી મળ્યાં છે. જેની તપાસ અત્યારે ચાલી રહીં છે. તેના દ્વારા આ લોકો વીડિયો ખરીદતા અને વેચતા હતાં. આ આરોપીઓમાં એક હેકર પણ છે, જે હેકિંગ કરીને વીડિયો મેળવતા હતાં. બીજું કે જે સોર્સથી આરોપીઓ વીડિયો મેળવતા હતાં પણ હેકર હોવાનું સામે આવ્યું છે. જેની સામે પણ તપાસ ચાલી રહીં છે. મહત્વની વાત એ છે કે, રાજકોટની હોસ્પિટલ સિવાયના અન્ય વીડિયો પણ મળ્યાં છે અને આ આરોપીઓ 6 થી 8 મહિનાથી એક્ટિવ હતા.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો