Gun Licence Scam : બોગસ ગન લાઈસન્સ કૌભાંડમાં 16 આરોપીઓના રિમાન્ડ મંજૂર
- ગુજરાત ATS દ્વારા ગેરકાયદેસર હથિયાર પકડવાનો કેસ (Gun Licence Scam)
- ATS એ પકડેલા 16 આરોપીઓને ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ કરાયા
- આરોપી શોકતઅલી સૈયદના 19 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર
- અન્ય 15 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
Ahmedabad : ગેરકાયદેસર હથિયાર પકડવાનાં કેસમાં (Gun Licence Scam) ગુજરાત ATS ની ટીમે ધરપકડ કરેલા 16 આરોપીઓને આજે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં કોર્ટે આરોપી શૌકતઅલી સૈયદના 19 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે, અન્ય 15 આરોપીઓના 3 દિવસનાં રિમાન્ડ મંજૂર કરાયા છે. તપાસમાં આરોપી શૌકતઅલીએ જ હથિયારો ખરીદવા માટે એજન્ટનો સંપર્ક કરાવ્યો હતો તેવો ખુલાસો થયો છે. આ મામલે આગળની તપાસ હાથ ધરાઈ છે.
આરોપી શોકતઅલી સૈયદના 19 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર
ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા ગેરકાયદેસર હથિયાર પકડવાના કેસમાં (Gun Licence Scam) વધુ 16 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓને આજે ગ્રામ્ય કોર્ટમાં (Ahmedabad) રજૂ કરાયા હતા. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ 15 આરોપીઓના 3 દિવસના (12-04-2025 સુધી) રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે, આરોપી શૌકતઅલી સૈયદના 19 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. માહિતી અનુસાર, કોર્ટમાં આરોપી શૌકતઅલીના 14 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી, જ્યારે અન્ય 15 આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. તપાસમાં એવો ખુલાસો થયો છે કે આરોપી શૌકતઅલીએ જ હથિયારો ખરીદવા માટે એજન્ટનો સંપર્ક કરાવ્યો હતો.
આ પણ વાંચો - Naroda Police : રાજ્યભરના ગુંડાઓને ફરી જેલમાં ધકેલવાની વાતો વચ્ચે નરોડા પોલીસે આવું કર્યું કામ
નાગાલેન્ડમાં જે લાઇસન્સ ઈશ્યૂ થયા તે તમામ સાચા હોવાની બચાવ પક્ષની દલીલ
કોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે, રાજ્યમાં નાગાલેન્ડનાં (Nagaland) કેટલા લાઇસન્સ છે તેની નોંધ લઈને તપાસ કરવાની શરૂ કરી. રાજ્યનાં કેટલાક લોકો નાગાલેન્ડ ગયા અને ખોટી રીતે લાઇસન્સ લઈને આવ્યા હોવાની ફરિયાદ અને હથિયારનો દુરુપયોગ કર્યા હોવાનો આરોપ પણ અમારા પર લગાવવામાં આવ્યો છે. નાગાલેન્ડમાં જે લાઇસન્સ ઈશ્યૂ થયા તે તમામ સાચા હોવાની બચાવ પક્ષના વકીલે રજૂઆત કરી હતી. વકીલે આગળ કહ્યું કે, સરકારની વેબસાઇટ છે, જેનાં પર ભારતમાં જેટલા લોકોને લાઇસન્સ રજૂ થયા છે તે બધાના નામ હોય છે. ઓનલાઈન જે નોંધણી હોય છે તેનાથી સ્પષ્ટ થાય છે. તો ATS કંઈ રીતે કહી શકે છે કે લાઇસન્સ ખોટા છે. વકીલે આગળ કહ્યું કે, નાગાલેન્ડ સરકાર પોતે કહેતી નથી કે લાઇસન્સ ખોટા છે. પહેલા એપ્લિકેશન થાય, પછી ઓનલાઈન પૈસા ભરવા પડે, પછી સરકાર વેરિફાઈ કરે. ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હથિયાર મળે છે. તમામ આરોપીઓ પાસે કાયદેસર લાઇસન્સ છે. કોર્ટે કહ્યું કે, ઓથોરિટી (નાગાલેન્ડ) નું આ મામલે શું કહેવું છે ? જે જાણવું ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો - ગેરકાયદેસર હથિયારો અને કારતૂસોનો તાળો મેળવવા ATS Gujarat ની મથામણ
સમગ્ર કૌભાંડમાં 108 લોકો સામે ફરિયાદ નોંધાઇ
જણાવી દઈએ કે, બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ (Illegal Weapons Licenses) કાઢી આપવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં ગુજરાત ATS દ્વારા વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે. મણિપુર (Manipur)-નાગાલેન્ડથી બોગસ લાઇસન્સ કૌભાંડમાં આરોપીઓ પાસેથી વધુ 15 જેટલા હથિયારો અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર કૌભાંડમાં (Gun Licence Scam) 108 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદ (Ahmedabad), સુરત (Surat), બોટાદ, સુરેન્દ્રનગરના હથિયારધારકોની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા ગુજરાત ATS (Gujarat ATS) દ્વારા 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ અનુસાર, ગુજરાતનાં 108 આરોપીઓને હથિયારનાં લાઇસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. 8 થી 20 લાખ રૂપિયામાં હથિયારનાં લાયસન્સ (Illegal Weapons Licenses) આપવામાં આવતા હતા. આરોપીઓ મણિપુર અને નાગાલેન્ડથી ખોટી રીતે લાઇસન્સ બનાવતા અને અહીં હથિયાર વેચતા હતા. ગુજરાત અને હરિયાણામાં અનેક લાઇસન્સ વેચ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બોગસ ડોક્યુમેન્ટના આધારે હથિયારના પરવાના પણ અપાવી દેવામાં આવતા હતા. મણિપુર અને નાગાલેન્ડથી લાઇસન્સ લાવતા હતા.
આ પણ વાંચો - ગુજરાતમાં ચાલતા બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડમાં ATS ફરિયાદની માહિતી કેમ છુપાવે છે ?