Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: એરપોર્ટ વિસ્તારમાં આવેલ તંદુર પેલેસ હોટેલમાં હત્યાનો ભેદ ઉકેલાયો

ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો અને તેને જ ગળેટૂંપો દઈ યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું
ahmedabad  એરપોર્ટ વિસ્તારમાં આવેલ તંદુર પેલેસ હોટેલમાં હત્યાનો ભેદ ઉકેલાયો
Advertisement
  • ક્રાઈમ બ્રાન્ચે આરોપી ચિંતન વાઘેલાની કરી ધરપકડ
  • ગઈકાલે તંદુર હોટેલમાં યુવતીનો મળી આવ્યો હતો મૃતદેહ
  • પૈસાની લેતી દેતીમાં યુવતીની હત્યા કરી આરોપી ફરાર થયો હતો

અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી ચિંતન વાઘેલાની ધરપકડ કરી છે. ગઈકાલે તંદુર પેલેસ હોટેલમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમાં પૈસાની લેતી દેતીમાં યુવતીની હત્યા કરી આરોપી ફરાર થયો હતો. અમદાવાદ એરપોર્ટ પાસેની તંદૂર પેલેસ હોટલમાંથી યુવતીની લાશ મળી હોવાના કેસને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો અને તેને જ ગળેટૂંપો દઈ યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

જાણો સમગ્ર ઘટના

અમદાવાદમાં વધુ એક વખત યુવતીની હત્યાની ઘટના સામે આવી હતી. અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ નામની હોટલમાં યુવતીની હત્યા કરવામાં આવી હતી. જેમાં ગળે ટૂંપો દઈને યુવતીની હત્યા કર્યા હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ. આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ મૂળ યુપીની યુવતી રામોલના મદનીનગરમાં રહેતી હતી અને અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી હતી, તેનું નામ નસરીનબાનું અખ્તર હતું. જો કે આ મામલે પોલીસ તમામ એન્ગલથી તપાસ કરી રહી છે અને હજુ સુધી હત્યાનું કોઈ કારણ જાણવા મળ્યું નથી.

Advertisement

હાલ તો આરોપી યુવકની ધરપકડ કરી તેની પૂછપરછ ચાલી રહી છે

પોલીસ હોટલ સ્ટાફ અને અન્ય શંકાસ્પદ લોકોની કડક પુછપરછ કરી રહી છે અને યુવતી સાથે આવેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી. તેમજ પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આરોપી યુવતીનો મિત્ર હોવાની પણ વાત સામે આવી છે. હત્યા બાદ તે આણંદ તરફ ભાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આરોપી યુવકની ધરપકડ કરી તેની પૂછપરછ ચાલી રહી છે.

Advertisement

આ પણ વાંચો: Vadodara: દરગાહ પાસે ચપ્પલ પહેરી આવવા મુદ્દે વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો

Tags :
Advertisement

.

×