Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : રમકડાં-ખાદ્યપદાર્થની આડમાં ઓનલાઈન ડ્રગ્સના ધંધાનો પર્દાફાશ

શાહીબાગ સ્થિત ફોરેન પાર્સલ ઓફિસમાં ડ્રગ્સના પાર્સલ જપ્ત કરાયા
ahmedabad   રમકડાં ખાદ્યપદાર્થની આડમાં ઓનલાઈન ડ્રગ્સના ધંધાનો પર્દાફાશ
Advertisement
  • ક્રાઈમ બ્રાંચે 3.45 કરોડથી વધુનો નશાનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • શાહીબાગ સ્થિત ફોરેન પાર્સલ ઓફિસમાં ડ્રગ્સના પાર્સલ જપ્ત
  • હાઈબ્રીડ ગાંજો, MD ડ્રગ્સ, ચરસ સહિતનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad : શહેરમાં ફરીથી વિદેશથી પાર્સલમાં આવેલું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેમાં ક્રાઈમ બ્રાંચે રૂપિયા 3.45 કરોડથી વધુનો નશાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શાહીબાગ સ્થિત ફોરેન પાર્સલ ઓફિસમાં ડ્રગ્સના પાર્સલ જપ્ત કરાયા છે. તેમાં હાઈબ્રીડ ગાંજો, MD ડ્રગ્સ, ચરસ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં રમકડાં અને ખાદ્ય સામગ્રીની આડમાં નશાનો સામાન લવાયો હતો.

Advertisement

Advertisement

અમેરિકા, કેનેડા અને થાઈલેન્ડથી પાર્સલમાં ડ્રગ્સ લવાયું

અમેરિકા, કેનેડા અને થાઈલેન્ડથી પાર્સલમાં ડ્રગ્સ લવાયું હતું. તેમાં કેનાબીલ ઓઈલ, આઈસોપ્રોપાઈલ નાઈટ્રેટ પણ મળી આવ્યું છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શંકાસ્પદ 105 પાર્સલની ચકાસણી કરી છે. લાંબા સમયથી પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ પાર્સલ પડ્યા હતા તેમાં પાર્ટી માટે મોટાયાપે વિદેશથી ડ્રગ્સ મંગાવવાનો ખુલાસો થયો છે.

કુરિયર મારફતે ચરસ-ગાંજો મંગાવવાની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી

અગાઉ કચ્છ જિલ્લાના બંદરીય મુંદરા ખાતેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટુકડીએ કુરિયર મારફતે ચરસ-ગાંજો મંગાવવાની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી પાડી હતી, જેમાં 10.149 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો હતો અને માલ મગાવનારા તથા મોકલનારા અજાણ્યા શખ્સો સામે પોલીસે તપાસ આરંભી હતી. તેમજ તાજેતરમાં પાર્સલની આડસમાં મંગાવેલ ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના 140 કિલો 600 ગ્રામના જથ્થા સાથે એક ઇસમને ગાંધીધામ પોલીસે પકડી પાડ્યો હતો. ગાંધીધામ GIDC વિસ્તારમાં આવેલ બ્લુડાર્ટ કુરીયર સર્વિસની ઓફીસ સેડ નં.સી.10 માં આવેલ પાર્સલોની આડસમાં પાર્સલ બોક્ષ નંગ-7 ની અંદર આવેલ પેકેટ નંગ-140 જેમાં અંદર ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને પાર્સલ બોક્ષ મોકલેલ હતો.

નશીલા પદાર્થ ગાંજો વજન 140 કિલો 600 ગ્રામનો જથ્થો ઝડપાયો

પાર્સલ બોક્ષ મેળવવા માટે આવેલ ઇસમ દ્વારા પાર્સલ બોક્ષ ન છોડાવી પોલીસની તપાસ બાબતે શંકા જતા ગાંધીધામ શહેર છોડી બસ મારફતે નાશી જવાની ફિરાકમાં હોવાનુ ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ દરમ્યાન જણાઈ આવતા પોલીસ ટીમ દ્વારા આ ગેરકાયદેસર રીતે પાર્સલમાં ગાંજો લાવનાર આરોપીને પકડી પાડી બ્લુડાર્ટ ઓફીસમાં પંચોની હાજરીમાં મળી આવેલ હતો. નશીલા પદાર્થ ગાંજો વજન 140 કિલો 600 ગ્રામનો જથ્થો અને મોબાઈલ ફોન સહિત કુલ 14,11,100નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ધનચંદકુમાર પંડીતની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટના મોતનું રહસ્ય ઘેરાયું, વધુ એક CCTV આવ્યા સામે

Tags :
Advertisement

Related News

featured-img
ક્રાઈમ

Rajkot : ગોંડલના જાટ યુવક રાજકુમારના મોત પર મોટો ઘટસ્ફોટ

featured-img
રાષ્ટ્રીય

લદ્દાખના કારગિલમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ-કાશ્મીરમાં પણ અનુભવાયા આંચકા

featured-img
Top News

Gujarat : અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈ વરતારો આપ્યો

featured-img
ધર્મ ભક્તિ

Rashifal : શુક્રવારે મા લક્ષ્મી આ રાશિઓ પર કૃપા કરશે, દરેક કાર્યમાં પ્રગતિ અને સફળતા મળશે

featured-img
Top News

Vadodara : નશાની હાલતમાં નબીરાઓએ મોતનો ખેલ ખેલ્યો, 7 લોકોને ઉડાવ્યા

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલમાં રાતે લુખ્ખા તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી, લોકો પર હુમલો કર્યો!

×

Live Tv

Trending News

.

×