Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda : વૃદ્ધોને એકાંતમાં બોલાવી અપહરણ કરતા, પછી ખેલાતો 'ખંડણીનો ખેલ', 2 મહિલા સહિત 9 ઝબ્બે

પોલીસે આરોપીઓને ફિલ્મી ઢબે ઝડપ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે 2 બાઈક, ફોન તેમ જ રોકડ સહિત કુલ 15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
kheda   વૃદ્ધોને એકાંતમાં બોલાવી અપહરણ કરતા  પછી ખેલાતો  ખંડણીનો ખેલ   2 મહિલા સહિત 9 ઝબ્બે
Advertisement
  1. Kheda નાં કપડવંજમાં હનીટ્રેપ કરતી ગેંગનો પર્દાફાશ
  2. વૃદ્ધને હનિટ્રેપમાં ફસાવી અપહરણ કર્યું, 3 લાખની માગી ખંડણી
  3. સાબરકાંઠાની ગેંગ કરતી હતી સિનિયર સિટિઝનને ટાર્ગેટ
  4. કપડવંજ પોલીસે બે મહિલા સહિત 9 ની ધરપકડ કરી

ખેડા જિલ્લાનાં (Kheda) કપડવંજ તાલુકામાં વૃદ્ધોને ટાર્ગેટ કરીને હનીટ્રેપમાં (Honey Trap) ફસાવી ખંડણી માંગતી ગેંગનો પર્દાફાશ થયો છે. સાબરકાંઠાની ગેંગની બે મહિલા સહિત 9 આરોપીની કપડવંજ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને ફિલ્મી ઢબે ઝડપ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે 2 બાઈક, ફોન તેમ જ રોકડ સહિત કુલ 15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓનાં રિમાન્ડ મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot : અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવા આવેલા શ્રદ્ધાળુઓનો બેંકો બહાર હોબાળો

Advertisement

Advertisement

સો. મીડિયા થકી સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરી એકાંતમાં મળવા બોલાવતી

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાના (Kheda) કપડવંજ તાલુકામાં સાબરકાંઠાની ગેંગ (Sabarkantha Gang) સક્રિય થઈ હતી. આ ગેંગ હનીટ્રેપ માટે માત્ર સિનિયર ,સિટિઝનને જ ટાર્ગેટ કરતી હતી. ગેંગની મહિલાઓ સોશિયલ મીડિયા થકી સિનિયર સિટિઝન સાથે સંપર્કમાં આવતી હતી અને ત્યાર બાદ મિત્રતા કેળવી એકાંતમાં મળવા માટે બોલાવતી હતી. જ્યારે વૃદ્ધ એકાંતમાં મળવા માટે આવે ત્યારે એકાંતમાં વીડિયો બનાવી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતી હતી અને રૂપિયા પડવાતી હતી. જ્યારે, કેટલાક કિસ્સામાં વૃદ્ધનું અપહરણ કરી ખંડણીનો ખેલ પણ ખેલાતો હતો.

આ પણ વાંચો - Waqf Bill : સાચી માહિતી લોકો સુધી પહોંચડવા BJP નું 'વકફ જનજાગરણ' અભિયાન

2 મહિલા સહિત કુલ 9 આરોપીઓની ઘરપકડ કરાઈ

દરમિયાન ગેંગ દ્વારા એક વૃદ્ધનું અપહરણ કરવામાં આવ્યું હતું અને 3 લાખની ખંડણીની માગ કરાઈ હતી. જો કે, આ મામલે ફરિયાદ થતાં પોલીસે ફિલ્મી ઢબે આરોપીઓની ધરપકડ કરી છે. કપડવંજ PI જનક દેવડાએ (Kapadvanj PI Janak Devda) તોડની બાકી રકમ લેવા આવેલી ગેંગની કારનાં કાચ તોડી અટકાવી આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં 2 મહિલા સહિત કુલ 9 આરોપીઓને ઝડપ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે 2 કાર, મોટરસાઇકલ, મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓમાં મુખ્ય આરોપી દીપેશ પટેલ, હનીટ્રેપ કરતી ખુશ્બૂ ચૌહાણ, આલુસિંહ મકવાણા, વિજય વાઘેલા, અશ્વિનસિંહ ચૌહાણ, પંકજગીરી ગોસ્વામી, દક્ષા ગોસ્વામી, જય પટેલ નજિરમિયાં કુરૈશી સામેલ છે. પોલીસે (Kapadvanj Police) આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - Jamnagar : ઠગબાજો સામે લાલ આંખ! સાઇબર ક્રાઇમ પોલીસની સરાહનીય કામગીરી

Tags :
Advertisement

.

×