Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Union Budget 2024: બજેટમાં લેવાશે આ નિર્ણયો! તો શેરબજાર પર થશે મોટી અસર

Union Budget 2024: આવતીકાલે શેરબજારમાં મોટી ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ વધારે છે, કારણ કે નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) 23મી જુલાઈની સવારે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેમાં શેરબજારને અસર કરતી ઘણી જાહેરાતો થઈ શકે છે. આ બજેટમાં ટેક્સ અને...
union budget 2024  બજેટમાં લેવાશે આ નિર્ણયો  તો શેરબજાર પર થશે મોટી અસર

Union Budget 2024: આવતીકાલે શેરબજારમાં મોટી ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ વધારે છે, કારણ કે નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) 23મી જુલાઈની સવારે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેમાં શેરબજારને અસર કરતી ઘણી જાહેરાતો થઈ શકે છે. આ બજેટમાં ટેક્સ અને આવક વધારવા પર ફોકસ કરવામાં આવી શકે છે. સરકાર કેપિટલ ગેઈન ટેક્સ અંગે કેટલીક જાહેરાત કરી શકે છે. જો આવું થશે તો આવતીકાલે શેરબજારમાં ભારે ઘટાડો આવી શકે છે.

Advertisement

બીજી તરફ, ઇકોનોમિક સર્વેમાં (Economic Survey) રિટેલ રોકાણકારો અને એફએન્ડઓ ટ્રેડર્સ દ્વારા શેરબજારમાં થયેલા નુકસાનને હાઇલાઇટ કરવામાં આવ્યું હતું. ઇકોનોમિક સર્વે 2024માં કહેવામાં આવ્યું હતું કે રિટેલ રોકાણકારોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ ઉપરાંત શેરબજારમાં સટ્ટાબાજીનું ચલણ વધી રહ્યું છે. જેના કારણે લોકોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આર્થિક સર્વેમાં સરકાર દ્વારા આવો ઉલ્લેખ બજેટમાં શેરબજાર માટે કેટલીક વિશેષ જાહેરાતની અપેક્ષા દર્શાવી રહ્યો છે.

Advertisement

જો બજેટમાં આ નિર્ણય લેવાશે તો શેરબજારમાં મોટું  નુકસાન થયો

  • એવો અંદાજ છે કે જો સરકાર રિટેલ રોકાણકારોને નુકસાનથી બચાવવા માટે કેપિટલ ગેઈન ટેક્સ વધારવામાં આવે તો શેરબજારમાં ભારે ઘટાડો થઈ શકે છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે આ ઘટાડો 2024ની સામાન્ય ચૂંટણીના પરિણામોના દિવસે એટલે કે 4 જૂને થયેલા ઘટાડા સમાન હોઈ શકે છે. અથવા તો કેપિટલ ગેઈન ટેક્સ ઘટે તો માર્કેટ વધે તેવી પણ શક્યતાઓ છે.એટલે કે તમામ વાતો બજેટને આધારિત રહેશે.
  • આ સિવાય શેરબજારમાં છૂટક રોકાણકારો અને એફએન્ડઓ ટ્રેડર્સને થતા નુકસાનને રોકવા માટે કેટલીક ખાસ જાહેરાત કરવામાં આવે તો પણ શેરબજારમાં કડાકો આવે તેવું અનુમાન છે.. રિટેલ રોકાણકારો અને F&O વેપારીઓને નુકસાનથી બચાવવા માટે ઊંચા કર લાદવામાં આવી શકે છે. તમે વાર્ષિક આવક પણ નક્કી કરી શકો છો.
  • આ સિવાય હાલમાં બજેટ પહેલા આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે બેંકોમાંથી લિક્વિડીટી ઘટી રહી છે અને શેરબજારની માર્કેટ મૂડીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે લોકો શેરબજારમાં વધુને વધુ નાણાંનું રોકાણ કરી રહ્યા છે. હવે રોકાણકારો FD અથવા અન્ય ઓછા જોખમી સ્થળોએ ઓછા પૈસા રોકે છે. આવી સ્થિતિમાં સરકાર લિક્વિડિટી વધારવા અને લોકોની બચતને બચાવવા માટે કેટલીક જાહેરાતો કરી શકે છે, જેની શેરબજાર પર નકારાત્મક અસર પડશે.

Advertisement

રોકાણકારોની નજર રહેશે શેરમાર્કેટમાં

આર્થિક સર્વેમાં કહેવાયું છે કે મોટા ભાગના લોકો F&O ટ્રેડિંગમાં જંગી નફાની આશામાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે અને જુગારના દૃષ્ટિકોણથી તેને ધ્યાનમાં લઈ રહ્યા છે. આ વિચાર ડેરિવેટિવ ટ્રેડિંગમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં વધારો કરી રહ્યો છે. જેના કારણે તેઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આર્થિક સર્વેમાં જણાવ્યું હતું કે રોકાણકારોમાં જાગરૂકતા વધારવાની અને તેમને ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાંથી ઓછા અથવા નકારાત્મક અપેક્ષિત વળતર વિશે ચેતવણી આપવા માટે સતત નાણાકીય શિક્ષણ આપવાની જરૂર છે.

અનેક રોકાણકારો જોખમ લેવા તૈયાર

સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે ડેરિવેટિવ ટ્રેડિંગમાં એવા લોકો વધુ છે જે દરેક વસ્તુનું જોખમ લેવા તૈયાર છે અને શક્ય તેટલી વહેલી તકે લાખો અને કરોડો રૂપિયા કમાવવાનું વિચારી રહ્યા છે. ઇકોનોમિક સર્વેએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024માં ઇક્વિટી કેશ સેગમેન્ટ ટર્નઓવરમાં વ્યક્તિગત રોકાણકારોનો હિસ્સો 35.9 ટકા હતો. બંને ડિપોઝિટરીઝ સાથેના ડીમેટ ખાતાઓની સંખ્યા FY23માં 1,145 લાખથી વધીને FY24માં 1,514 લાખ થઈ ગઈ છે.

આ પણ  વાંચો  -SHARE MARKET: બજેટ પહેલા શેરબજાર લાલ નિશાનમાં બંધ, Wipro અને Reliance માં મોટો કડાકો

આ પણ  વાંચો  - Budget 2024 : આવકવેરામાં થઇ શકે છે મોટા ફેરફાર! શું મધ્યમ વર્ગને મળશે રાહત?

આ પણ  વાંચો  - Budget 2024 પહેલા નાણા મંત્રાલયમાં યોજાઈ હલવા સેરેમની

Tags :
Advertisement

.