Stock Market:શેરબજાર ખૂલતા જ કડાકો,સેન્સેક્સ આટલા પોઈન્ટ તૂટયો
- શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું
- સેન્સેક્સમાં 189 પોઈન્ટના ઘટાડો
- નિફ્ટીમાં 63 પોઈન્ટનો ઘટાડો
Stock Market:નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેર માર્કેટ(Stock Market)ની આજે ઘટાડા સાથે શરૂઆત થઈ છે. સેન્સેક્સ 189 પોઈન્ટના ઘટાડા સાથે 77962 પર કારોબાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટીમાં 63 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. કોટક મહિન્દ્રા બેંક,બજાજ ઑટો, એમએન્ડએમ, શ્રીરામ ફાઈનાન્સ, ટાટા મોટર્સ અને એશિયન પેંટ્સના શેર 0.54 થી 1.83 ટકા સુધી વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. RBI, ઓએનજીસી, સન ફાર્મા, એલએન્ડટી, અપોલો હોસ્પિટલ, બીપીસીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી પોર્ટ્સ અને કોલ ઈન્ડિયાના શેરમાં 0.79 થી 1.17 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
મિડકેપ શેરની સ્થિતિ
ટોરેન્ટ ફાર્મા, યુનો મિંડા, પીબી ફિનટેક, પેટીએમ અને ઈપ્કા લેબ્સના શેરમાં 0.56 થી 1.06 ટકા સુધી ઘટાડો છે. બેયર કોર્પસાયન્સ, ટાટા એલેક્સિ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, સોલાર ઈન્ડસ્ટ્રીઝ અને વેદાંત ફેશન્સ 0.09 થી 1.34 ટકા વધારો છે.
આ પણ વાંચો -Stock Market:આ 5 કંપનીઓના શેર પર રાખો નજર, તેજીની શક્યતા!
નિફ્ટી શેરની સ્થિતિ
આજે નિફ્ટીમાં સૌથી વધુ તેજી કોટક બેંક (1.71%), હિન્ડાલ્કો (1.56%), બજાજ ઓટો (1.09%), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (0.54%) અને TCS (0.37%) માં જોવા મળી. તે જ સમયે, સૌથી મોટો ઘટાડો લાર્સન એન્ડ ટુબ્રો (1.58%), ટાટા મોટર્સ (1.40%), ટ્રેન્ટ (1.38%), એપોલો હોસ્પિટલ (1.22%) અને ONGC (1.17%) માં જોવા મળ્યો.
આ પણ વાંચો -share market ખૂલતા જ કડાકો,સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઘટાડો
જાણો સેકટરની સ્થિતિ
સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરીએ તો, નિફ્ટી રિયલ્ટીમાં સૌથી મોટો ઘટાડો 1.20 ટકા જોવા મળ્યો. આ ઉપરાંત, નિફ્ટી બેંક 0.25 ટકા, નિફ્ટી ઓટો 0.36 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ 0.43 ટકા, નિફ્ટી આઇટી 0.17 ટકા, નિફ્ટી મેટલ 0.48 ટકા, નિફ્ટી ફાર્મા 0.57 ટકા, નિફ્ટી પીએસયુ બેંક 0.19 ટકા વધ્યા, નિફ્ટી હેલ્થકેર નિફ્ટી ઇન્ડેક્સ 0.66 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.90 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.56 ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર 0.58 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ એક્સ-બેંક 0.53 ટકા ઘટ્યા હતા. આ ઉપરાંત, નિફ્ટી પ્રાઇવેટ બેંક 0.03 ટકા, નિફ્ટી મીડિયા 1.25 ટકા અને નિફ્ટી FMCG 0.06 ટકા વધ્યા હતા.