Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Stock Market : મંદી બાદ શેરબજારમાં તેજી,સેન્સેક્સમાં 690 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

Stock Market: ભારતીય શેરબજાર (Stock Market) માટે બુધવારનું ટ્રેડિંગ સેશન શાનદાર રહ્યું હતું. જો કે સવારે બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું, પરંતુ રોકાણકારો ખરીદી પર પાછા ફર્યા બાદ બજાર જોરદાર ગતિ સાથે પરત ફર્યું હતું. સેન્સેક્સ નીચલા સ્તરેથી1,000 પોઈન્ટથી વધુના...
stock market   મંદી બાદ શેરબજારમાં તેજી સેન્સેક્સમાં 690 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

Stock Market: ભારતીય શેરબજાર (Stock Market) માટે બુધવારનું ટ્રેડિંગ સેશન શાનદાર રહ્યું હતું. જો કે સવારે બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું, પરંતુ રોકાણકારો ખરીદી પર પાછા ફર્યા બાદ બજાર જોરદાર ગતિ સાથે પરત ફર્યું હતું. સેન્સેક્સ નીચલા સ્તરેથી1,000 પોઈન્ટથી વધુના વધારા સાથે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી નીચલા સ્તરેથી 300 પોઈન્ટથી વધુના વધારા સાથે બંધ થયો હતો. આજના કારોબારમાં મિડ કેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. Stock Market બંધ થતાં BSE સેન્સેક્સ 690 પોઈન્ટના ઉછાળા સાથે 71,060 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 215 પોઈન્ટના ઉછાળા સાથે 21,453 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

Advertisement

ક્ષેત્રની સ્થિતિ

Advertisement

આજના કારોબારમાં શેરબજારમાં (Stock Market) તમામ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી રહી છે. બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. ગઈકાલના ઘટાડા બાદ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. નિફ્ટીનો મિડ કેપ ઈન્ડેક્સ 853 પોઈન્ટના વધારા સાથે અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 260 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરો ઉછાળા સાથે અને 50 નિફ્ટીમાંથી 41 શેરો ઉછાળા સાથે અને 9 ઘટાડા સાથે બંધ થયા હતા.

Advertisement

માર્કેટ કેપમાં મજબૂત વધારો
શેરબજારમાં મજબૂત ઉછાળાને કારણે આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.50 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે. BSEનું માર્કેટ કેપ રૂ. 371.39 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 365.97 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું.

વધતા અને ઘટતા શેર
આજના ટ્રેડિંગમાં ટાટા સ્ટીલ 3.88 ટકા, પાવર ગ્રીડ 3.49 ટકા, એચસીએલ ટેક 3.44 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 3.23 ટકા, ટેક મહિન્દ્રા 3.09 ટકા, એચયુએલ 2.90 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ICICI બેન્ક 2.94 ટકા, એક્સિસ બેન્ક 2.77 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.91 ટકા, TCS 0.36 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

આ  પણ  વાંચો  - Stock Market Crash : તેજી બાદ ભારતીય શેર બજાર કડડભૂસ,સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ તૂટ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.