Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શેર માર્કેટમાં ઘટાડો થતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ડરવાની જરૂર નથી

વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલા વેચાણ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વિદેશી રોકાણકારો જોરદાર વેચાણ કરી રહ્યા છે.
શેર માર્કેટમાં ઘટાડો થતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું  ડરવાની જરૂર નથી
Advertisement
  • ‘વૈશ્વિક તણાવ વચ્ચે વિદેશી રોકાણકારો વેચાણ કરે છે’
  • ‘FII દ્વારા કરવામાં આવી રહેલા વેચાણથી ગભરાવાની જરૂર નથી’
  • ‘આપણી અર્થવ્યવસ્થા મજબૂત છે, અમે તેનો સામનો કરીશું’

વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલા વેચાણ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વિદેશી રોકાણકારો જોરદાર વેચાણ કરી રહ્યા છે.

Advertisement

આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વૈશ્વિક તણાવ વચ્ચે વિદેશી રોકાણકારો વેચાણ કરે છે. આનાથી ગભરાવાની કોઈ જરૂર નથી.

Advertisement

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે FII દ્વારા કરવામાં આવી રહેલા વેચાણથી આપણે ગભરાવાની જરૂર નથી. આપણી અર્થવ્યવસ્થા મજબૂત છે, અમે તેનો સામનો કરીશું. મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે બજારમાં ઘટાડાથી ડરવાની કોઈ જરૂર નથી. બધું બરાબર છે.

Advertisement

હાલમાં શેરબજારમાં વિદેશી રોકાણકારો વેચાણ તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. જેને લઈને શેરબજારમાં રોકાણકારોના હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બજારમાં અસ્થિરતા પાછળનું કારણ અમેરિકાનો ટેરિફ ખતરો અને સોનાના વધતા ભાવ છે. આ ઉપરાંત, વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલા વેચાણથી પણ બજારની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. લગભગ 45-46 દિવસમાં, દેશમાં વિદેશી રોકાણકારોએ દરરોજ સરેરાશ 2,150 કરોડ રૂપિયાથી વધુ રકમ ઉપાડી લીધી છે. જાન્યુઆરી મહિનામાં આ આંકડો 78 હજાર કરોડ રૂપિયા હતો, જેની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર પડી રહી છે.

વૈશ્વિક અનિશ્ચિતતામાં FII વેચાણ કરી રહ્યા છે: નાણામંત્રી

નાણામંત્રી નિર્મલા સીતારમણે મુંબઈમાં કહ્યું કે હાલમાં વૈશ્વિક અનિશ્ચિતતાનો સમય છે. આવી સ્થિતિમાં, વિદેશી રોકાણકારો વેચવાલી કરે છે. આનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. વિદેશી રોકાણકારો નફો બુકિંગ માટે વેચાણ કરે છે. ભારતીય શેરબજારની સ્થિતિ મજબૂત છે.

નવા આવકવેરા બિલ પર 60,000 થી વધુ ઇનપુટ્સ પ્રાપ્ત થયા

નાણામંત્રી નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક MSME ક્લસ્ટરમાં SIDBI શાખાઓ હશે. આ વખતે બજેટમાં, દરેક માટે વિકાસ સુનિશ્ચિત કરવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. અન્ય ઉભરતા બજારોમાંથી નાણાં પાછા ખેંચવાના સમાચાર ખોટા છે. જ્યારે પણ વૈશ્વિક તણાવની પરિસ્થિતિ ઊભી થાય છે, ત્યારે વિદેશી રોકાણકારો વેચી દે છે. ભારતનું અર્થતંત્ર મજબૂત છે. અમે બધા ક્ષેત્રો પર ધ્યાન આપ્યું છે. અમને નવા આવકવેરા બિલ પર 60,000 થી વધુ ઇનપુટ્સ પણ મળ્યા છે.

આ પણ વાંચો: Stock Market Fall : શેરબજારમાં સુધારો ન થઈ શક્યો... સતત 9મા દિવસે મોટો ઘટાડો, આ 10 શેર ઘટ્યા

Tags :
Advertisement

Trending News

.

×