Stock Market Closing : શેરબજાર ધડામ,સેન્સેક્સ 2,226 પોઇન્ટ તૂટયો
- શેરબજારમાં મોટા ઘટાડા સાથે બંધ
- સેન્સેક્સ 2,226 પોઇન્ટતૂટયો
- રોકાણકરોએ 20 લાખ કરોડ સ્વાહા
Stock Market Closing: શેરબજારમાં આજે મોટા (Stock Market Closing)ઘટાડા સાથે બંધ થયુ છે. સોમવારે શેરબજારમાં મોટો (Stock market crash)કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ 2600 પોઇન્ટથી વધારે ડાઉન થયુ જ્યારે હવે 3.30 કલાકે શેરબજાર લાલ નિશાને બંધ થયુ છે. સેન્સેક્સ 2043 પોઇન્ટ તૂટીને 73,321 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 742 પોઇન્ટ તૂટીને 22,242 અંકે બંધ થયો.
સ્ટોક માર્કેટમાં 10 મહિનાનો સૌથી મોટો કડાકો
Trent, Tata Stel, JSW Steel, Hindalco Industries, L&T નિફ્ટીના ટોપ લૂઝર રહ્યા. બીજી તરફ Hindustan Unilever ટોપ ગેનર રહ્યું. તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયું. મેટલ ઇન્ડેક્સ 7 ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ 6 ટકા, મીડિયા પીએસયુ બેંક, ઓટો, એનર્જી અને આઇટી ઇન્ડેક્સ 3-4 ટકાના ઘટાડા સાથે બંધ થયું #BlackMonday
આ પણ વાંચો -Stock market crash: શેરબજારમાં મોટા કડાકા પાછળ આ 5 કારણો જવાબદાર!
તમામ ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ
બીએસઇનું મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 3.8 ટકા અને 4.6 ટકાના ઘટાડો જોવા મળ્યો. કારોબારના અંતમાં સેંસેક્સ 2226.79 પોઇન્ટ એટલે કે 2.95 ટકાના ઘટાડા સાથે 73,137.90 ના સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી 742.85 પોઇન્ટ એટલે કે 3.24 ટકાના ઘટાડા સાથે 22,161.60 ના સ્તર પર બંધ થયું.
આ પણ વાંચો -Bitcoin : શેરબજાર જ નહીં, ટ્રમ્પ ટેરિફના કારણે બિટકોઈન પણ ક્રેશ,જાણો કિંમત
રોકાણકારોએ 10 મિનિટમાં 20 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
સોમવારે ભારતીય શેરબજારમાં આવેલા મોટા ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. બજાર ખુલતાની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 3,86,01,961 લાખ કરોડ થઈ ગયું. શુક્રવારે તે ૪૦૪,૦૯,૬૦૦ લાખ કરોડ રૂપિયા હતું. આ રીતે, બજાર ખુલ્યાના 10 મિનિટમાં, રોકાણકારોની સંપત્તિમાં 20,00,00 કરોડ રૂપિયાનો ઘટાડો થયો.