Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Stock Market: શરબજારમાં તૂફાની તેજી, સેન્સેક્સમાં 1300 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

ભારતીય શરબજારમાં તૂફાની તેજી સાથે બંધ સેન્સેક્સમાં 1300 પોઈન્ટના ઉછાળા સાથે બંધ નિફ્ટીમાં 400 પોઈન્ટનો ઉછાળો Stock Market: ભારતીય શેરબજાર (Stock Market)આજે એટલે કે, 16 ઓગસ્ટ શુક્રવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ તેજી સાથે ઓપન થયું...
stock market  શરબજારમાં તૂફાની તેજી  સેન્સેક્સમાં 1300 પોઈન્ટના ઉછાળા સાથે બંધ
  1. ભારતીય શરબજારમાં તૂફાની તેજી સાથે બંધ
  2. સેન્સેક્સમાં 1300 પોઈન્ટના ઉછાળા સાથે બંધ
  3. નિફ્ટીમાં 400 પોઈન્ટનો ઉછાળો

Stock Market: ભારતીય શેરબજાર (Stock Market)આજે એટલે કે, 16 ઓગસ્ટ શુક્રવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ તેજી સાથે ઓપન થયું હતું. સેન્સેક્સ( Sensex) 1,330 પોઈન્ટના ઉછાળા સાથે 80,436 પર બંધ રહ્યો હતો. નિફ્ટી (Nifty)પણ લગભગ 400 પોઈન્ટ વધીને 24,541ના સ્તરે બંધ થયો હતો. સવારે બજાર 800 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ખુલ્યું હતું, જોકે બાદમાં તેમાં 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. હવે બજારમાં ફરી તેજી આવી છે. આઈટી, ઓટો, મીડિયા, રિયલ્ટી અને ઓઈલ એન્ડ ગૅસ શેરોમાં ખરીદી જોવા મળી હતી.

Advertisement

રોકાણકારોની સંપત્તિમાં છ લાખ કરોડનો વધારો થયો

ભારતીય શેરબજારમાં મજબૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ફરીથી રૂપિયા 450 લાખ કરોડને પાર કરી ગયું છે અને રૂપિયા 450.35 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે ગત સત્રમાં રૂપિયા 444.29 લાખ કરોડ હતું. આજના છેલ્લા સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા છ લાખ કરોડથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે.

Advertisement

ગઈકાલે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે માર્કેટ બંધ હતું

શેરબજારમાં ગઈકાલે ગુરુવારે 15મી ઓગસ્ટને લીધે રજા હતી. આની પહેલા બજારમાં બુધવારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 150 પોઈન્ટ વધીને 79,065ના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટીમાં 24,143ના સ્તરે ફલેટ બંધ થયો હતો. નિફ્ટીના 50 શેર્સમાંથી 24માં તેજી જોવા મળી અને 26માં ભારે ઘટાડો રહ્યો હતો.

Advertisement

આ પણ  વાંચો -આ રાજ્ય સરકારે 50 લાખ રૂપિયાની લોન શૂન્ય વ્યાજ દર સાથે કરી જાહેર

આ 10 શેર રોકેટ  બન્યા

તાજેતરમાં લિસ્ટેડ કંપની OLA ઈલેક્ટ્રીકના શેરમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો, જેણે આજે 20 ટકાની અપર સર્કિટ ફટકારી છે. લાંબા ગાળામાં, ડીએલએફના શેર 5 ટકા, વિપ્રોના શેર 4.26 ટકા, પાવર ફાઇનાન્સ કોર્પ 4 ટકા, પોલિસી બજારના શેર 8 ટકા, પીરામિલ એન્ટરપ્રાઇઝ 7.36 ટકા, એમપીસા 7 ટકા, સીડીએસએલના શેર 9 ટકા, ઝેન્સાર ટેક્નોલોજી 7.73 ટકા અને નિપ્પોન ઇન્ડિયા એએમસી 7.49 ટકા વધ્યો

આ પણ  વાંચો -Bank Fraud : ED એ Avantha Group ની રૂ. 678 કરોડની સંપત્તિ જપ્ત કરી...

52 સપ્તાહની ટોચે 95 શેર

NSEના કુલ 2,797 શેરમાંથી 1,872 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે 845 શેર ઘટાડા પર ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય 80 શેર યથાવત રહ્યા હતા. 95 શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 31 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા. 112 શેર અપર સર્કિટ પર અને 76 શેર લોઅર સર્કિટ પર હતા.

Tags :
Advertisement

.