Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stock market down: શેરબજાર ખુલતાં જ ધડામ,સેન્સેક્સમાં 800 પોઈન્ટ તૂટયો

શેરબજાર ખુલતાં જ ધડામ સેન્સેક્સમાં 800 પોઈન્ટ તૂટયો નિફ્ટીમાં 247 પોઈન્ટનો ઘટાડો Stock market down: અઠવાડિયાના પહેલા શુક્રવારની શરૂઆત શેરબજાર (Stock Market Crash) માટે ખૂબ જ ખરાબ રહી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 834 પોઈન્ટ ઘટીને 76,567 પર...
stock market down  શેરબજાર ખુલતાં જ ધડામ સેન્સેક્સમાં 800 પોઈન્ટ તૂટયો
Advertisement
  • શેરબજાર ખુલતાં જ ધડામ
  • સેન્સેક્સમાં 800 પોઈન્ટ તૂટયો
  • નિફ્ટીમાં 247 પોઈન્ટનો ઘટાડો

Stock market down: અઠવાડિયાના પહેલા શુક્રવારની શરૂઆત શેરબજાર (Stock Market Crash) માટે ખૂબ જ ખરાબ રહી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 834 પોઈન્ટ ઘટીને 76,567 પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ ખુલતાની સાથે જ 247 પોઈન્ટ ઘટી ગયો. ઓપન માર્કેટ પહેલા પણ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટા ઘટાડાના સંકેતો હતા અને BSE ઇન્ડેક્સ 750 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. નોંધનીય છે કે ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે બંને શેરબજાર સૂચકાંકો લાલ રંગમાં બંધ થયા હતા. બજારમાં ઘટાડા વચ્ચે, ઝોમેટો(Zomato Share)ના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો, જ્યારે ટાટા મોટર્સ, રિલાયન્સથી લઈને HDFC બેંકના શેર છૂટાછવાયા જોવા મળ્યા.

સેન્સેક્સ મોટા ઘટાડા સાથે ખુલ્યો

સોમવારે જ્યારે શેરબજાર ખુલ્યું, ત્યારે સેન્સેક્સ 76,629.90 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 77,378.91 થી 749.01 પોઈન્ટ ઘટીને 76,535 ના સ્તરે પહોંચ્યો. નિફ્ટી પણ તેના અગાઉના 23,432.50  ના બંધ સ્તરથી નીચે આવીને 23195 .40 પર ખુલ્યો અને થોડી જ વારમાં તે ૨૪૭ પોઈન્ટ ઘટીને 23,172.70 પર બંધ થયો.

Advertisement

Advertisement

શુક્રવારે પણ ઘટાડો જોવા મળ્યો હતો

ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર પણ ઘટાડા સાથે બંધ થયું. વૈશ્વિક બજારમાં મિશ્ર વલણ હોવા છતાં, આઇટી શેરોમાં વધારો જોવા મળ્યો, પરંતુ આ વધારો ઘટતા બજારને સંભાળી શક્યો નહીં. વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી વેચવાલીથી પણ બજાર પર દબાણ વધ્યું. શુક્રવારે BSE સેન્સેક્સ 77,682 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, પરંતુ અંતે તે 241.30 પોઈન્ટ અથવા 0.31% ના ઘટાડા સાથે 77,378.91 પર બંધ થયો હતો.

આ પણ  વાંચો-Stock Market : આજે આ 5 શેરોમાં જોવા મળશે હલચલ,રાખો નજર

આ શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો

સોમવારે શેરબજારમાં આવેલા ભારે શરૂઆતના ઘટાડા વચ્ચે સૌથી વધુ ઘટેલા શેરોમાં ઝોમેટો લગભગ 2%, એશિયન પેઇન્ટ્સ (1.70%), ટાટા મોટર્સ (1.50%), અદાણી પોર્ટ્સ (1.40%), HDFC બેંક (1.40%) હતા. ) , રિલાયન્સ (1.20%) ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. મિડકેપ કંપનીઓમાં, AWL શેર (6.79%), કલ્યાણ જ્વેલર્સ શેર (5.16%) અને RVNL શેર (4.55%) નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.

આ પણ  વાંચો-Stock Market: જાન્યુઆરીમાં વિદેશી રોકાણકારોનું 'ભારત છોડો અભિયાન' કેમ શરૂ થાય છે, ચાર વર્ષના આંકડા સાક્ષી

1941  શેર લાલ નિશાન પર ખુલ્યો

કારોબાર શરૂ થતાંની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીના કડાકા વચ્ચે, બજારમાં હાજર લગભગ 1941 કંપનીઓના શેર લાલ નિશાન પર ખુલ્યા, જે તેમના પાછલા બંધ કરતા ઘટાડો દર્શાવે છે. ગ્રીન ઝોનમાં ફક્ત 737 શેર જ તેજી સાથે ખુલ્યા. આ સિવાય ૧૭૨ શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

Tags :
Advertisement

.

×