Share Market :શેરબજાર તેજી સાથે બંધ,સેન્સેકસમાં આટલા પોઇન્ટનો ઉછાળો
- શેરબજાર તેજી સાથે બંધ થયો
- નિફ્ટી બંનેમાં પોઝિટીવ અસર જોવા મળી
- સેન્સેક્સ 427 પોઇન્ટના વધારા જોવા મળ્યો
Share Market Closing:શેરબજારમાં(Share Market ) તેજીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં પોઝિટીવ અસર જોવા મળી રહી છે. જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં જ ટ્રેન્ડ કરી રહ્યા છે. બપોરે 3.30 કલાકે સેન્સેકસ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 427 પોઇન્ટના વધારા સાથે 77,151 અંકે બંધ થયો. નિફ્ટી 139.05 પોઇન્ટના વધારા સાથે 23,352 અંક પર બંધ થયો.
બજારમાં તેજી
ઉત્તમ વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં ઉત્સાહ જોવા મળ્યો અને બજાર સતત ત્રીજા દિવસે વધારા સાથે બંધ થયું. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી. બેંકિંગ શેરોમાં ઉછાળો,ઇન્ડેક્સ 1% થી વધુ વધ્યો. મેટલ, પીએસઈ, એનર્જી શેરોમાં ખરીદી જોવા મળી હતી જ્યારે ઇન્ફ્રા, ઓટો ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. આઇટી, એફએમસીજી, ફાર્મા શેરોમાં દબાણ હતું.
આ પણ વાંચો -બજેટમાં નાણામંત્રી ખેડૂતોનું ખાસ ધ્યાન રાખશે, આ જાહેરાતો થઈ શકે છે
અદાણી પોર્ટ્સના શેરમાં 2 ટકાનો વધારો થયો
આજે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે 10 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. એ જ રીતે, નિફ્ટી 50 કંપનીઓમાંથી33 કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં અને 17 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા
આ પણ વાંચો -કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, હવે તેજસ અને વંદે ભારતમાં LTC સુવિધા મળશે
ટોપ લુઝર-ટોપ ગેનર
નિફ્ટીમાં HDFC લાઇફ, શ્રીરામ ફાઇનાન્સ, SBI લાઇફ ઇન્શ્યોરન્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ ટોચના વધ્યા હતા. જ્યારે ટ્રેન્ટ, ટાટા કન્ઝ્યુમર, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એચસીએલ ટેક, નેસ્લે નિફ્ટીના સૌથી વધુ ઘટાડાવાળા હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.5 ટકાના વધારા સાથે બંધ થયો.
આ પણ વાંચો -સરકારી તિજોરીમાં બમ્પર વધારો, ટેક્સ કલેક્શન વધીને રૂ. 16.89 લાખ કરોડ થયું
આ કંપનીઓના શેર નુકસાન સાથે બંધ થયા
આજે નેસ્લે ઇન્ડિયાના શેર 1.38 ટકા, ઇન્ફોસિસ 1.21 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 1.15 ટકા, આઇટીસી 1.01 ટકા, ટીસીએસ 0.95 ટકા, ઝોમેટો 0.82 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.55 ટકા ઘટ્યા હતા. , ટાઇટન 0.34 ટકા અને પાવર ગ્રીડ 0.07 ટકા ઘટ્યા.