Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market Closing : શેરબજાર સતત ત્રીજા દિવસે લાલ નિશાનમાં બંધ!

શેરબજાર સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ સેન્સેક્સમાં 147 પોઈન્ટનો ઉછાળો નિફ્ટીમાં પણ 73 પોઈન્ટનો વધારો Share Market Closing :ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા દિવસે વધારા સાથે લીલા (Share Market Closing)નિશાનમાં બંધ થયા. બુધવારે, BSE સેન્સેક્સ(sensex) 147.98પોઈન્ટ (0.20) વધીને...
share market closing   શેરબજાર સતત ત્રીજા દિવસે લાલ નિશાનમાં બંધ
Advertisement
  • શેરબજાર સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ
  • સેન્સેક્સમાં 147 પોઈન્ટનો ઉછાળો
  • નિફ્ટીમાં પણ 73 પોઈન્ટનો વધારો

Share Market Closing :ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા દિવસે વધારા સાથે લીલા (Share Market Closing)નિશાનમાં બંધ થયા. બુધવારે, BSE સેન્સેક્સ(sensex) 147.98પોઈન્ટ (0.20) વધીને ૭૫,૪૪૯.૦૫ પર બંધ થયો. જ્યારે NSEનો નિફ્ટી (nifty)50 ઇન્ડેક્સ 73.30 પોઈન્ટ (0.32%) વધીને 22,907.60 પોઈન્ટ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે આજે બજારે વધારા સાથે લીલા નિશાન પર કારોબાર શરૂ કર્યો હતો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.

બજારમાં તેજી કેમ આવી?

ભારતીય શેરબજારમાં તેજી પાછળ ઘણા મુખ્ય કારણો છે. આનું પહેલું કારણ મેક્રોઇકોનોમિક સૂચકાંકોમાં સુધારો છે. ભારતના આર્થિક ડેટામાં સુધારો અને મૂલ્યાંકન સુવિધાએ બજારને ટેકો આપ્યો. આ ઉપરાંત, અમેરિકા અને ચીનના છૂટક વેચાણના ડેટાએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો. યુરોપ અને એશિયાના બજારોમાં પણ તેજી જોવા મળી. તે જ સમયે, એપ્રિલમાં RBI દ્વારા દર ઘટાડાની શક્યતાએ પણ બજારને વેગ આપ્યો. જ્યારે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાએ પણ બજારને ટેકો આપ્યો.

Advertisement

સેન્સેક્સમાં ટોચના ગેઇનર્સ

  • ઝોમેટો: 7.11 ટકાના વધારા સાથે આગળ.
  • ICICI બેંક: 3.25 ટકાનો વધારો નોંધાવ્યો.
  • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા: તે 3.07 ટકાના વધારા સાથે ત્રીજા સ્થાને રહ્યો.
  • સેન્સેક્સના 30 શેરોમાંથી 26 લીલા નિશાનમાં બંધ થયા.

આ પણ  વાંચો -Stock Market: શેરબજારમાં જોરદાર તેજી,આ ત્રણ શેરમાં જબરદસ્ત ઉછાળો

Advertisement

ઝોમેટોના શેરમાં મોટો ઉછાળો

બુધવારે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 17 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને બાકીની 13 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૧ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૯ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, ટાટા સ્ટીલના શેર સૌથી વધુ 2.49 ટકાના વધારા સાથે બંધ થયા જ્યારે ટેક મહિન્દ્રાના શેર સૌથી વધુ 2.28 ટકાના ઘટાડા સાથે બંધ થયા.

આ પણ  વાંચો -ECI:PAN બાદ હવે મતદાર ઓળખકાર્ડ પણ આધારકાર્ડ સાથે લિંક થશે

ITC, TCS માં મોટો ઘટાડો નોંધાયો

બીજી તરફ, ITC ના શેરમાં 1.51 ટકા, TCS ના શેરમાં 1.34 ટકા, Infosys ના શેરમાં 1.29 ટકા, Sun Pharma ના શેરમાં 1.07 ટકા, Maruti Suzuki ના શેરમાં 0.98 ટકા, Nestle India ના શેરમાં 0.72 ટકા, HCL Tech ના શેરમાં 0.69 ટકા, Kotak Mahindra Bank ના શેરમાં 0.67 ટકા, Mahindra & Mahindra ના શેરમાં 0.33 ટકા, Bajaj Finserv ના શેરમાં 0.27 ટકા, Titan ના શેરમાં 0.19 ટકા અને Hundistan Unilever ના શેરમાં 0.12 ટકાનો ઘટાડો થયો હતો.

સેન્સેક્સ લુઝર્સ

  • બજાજ ફિનસર્વ: તે 1.43 ટકાના ઘટાડા સાથે તળિયે હતો.
  • ભારતી એરટેલ: 0.69 ટકાની નબળાઈ દર્શાવી.
  • ટેક મહિન્દ્રા: 0.59 ટકાના ઘટાડા સાથે ત્રીજા ક્રમે રહ્યો.
  • રિલાયન્સ: માં 0.13 ટકાનો નજીવો ઘટાડો નોંધાયો.

Tags :
Advertisement

Related News

featured-img
ક્રાઈમ

Fake Currency Expose Gujarat : અત્યારે જ જોઈલો તમારા ખિસ્સાની નોટ નકલી તો નથી ને...

featured-img
સ્પોર્ટ્સ

ક્રિસ્ટી કોવેન્ટ્રી IOCના નવા પ્રમુખ બન્યા, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ મહિલા

featured-img
રાષ્ટ્રીય

જજના સરકારી બંગલામાં લાગી આગ, ઓલવ્યા બાદ મળ્યો ખજાનો.... ન્યાયતંત્રમાં ખળભળાટ

featured-img
રાષ્ટ્રીય

પાયજામાની દોરી તોડવી દુષ્કર્મ નથી.. : Allahabad High Court

featured-img
રાષ્ટ્રીય

Delhi માં 503 રૂપિયામાં ગેસ સિલિન્ડર! યોજનાની વિગતો અંગે લોકસભામાં મંત્રીનો ખુલાસો

featured-img
ક્રાઈમ

Rajkot : રાજકુમાર જાટના મોત મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા

×

Live Tv

Trending News

.

×