Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Reliance Power : અનિલ અંબાણીની આ કંપની પણ વેચાશે! જાણો સંપૂર્ણ અહેવાલ

દેવાના ડુંગર હેઠળ દબાયેલા દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની (Anil Ambani) વધુ એક કંપની વેચાવા જઈ રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, તેમની કંપની રિલાયન્સ પાવરે (Reliance Power) THDC ઈન્ડિયા લિમિટેડ (THDC INDIA LIMITED) સાથે અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) 1,200 MW કલાઈ-II...
10:31 AM Jan 02, 2024 IST | Vipul Sen

દેવાના ડુંગર હેઠળ દબાયેલા દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની (Anil Ambani) વધુ એક કંપની વેચાવા જઈ રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, તેમની કંપની રિલાયન્સ પાવરે (Reliance Power) THDC ઈન્ડિયા લિમિટેડ (THDC INDIA LIMITED) સાથે અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) 1,200 MW કલાઈ-II હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ વેચવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

માહિતી અનુસાર, આ ડીલ રૂ. 128.39 કરોડની છે. રિલાયન્સ પાવરે (Reliance Power) રવિવારે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, આ ડીલનો હેતુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ (Hydroelectric Project) વેચીને ભંડોળ એકત્ર કરવાનો છે. કલાઈ પાવર લિમિટેડ (Kalai Power Limited) રિલાયન્સ પાવરની પેટાકંપની છે. THDC ઇન્ડિયા લિમિટેડ એ NTPC ની માલિકીની મિની રત્ન કંપની છે. તેની સ્થાપના 1988માં થઈ હતી. તે ટિહરી હાઇડ્રો પાવર કોમ્પ્લેક્સ અને અન્ય ઘણા હાઇડ્રો પ્રોજેક્ટ્સનું સંચાલન કરે છે.

રૂ. 128.39 કરોડની ડીલ

માહિતી મુજબ, અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) સરકાર, રિલાયન્સ પાવરની (Reliance Power) ક્લાઇ પાવર પ્રા. લિ. (Kalai Power Limited) અને THDC ઈન્ડિયા લિમિટેડે (THDC INDIA LIMITED) આ સંબંધમાં 30 ડિસેમ્બર, 2023ના રોજ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ, અરુણાચલ પ્રદેશમાં લોહિત નદી બેસિન ખાતે સ્થિત પ્રસ્તાવિત 1,200 મેગાવોટ ક્ષમતાના કલાઈ-ડુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના વિકાસ અધિકાર અને સંબંધિત ભૌતિક સંપત્તિ, અભ્યાસ, મંજૂરી, ડિઝાઇન અને બૌદ્ધિક સંપત્તિ THDCને ટ્રાન્સફર કરવામાં આવશે. આ ડીલ કુલ રૂ. 128.39 કરોડની છે જે અમુક શરતોને આધીન છે.

 

આ પણ વાંચો - ITR 2023-24 : અધધધ… 8.18 કરોડ લોકોએ રેકોર્ડ બ્રેક ઈન્કમટેક્સ રિટર્ન ભર્યા

Tags :
Anil Ambaniarunachal-pradeshBusiness NewsGujarat FirstGujrati NewsKalai-II Hydroelectric ProjectReliance PowerTHDC INDIA LIMITED
Next Article