લોન ધારકોને RBI ની મોટી રાહત! રેપો રેટમાં 0.25 ટકાનો કર્યો ઘડાટો
- લોનધારકોને RBIની મોટી રાહત
- રેપો રેપમાં 0.25 ટકાનો કર્યો ઘડાટો
- રેપો રેટ 6.25 ટકાથી ઘટીને 6 ટકા થયો
- રેપો રેટ ઘટતા હોમલોન સહિતના વ્યાજ ઘટશે
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. RBI ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતા RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. RBIના આ પગલા બાદ લોન સસ્તી થવાની આશા વધી ગઈ છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ RBIએ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો.
રેપો રેટ ઘટીને 6% થઈ ગયો
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સતત બીજી વખત રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ સાથે રેપો રેટ ઘટીને 6% થઈ ગયો છે. આ ઘટાડાથી હોમ અને કાર લોનના EMIમાં ઘટાડો થશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે સસ્તી લોનની ભેટ આપી. ગવર્નર મલ્હોત્રાના નેતૃત્વ હેઠળ RBIની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ સોમવારે નાણાકીય નીતિની સમીક્ષા કરવા માટે તેની 3 દિવસીય બેઠક શરૂ કરી. અગાઉ, ફેબ્રુઆરીમાં, MPC એ રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કર્યો હતો. મે, 2020 પછી આ પહેલો કાપ હતો અને અઢી વર્ષ પછી પહેલો સુધારો હતો.
તમારી હોમ લોન EMI કેટલી ઘટશે?
હોમ લોનની રકમ | કાર્યકાળ | વર્તમાન વ્યાજ દર | નવો વ્યાજ દર | વર્તમાન EMI | નવી EMI |
50 લાખ | 20 વર્ષ | 8.25% | 8% | 42,603 રૂપિયા | 41,822 રૂપિયા |
40 લાખ | 20 વર્ષ | 8.25% | 8% | 34,083 રૂપિયા | 33,458 રૂપિયા |
મોંઘવારી ઘટી છે
નાણાકીય નીતિ રજૂ કરતી વખતે, RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે મોંઘવારીમાં ઘટાડો થયો છે જે સારી વાત છે. બધા MPC સભ્યો સંમત થયા કે મોંઘવારી લક્ષ્ય કરતાં ઓછી છે. ગવર્નરે કહ્યું કે ભવિષ્યની પરિસ્થિતિઓ દર ઘટાડાનો નિર્ણય કરશે. જરૂર પડશે તો રેપો રેટમાં વધુ ઘટાડો કરવામાં આવશે. RBI એ નીતિને ન્યૂટ્રલથી બદલીને અનુકૂળ બનાવી છે.
તમારા પર શું અસર થશે?
રેપો રેટ એ દર છે જેના પર RBI બેંકોને લોન આપે છે. આવી સ્થિતિમાં, જ્યારે રેપો રેટ વધે છે, ત્યારે બેંકો માટે લોન મોંઘી થઈ જાય છે અને તેઓ ગ્રાહકોની લોન પણ મોંઘી બનાવે છે. તેનાથી વિપરીત, જ્યારે રેપો રેટ ઘટાડવામાં આવે છે, ત્યારે લોન સસ્તી થવાનો માર્ગ ખુલે છે અને તમારા EMI બોજમાં ઘટાડો થવાની શક્યતા વધે છે. તેથી, હવે જ્યારે RBI એ રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે, તો એવી શક્યતા છે કે લોન સસ્તી થશે અને તમારા EMIનો બોજ પણ થોડો ઓછો થશે.
આ પણ વાંચો : Stock Market : એશિયન શેરબજારોમાં ફરી ભૂકંપ... જાપાનથી હોંગકોંગ સુધી રેડ ઝોન, ક્રૂડ 4 વર્ષના તળિયે પહોંચ્યું