RBI: ચૂંટણી પરિણામ પહેલા ભારતના GDP ને લઈ મોટો સમાચાર
RBI: દેશની અર્થવ્યવસ્થાએ એપ્રિલ-2023થી માર્ચ-2024માં મજબૂત ગતિથી એક્સપેંશન કર્યું છે.જેમાં રિયલ GDP વિકાસ દર વધીને 7.6 ટકા થઈ છે.આ 2022-23માં 7 ટકા હતું. સતત ત્રીજા વર્ષે આ જીડીપી સાત ટકા હતો.આનાથી વધુ રહી છે.ત્યારે RBI એ કહ્યું કે, વર્ષ-2024-25 માટે વાસ્તવમાં GDP વિકાસ દર 7.0 ટકા રહેવાનું અનુમાન છે.
RBI ના રિપોર્ટમાં એમએસપીથી ફાયદા અંગે જાણકારી
નાણાકીય વર્ષ-2023-24ની ખરીફ અને રવી બંને સિઝનમાં લઘુત્તમ ટેકાના ભાવ MSP એ તમામ પાકોના ઉત્પાદન ખર્ચ પર લઘુત્તમ 50 ટકા નફો નક્કી કર્યો છે. RBI ના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે 31 માર્ચ 2024 સુધી અનાજનો એકંદર જાહેર સંગ્રહ કુલ ત્રિમાસિક સંગ્રહ ધોરણ કરતાં 2.9 ગણો હતો. નાણાકીય વર્ષ 2023-24માં ખરીફ પાકો માટે MSP માં 5.3-10.4 ટકા અને રવિ પાક માટે 2.0-7.1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
અલ-નીનોની અસરથી પાક પર અસર
રિપોર્ટમાં કહેવાયું છે કે અસમાન અને દક્ષિણ-પશ્ચિમ મોનસૂન વરસાદની સાથે અલનીનોની સ્થિતિને મજબૂત થવાથી ખેતી અને આની સાથે સંકળાયેલી ગતિવિધિઓની વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડયો છે. ગત વર્ષે જૂન-સપ્ટેમ્બરમાં ઓલ ઈન્ડિયા સ્તરે વરસાદ 2023 લાંબા ગાળાના સરેરાશથી છ ટકા ઓછો રહ્યો છે. બીજા એડવાન્સ અનુમાન અનુસાર વર્ષ-2023-24માં ખરીફ અને રવી ખાદ્યાન્નનું ઉત્પાદન ગત વર્ષના છેલ્લા અનુમાનોથી 1.3 ટકા ઓછું હતું.
બરછટ અનાજના ઉત્પાદનનો ફાયદો - આરબીઆઈ
રિપોર્ટમાં ઉલ્લેખ કરેલો છે કે ઉત્પાદનમાં વધારાથી બરછટ અનાજના ઉત્પાનને ફાયદો થઈ શકે છે. ખરીફ પાકમાં મગના એમએસપીમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. જ્યારે રવી પાકમાં મસુર અને ઘઉંના એમએસપીમાં સૌથી વધુ વધારો થયો છે. કેન્દ્રની મોદી સરકારે 29 નવેમ્બર 2023ના રોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વધુ પાંચ વર્ષ માટે વધારી દીધું છે. જેનો અમલ એક જાન્યુઆરી 2024થી લાગુ થયો છે.
આ પણ વાંચો - Gold Market :સોના-ચાંદીમાં તેજી બાદ ધરખમ ઘટાડો,સામે આવ્યું આ કારણ
આ પણ વાંચો - HDFC Bank : HDFC ના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે આટલા ટ્રાજેક્શન પર નહી આવે SMS
આ પણ વાંચો - SHARE MARKET : શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથવાત, સેન્સેક્સ 617 પોઈન્ટ તૂટયો