Pahalgam Terrorist Attack : કાશ્મીરની ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીની તૂટી ગઈ 'બેકબોન' ...વાંચો એક તાર્કિક વિશ્લેષણ
- Pahalgam Terrorist Attack તૂટી ગઈ કાશ્મીર Tourism Industry ની બેકબોન
- 12000 કરોડ રુપિયાની Tourism Industry ને લાગ્યો મોટો ફટકો
- કલમ 370 હટ્યા બાદ ઊભી થઈ રહી હતી કાશ્મીર Tourism Industry
Pahalgam Terrorist Attack : મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ હચમચી ગયો છે. મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. તેમના દુઃખની ચરમસીમાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ હુમલાથી કાશ્મીર રાજ્ય પર અન્ય એક મોટી આફત આવી પડી છે. આ આફત છે કાશ્મીર ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી (Kashmir Tourism Industry) ની બેકબોન તૂટી જવી. કલમ 370 હટાવ્યા બાદ અહીં પ્રવાસીઓની સંખ્યા ઝડપથી વધવા લાગી હતી. Kashmir Tourism Industry વાર્ષિક આશરે 12000 કરોડ રૂપિયાની થઈ ગઈ હતી જે વર્ષ 2030માં 30000 કરોડ સુધી પહોંચવાની પૂરેપૂરી સંભાવના હતી. જો કે આ આતંકવાદી હુમલાને કારણે હવે આ સંભાવના ધૂંધળી થઈ ગઈ છે.
ધરતી પરનું સ્વર્ગ
Kashmir ને ભારતનું સ્વિટ્ઝર્લેન્ડ કહેવામાં આવે છે. આ રુપક કાશ્મીર માટે નાનું પડે કારણ કે, કાશ્મીરની સુંદરતા સ્વિટ્ઝર્લેન્ડ જેટલી નથી પરંતુ સ્વર્ગ જેટલી છે. તેથી જ કાશ્મીરની તુલના સ્વર્ગ સાથે કરવામાં આવે છે. માત્ર ભારત જ નહિ પરંતુ દુનિયાભરમાંથી પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. ગુલમર્ગ (Gulmarg), સોનમર્ગ (Sonamarg), પહેલગામ (Pahalgam) અને દાલ લેક (Dal Lake) કાશ્મીરના મુખ્ય પર્યટન સ્થળો છે. કલમ 370 દૂર કર્યા પછી અહીં શાંતિ ફરી સ્થપાઈ હોય તેમ લાગતું હતું. મોટી સંખ્યામાં પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાત લેતા થયા હતા. ફિલ્મ શૂટિંગ પણ અહીં શરૂ થયા હતા.
સ્વર્ગને લાગ્યુ ગ્રહણ
.... પરંતુ ધરતીના સ્વર્ગને આતંકવાદનું એવું ગ્રહણ લાગ્યું કે તેની સુંદરતા કરમાઈ, ચરમાઈ અને ઝંખવાઈ ગઈ. મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી કાશ્મીર રાજ્ય પર અન્ય એક મોટી આફત આવી પડી છે. આ આફત છે કાશ્મીર Tourism Industry ની બેકબોન તૂટી જવી. આ હુમલામાં 28 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ સંજોગોમાં આ કાશ્મીરની હજારો કરોડ રૂપિયાની Tourism Industry ને મોટો ફટકો પડ્યો છે. કદાચ આ ઈન્ડસ્ટ્રીને ફરીથી 12000 કરોડ રુપિયાના ટર્નઓવર સુધી પહોંચવા માટે ઓછામાં ઓછો 1 દાયકાનો સમય લાગી જશે. વર્ષ 2030 સુધી આ ઈન્ડસ્ટ્રી 30000 કરોડ સુધીની થવાની હતી. આ શક્યતા તો અત્યારે ધૂંધળી બની ગઈ છે.
આ પણ વાંચોઃ Pahalgam Terrorist Attack : હિન્દુ ધર્મની પુષ્ટિ કરી પર્યટકોની નિર્દયતાથી હત્યા કરાઈ- C. R. Patil
હોટલ ઈન્ડસ્ટ્રીને નુકસાન
વર્ષ 2019માં કાશ્મીરમાંથી કલમ 370 (Article 370) દૂર કરવામાં આવી હતી. આ પછી અહીં પર્યટનમાં નોંધપાત્ર વધારો થયો. પરિસ્થિતિ એવી બની ગઈ કે પ્રવાસીઓને ખાનગી મકાનોમાં રહેવું પડ્યું. આવી સ્થિતિમાં હોટેલ ઈન્ડસ્ટ્રી માટે મોટી તકો સર્જાઈ હતી. કાશ્મીરની અતિપ્રતિષ્ઠિત તાજ વિવાંતા (Taj Vivanta) 20 નવા રૂમ ઉમેર્યા હતા. અબુ ધાબીના લુલુ ગ્રુપ જેવા આંતરરાષ્ટ્રીય રોકાણકારોએ પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. ઘણા અન્ય જૂથોએ પણ અહીં હોટલ શરૂ કરવામાં રસ દાખવ્યો છે. શ્રીનગરના એક નવા મોલમાં હાઈપરમાર્કેટ પણ શરુ થયું હતું પરંતુ હવે તેમના પ્રોજેક્ટ પર નકારાત્મક અસર પડી શકે છે. હોટલ ઈન્ડસ્ટ્રી કાશ્મીરની બેકબોન છે. જો હોટલ ઈન્ડસ્ટ્રી પડી ભાંગશે તો કાશ્મીરની ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીની બેકબોન તૂટી જશે. જેનાથી હજારો કાશ્મીરીઓનો રોજગાર છીનવાઈ જશે.
સફરજન વેપારને મોટું નુકસાન
કાશ્મીરમાં આતંકવાદ ઘટવા સાથે અહીંનો સફરજન જેવા ફળના વેપારમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. કાશ્મીરના સોપોરથી સફરજન દિલ્હીના આઝાદપુર શાક માર્કેટમાં મોટી માત્રામાં નિકાસ થતા હતા. સોપોરમાં લગભગ 1000 સફરજનના વેપારીઓ (Apple Merchants) છે. વર્ષ 2024 માં સોપોર મંડીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 7000 કરોડ સુધી પહોંચ્યું હતું. જે કુપવાડા, બાંદીપોરા, બારામુલ્લા અને બડગામ જેવા વિસ્તારોમાં રહેતા લોકોની આજીવિકાને ટેકો આપતું હતું. જો કે સફરજનના વેપારને નુકસાન થવાથી હજારો લોકોની આજીવિકા છીનવાઈ જશે.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : PM મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક શરૂ, ગૃહપ્રધાન-રક્ષમંત્રી અને NSA અજીત ડોભાલ હાજર