Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nita Ambani: અનંત-રાધિકાના લગ્નનું આમંત્રણ લઈ પહોંચ્યા કાશી વિશ્વનાથ

Nita Ambani: અનંત અંબાણી (Nita Ambani)અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈના રોજ છે. દેશ-વિદેશમાં દરેકની નજર આ શાહી લગ્ન પર ટકેલી છે. આ લગ્ન મુંબઈમાં ધામધૂમથી થશે. જેમના આમંત્રણને લઈને મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન નીતા...
nita ambani  અનંત રાધિકાના લગ્નનું આમંત્રણ લઈ પહોંચ્યા કાશી વિશ્વનાથ
Advertisement

Nita Ambani: અનંત અંબાણી (Nita Ambani)અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈના રોજ છે. દેશ-વિદેશમાં દરેકની નજર આ શાહી લગ્ન પર ટકેલી છે. આ લગ્ન મુંબઈમાં ધામધૂમથી થશે. જેમના આમંત્રણને લઈને મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી કાશી વિશ્વનાથની મુલાકાતે પહોંચ્યા છે. પોતાના પુત્રના લગ્નનું આમંત્રણ પણ બાબાના ચરણોમાં અર્પણ કર્યું અને આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન નીતા અંબાણીની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગુલાબી સાડીમાં સુંદર લાગ્યા નીતા અંબાણી

આ પ્રસંગે નીતા અંબાણી (Nita Ambani)ગુલાબી રંગની સાડી અને ગળામાં મોતીથી જડાયેલો લાંબો હાર પહેરેલા જોવા મળ્યા હતા. આ સાથે રાઉન્ડ ઈયરિંગ્સ તેના લુકમાં ઉમેરો કરી રહી છે. નીતા અંબાણીએ આ દરમિયાન મીડિયા સાથે વાત કરી અને અહીં આવવાનું કારણ પણ જણાવ્યું અને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.

Advertisement

Advertisement

પુત્રના લગ્નનું આમંત્રણ

નીતા અંબાણીએ વાતચીતમાં કહ્યું હતું કે તે અનંત અને રાધિકાના લગ્નનું આમંત્રણ બાબાને સમર્પિત કરશે અને તેમના આશીર્વાદ લેશે. બાબાના દર્શન કર્યા બાદ ગંગા આરતી લઈને તેઓ ઉત્સાહિત હતા.

વિશ્વનાથ ધામ સાથે જૂનો લગાવ

નીતા અંબાણી કાશી પહોંચતાની સાથે જ તેમની આસપાસ ચુસ્ત સુરક્ષા ઘેરો દેખાતો હતો. નીતા અંબાણીએ પણ હાથ જોડીને સૌનું અભિવાદન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, અંબાણી પરિવારને કાશી વિશ્વનાથ ધામ સાથે ખૂબ જૂનો લગાવ છે. બાબા વિશ્વનાથની પૂજા કરવા માટે અંબાણી પરિવાર ઘણી વખત કાશી આવી ચૂક્યો છે. કોકિલા બેન પણ કાશીમાં પૂજા કરવા આવ્યા હતા.

આ પણ  વાંચો - Rajshri Productions-‘દોસ્તી’ ફિલ્મે ‘સંગમ’ જેવી ફિલ્મને ય ટક્કર આપી

આ પણ  વાંચો - Kalki 2898 AD ફિલ્મે RELEASE પહેલા જ મચાવી ધમાલ, અમેરિકામાં બનાવ્યો આ રેકોર્ડ

આ પણ  વાંચો - હિન્દુ ભગવાન કે લગ્ન બાદ અલ્લાહને માનશે SONAKSHI SINHA? થયો મોટો ખુલાસો

Tags :
Advertisement

.

×