Upcomming IPO : પૈસા તૈયાર રાખજો! આવતા અઠવાડિયે આવી રહ્યા છે 4 નવા IPO
- શેરબજારમાં ઘટાડાથી IPO બજાર પણ ઠંડુ
- આવતા અઠવાડિયે 4 નવા IPO થયો એન્ટ્રી
- IPOમાં રોકાણ કરનારાઓ માટે આ સારી તક
IPO: ભારતીય શેરબજારમાં ઘટાડાથી IPO બજાર પણ ઠંડુ પડી ગયું. કંપનીઓ ઘટતા બજારમાં ઇશ્યૂ લોન્ચ કરવા માંગતી નથી. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં (Upcomming IPO)ફક્ત થોડા મેઇન બોર્ડ આઈપીઓ બજારમાં આવ્યા છે. 24 માર્ચથી શરૂ થતા બિઝનેસ સપ્તાહમાં પણ, કોઈ મેઈનબોર્ડ આઈપીઓ બજારમાં એન્ટ્રી નહીં કરે, પરંતુ 4 SME આઈપીઓ ચોક્કસપણે ખુલશે. આવતા અઠવાડિયે 4 નવા IPO એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત, 5 IPOનું લિસ્ટિંગ પણ થશે. આ બધા IPO SME સેગમેન્ટના છે.આઈપીઓમાં રોકાણ કરનારાઓ માટે આ સારી તક હોઈ શકે છે.
આવી રહ્યા છે 4 IPO
આવતા અઠવાડિયે શેરબજારમાં 4 નવા આઈપીઓ આવવાના છે. જ્યારે 5 આઈપીઓનું લિસ્ટિંગ પણ આવતા અઠવાડિયે થવાનું છે. ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડનો આઈપીઓ આવતા અઠવાડિયે શેરબજારમાં આવવાનો છે. તેની ઈશ્યૂ સાઈઝ 30.75 કરોડ રૂપિયા છે. આ IPO 24 માર્ચે ખુલશે અને 26 માર્ચે બંધ થશે. શ્રી અહિંસા નેચરલ્સ લિમિટેડનો આઈપીઓ 25 માર્ચથી ખુલશે અને 27 માર્ચ સુધી ચાલશે. ATC એનર્જી સિસ્ટમ લિમિટેડનો IPO 25 માર્ચે ખુલશે અને 27 માર્ચે બંધ થશે. તેનું લિસ્ટિંગ 2 એપ્રિલે થવાનું છે.
આ પણ વાંચો -
28 માર્ચ સુધી બોલી લગાવી શકાશે
Identixweb Limited IPO નું ઓપનિંગ 26 માર્ચે થશે અને 28 માર્ચ સુધી બોલી લગાવી શકાશે. 51 થી 54 રૂપિયાના પ્રાઇસ બેન્ડ સાથે આ આઈપીઓમાં રોકાણ કરવાની સારી તક છે. જ્યારે આવતા અઠવાડિયે, ડિવાઇન હીરા જ્વેલર્સ લિમિટેડ, પ્રદીપ ટ્રાન્સપોર્ટ લિમિટેડ, ગ્રાન્ડ કોન્ટિનેન્ટલ હોટેલ લિમિટેડ, રેપિડ ફ્લીટ મેનેજમેન્ટ સર્વિસીસ લિમિટેડ, એક્ટિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડનું લિસ્ટિંગ થવાનું છે.
આ પણ વાંચો -
ગ્રે માર્કેટમાં ભાવ
આવતા અઠવાડિયે બજારમાં આવનારા નવા આઈપીઓ શેરમાંથી બે શેરનો ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) શૂન્ય છે. તેનો અર્થ એ કે આ આઈપીઓ ફક્ત ઇશ્યૂ કિંમતે જ લિસ્ટ થઈ શકે છે. બે આઈપીઓ એવા છે જે ગ્રે માર્કેટમાં થોડી પકડ ધરાવે છે. આમાં શ્રી અહિંસા નેચરલ્સ અને ડેસ્કો ઇન્ફ્રાટેકનો સમાવેશ થાય છે. આમાં, શ્રી અહિંસા નેચરલ્સનો GMP 10 રૂપિયા છે. એટલે કે આ શેર 8.40% ના પ્રીમિયમ સાથે 129 રૂપિયામાં લિસ્ટ થઈ શકે છે. ડેસ્કો ઇન્ફ્રાટેકનો GMP 13 રૂપિયા છે. એટલે કે આઆઈપીઓ 8.67% ના પ્રીમિયમ લિસ્ટિંગ સાથે 163 રૂપિયામાં લિસ્ટ થઈ શકે છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, Gujarat First.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.